ગાઝીઃ અફઘાનિસ્તાનના ગાઝી શહેરમાં આવેલી નેશનલ ડિરેક્ટોરેટ ઓફ સિક્યોરિટીની ઓફિસ પાસે રવિવારે વહેલી સવારે લગભગ 8.30 કલાકે એક કારમાં વિસ્ફોટકો ભરીને આત્મઘાતી હુમલો કરાયો હતો. આ હુમલામાં 12 લોકોનાં મોત થયા હતા અને 179 જેટલા લોકો ઘાયલ થયા હતા. ઘાયલ થયેલા લોકોમાં મોટાભાગના નાગરિકો છે. તાલિબાનોએ આ હુમલાની જવાબદારી સ્વિકારી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમેરિકાના મધ્યસ્થી અને અફઘાનિસ્તાનના પ્રતિનિધિઓ સાથે હાલ દોહામાં તાલિબાનોની વાટાઘાટો ચાલી રહી છે, તે દરમિયાન આ હુમલો કરાયો છે. આ વાટાઘાટોમાં તાલિબાનો  અમેરિકા દ્વારા મુકવામાં આવેલી કેટલીક શરતોનો ઈનકાર કરી રહ્યા છે. અત્યાર સુધીમાં વાટાઘાટોના 7 રાઉન્ડ પુરા થઈ ગયા છે. અફઘાનિસ્તાનમાંથી અમેરિકાના નિકળી જવા મુદ્દે તલિબાનો દ્વારા પણ કેટલીક શરતો મુકવામાં આવી છે. 


દુનિયાના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....