દુબઇમાં ગમખ્વાર બસ અકસ્માત: 8 ભારતીયો સહિત 17 લોકોના મોત, 9 ઘાયલ
ભારતીય કોન્સ્યુલેટે શુક્રવારે કહ્યું કે, દુબઇ બસ અકસ્માતમાં 17 લોકોના મોત થયા છે. જેમાં ઓછામાં ઓછા 8 ભારતીય સામેલ છે. આ દૂર્ઘટના ગુરૂવારે સર્જાઇ જ્યારે ઓમાની નંબર પ્લેટવાળી બસના ડ્રાઇવર અલ રશિદિયાએ મેટ્રો સ્ટેશન તરફ જતા માર્ગ પર વાહનને લઇ ગયો જે બસો માટે પ્રતિબંધિત છે.
દુબઇ: ભારતીય કોન્સ્યુલેટે શુક્રવારે કહ્યું કે, દુબઇ બસ અકસ્માતમાં 17 લોકોના મોત થયા છે. જેમાં ઓછામાં ઓછા 8 ભારતીય સામેલ છે. આ દૂર્ઘટના ગુરૂવારે સર્જાઇ જ્યારે ઓમાની નંબર પ્લેટવાળી બસના ડ્રાઇવર અલ રશિદિયાએ મેટ્રો સ્ટેશન તરફ જતા માર્ગ પર વાહનને લઇ ગયો જે બસો માટે પ્રતિબંધિત છે. આ દૂર્ઘટનામાં 9 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.
વધુમાં વાંચો: ભારત સાથે સંબંધ સુધારવા માગે છે પાકિસ્તાન, વિદેશ મંત્રીને પત્ર લખી કહ્યું...
દુબઇ સ્થિત ભારતીય કોન્સ્યુલેટે ટ્વિટ કર્યું, ‘અમને આ જાણકારી આપતા ઘણું દુ:ખ થઇ રહ્યું છે કે, સ્થાનીક અધિકારીઓ અને સંબંધીઓ જણાવ્યા અનુસાર દુબઇ બસ અકસ્માતમાં 8 ભારતીયોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. ગલ્ફ ન્યૂઝના જણાવ્યા અનુસાર આ પર્યટક બસમાં 31 લોકો સવાર હતા. આ બસ એક બેરિયર સાથે અથડાઇ હતી. જેના કારણે બસની ડાબી બાજુના ભાગે મોટું નુકસાન થયું હતું. તેથી બસમાં ડાબી તરફ બેસેલા યાત્રીઓનું મોત નિપજ્યું છે.
ભારતીય ઉદ્યોગપતિની ઉદારતા, પાક.ના નબળા જિલ્લામાં 62 હેન્ડપંપ અને અનાજ મોકલ્યું
ભારતીય કોન્સ્યૂલેટે દૂર્ઘટનામાં મૃતકોના પરિવારજનો પ્રતિ સંવેદના વ્યક્ત કરી છે. તેમણે ટ્વિટ કર્યું, કોન્સ્યૂલેટે અન્ય અધિકારીઓ અને સમુદાય સભ્યોની સાથે મોડી રાત્રે મૃતકોના સંબંધીઓ સાથે મુલાકાત કરી અને હોસ્પિટલ તેમજ પોલીસ અધિકારીઓ સાથે પણ વાત કરી છે તથા દરકે સંભવ મદદ કરવાની ખાતરી આપી છે. કોન્સ્યૂલેટે કહ્યું કે, મૃતક ભારતીયોમાં રાજગોપાલન, ફિરોઝ ખાન પઠાણ, રેશમા ફિરોઝ ખાન પઠાણ, દીપક કુમાર, ઝમાલુદ્દીન અરક્કાવેતિલ, કિરણ જોની, વાસુદેવ અને તિલકરામ જવાહર ઠાકુર સામેલ છે.
જુઓ Live TV:-