અમેરિકાના દક્ષિણ ડકોટામાં પ્લેન ક્રેશ, 9 લોકોના મૃત્યના સમાચાર : યુએસ મીડિયા 

વોશિંગ્ટન પોસ્ટ (Washington post)ના અહેવાલ પ્રમાણે પ્લેનમાં 12 લોકો પ્રવાસ કરી રહ્યા હતા

Updated By: Dec 1, 2019, 09:24 AM IST
અમેરિકાના દક્ષિણ ડકોટામાં પ્લેન ક્રેશ, 9 લોકોના મૃત્યના સમાચાર : યુએસ મીડિયા 
પ્રતિકાત્મક તસવીર

ન્યૂ યોર્ક : અમેરિકા (USA)ના સાઉથ ડેકોટામાં એક પ્લેન ક્રેશ થવાના સમાચાર છે. યુએસ મીડિયામાં આવી રહેલા સમાચાર પ્રમાણે ક્રેશમાં 9ના મૃત્યુના સમાચાર છે. મૃતકોમાં પાયલટ અને બે બાળકોનો સમાવેશ થાય છે. વોશિંગ્ટન પોસ્ટ (Washington post)ના અહેવાલ પ્રમાણે પ્લેનમાં 12 લોકો પ્રવાસ કરી રહ્યા હતા. પ્લેને ચેમ્બરલેનથી પ્રવાસ શરૂ કર્યો હતો અને તમામ પ્રવાસીઓ ઇદાહો જઈ રહ્યા હતા. 

આ પહેલાં જુલાઈ મહિનામમાં પણ અમેરિકાના ટેક્સાસમાં એક પ્રાઈવેટ વિમાન ક્રેશ થતા 10 લોકોના મૃત્યુ નીપજ્યા હતા. ટેક્સાસના એડિસન મ્યુનિસિપલ એરપોર્ટથી જ્યારે વિમાન ટેક ઓફમાં લઈ રહ્યું હતું, તે દરમિયાન હેંગરમાં ઘૂસી જતાં આગ લાગી હતી, જેથી પ્લેનમાં સવાર તમામ 10 લોકોના મોત થયા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વિદેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...