ભારતના પાડોશી દેશ તિબેટમાં પીઘળી રહેલા ગ્લેશિયરમાંથી મોટો ખતરો બહાર આવ્યો છે, જીહાં, આ ગ્લેશિયરમાંથી વૈજ્ઞાનિકોને 15 હજાર વર્ષ જૂના વાયરસ મળ્યાં છે. આ વાયરલ એટલા માટે ખતરનાક છે કેમ કે આ વાયરસ વિશે હજુસુધી એકપણ વૈજ્ઞાનિક પાસે માહિતી નથી. ત્યારે વાયરસનો ભારત પર કેટલો છે ખતરો જોઈએ, આ અહેવાલમાં..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સદીના સૌથી ખતરનાક એવા કોરોના વાયરસની ચપેટમાંથી ભારત સહિત દુનિયાના લોકો હમણાં જ બહાર આવ્યા છે. કોરોનાને ભૂલીને હજુ તો લોકો ખુલીને શ્વાસ લેતા થયા છે ત્યાં ફરી ભારતના લોકો પર વાયરસનું ભૂત મંડરાઈ રહ્યુ છે. 


આ વખતે વાયરસ ફેલાવનાર દેશ ચીન નથી, પરંતુ ચીનના પાડોશી દેશ તિબેટથી આ વાયરસ ભારત સુધી પહોંચવાની શક્યતાઓ વર્તાઈ રહી છે. બે વર્ષ પહેલાં વૈજ્ઞાનિકોએ આશંકા વ્યક્ત કરી હતી કે તિબેટના ગ્લેશિયરમાં અમુક ખતરનાક વાયરસ જીવી રહ્યા છે. તે સમયે તો વૈજ્ઞાનિકોને માત્ર આશંકા હતી, પરંતુ હવે વૈજ્ઞાનિકોની આ આશંકા સાચી ઠરી છે. 


પૃથ્વી પર વધતાં સતત તાપમાનના કારણે તિબેટના ગ્લેશિયર પીગળી રહ્યા છે. ત્યારે આ પીગળતા ગ્લેશિયરમાંથી વૈજ્ઞાનિકોને આ 15 હજાર વર્ષ જૂના વાયરસ હાથ લાગ્યા છે. આ વાયરસ મનુષ્યો માટે ખૂબ જ ખતરનાક છે. વધતી ગરમીના કારણે બાહર આવી રહેલા આ વાયરસ માણસો સહિત જીવ-જંતુ, પશુ-પક્ષીઓ અને આખી ધરતી માટે ખતરો છે. આ એવા વાયરસ છે હજારો વર્ષથી ગ્લેશિયરમાં ઉંઘી રહ્યા હતા અને હવે દુનિયામાં તબાહી મચાવવા માટે જાગ્યા છે. 


આ પણ વાંચોઃ UKનો ઝટકો! નવા વિઝા નિયમો ભારતીય છાત્રો, કામદારો અને આશ્રિતોને કરશે અસર, હવે ભરાયા


જેના વિશે કોઈપણ જાણકારી નથી એ વાયરસ માત્ર ભારત માટે જ નહીં પરંતુ ચીન અને મ્યાનમાર માટે પણ ખતરો છે. કારણ કે આ પ્રાચીન વાયરસના સંક્રમણનો કોઈ ઈલાજ વૈજ્ઞાનિકો પાસેથી નથી. 


તિબેટના ગુલિયા આઈસ કૈપ પાસેથી આ વાયરસ મળ્યાં, આ જગ્યા સમુદ્ર સપાટીથી 22 હજાર ફૂટ ઉંચાઈ પરથી મળી આવ્યા છે. વૈજ્ઞાનિકોને મળેલા વાયરસ અંદાજે 15 હજાર વર્ષ જૂના છે. વૈજ્ઞાનિકોએ કુલ 33 વાયરસ શોધી કાઢ્યા છે. જેમાંથી 28 વિશે તો દુનિયામાં કોઈને ખબર જ નથી. આ વાયરસ પહેલાં ક્યાંય પણ જોવા મળ્યાં નથી. એટલે કે આ વાયરસના સંક્રમણનો કોઈ ઈલાજ જ નથી. 
ગ્રાફિકસ


ગંગા અને બ્રહ્મપુત્રા નદીથી ભારત પહોંચશે વાયરસ 
હવે તિબેટના ગ્લેશિયરમાં જીવી રહેલા આ વાયરસ કેવી રીતે ભારતમાં આવશે, તેની વાત કરીએ તો તિબેટથી ઘણી બધી નદીઓ ભારતમાં આવે છે. ગ્લેશિયર ઓગળતાં વાયરસ નદીઓમાં ભળશે. પછી નદીઓના પાણીમાં વહીને ભારત સુધી આવશે. ભારતની નદીઓના કિનારે લાખો લોકો રહે છે. અને લોકો આ નદીના જ પાણી પીવે છે. એટલે આ નદીના પાણી પીવાના કારણે વાયરસ લોકો સુધી પહોંચી જશે. 


આ પણ વાંચોઃ આ ખાસ ડિશને ખાવા માટે 43 વર્ષોથી રાહ જોઈ રહ્યા છે લોકો, વેઈટિંગ લિસ્ટ જોઈને ચોંકશો


આ વાયરસ કોણે શોધ્યા તેની વાત કરીએ તો (ગ્રાફિક્સ) ચીનના વૈજ્ઞાનિકો તિબેટના ગ્લેશિયર પહોંચ્યા હતા. જ્યાં તેમણે તિબેટના 21 ગ્લેશિયરના સેમ્પલ લીધા હતા. આ સેમ્પલ 2016થી 2020 વચ્ચે ભેગા કરાયા હતા. આ સેમ્પલમાંથી 968 પ્રજાતિના બેક્ટેરિયા મળ્યાં, જેમાંથી 82 ટકા બેક્ટેરિયા એકદમ નવા હતા. આ એવા બેક્ટેરિયા હતા, જેમના વિશે કોઈ જાણતું નથી. (ગ્રાફિક્સ) 


તિબેટના પીગળી રહેલા ગ્લેશિયરમાંથી વાયરસ સહિત વૂલી રાઈહનોના અવશેષો મળ્યા છે. એટલું જ નહીં 40 હજાર વર્ષ જૂના મહાકાય વરુના પણ અવશેષ મળ્યા છે. તો 42 વર્ષ જૂના મોસ મળી આવતા વૈજ્ઞાનિકોને તેને લેબમાં જીવતા કરી દીધા છે. 


ઓહાયો સ્ટેટ યૂનિવર્સિટીના વૈજ્ઞાનિક મૈથ્યૂ સુલિવનએ જણાવ્યું આ વાયરસ એવી સ્થિતિમાંથી બહાર આવ્યા છે કે તેઓ કોઈપણ તાપમાન કે હવામાનને સહન કરી શકે છે. માઈક્રોબાયોલોજિસ્ટ ઝી-પીંગ જોંગએ જણાવ્યુ કે આ એવા વાયરસ છે કે જે માનવ પ્રજાતિ માટે ગમે ત્યારે ખતરો બની શકે છે. એટલે કે કોરોના મહામારી બાદ દુનિયાના લોકો પર ગમેત્યારે આ ખતરનાક વાયરસ એટેક કરી શકે છે.