ભારતીય ઉદ્યોગપતિની ઉદારતા, પાક.ના નબળા જિલ્લામાં 62 હેન્ડપંપ અને અનાજ મોકલ્યું

ભારત અને પાકિસ્તાન વચ્ચે તાજેતરના તણાવથી પ્રભાવિત થયા વગર દુબઈના એક ભારતીય ઉદ્યોગપતિએ પાકિસ્તાનના દક્ષિણપૂર્વ સિંધ પ્રાંતના ગરીબ વિસ્તારોમાં લગભગ 60 હેન્ડપંપ લગાવડાવ્યા છે.

ભારતીય ઉદ્યોગપતિની ઉદારતા, પાક.ના નબળા જિલ્લામાં 62 હેન્ડપંપ અને અનાજ મોકલ્યું

દુબઇ: ભારત અને પાકિસ્તાન વચ્ચે તાજેતરના તણાવથી પ્રભાવિત થયા વગર દુબઈના એક ભારતીય ઉદ્યોગપતિએ પાકિસ્તાનના દક્ષિણપૂર્વ સિંધ પ્રાંતના ગરીબ વિસ્તારોમાં લગભગ 60 હેન્ડપંપ લગાવડાવ્યા છે.

મીડિયામાં આવેલા એક સમાચાર અનુસાર જોગિંદર સિંહ સલારિયાએ સોશિયલ મીડિયા દ્વારા થારપારકર જિલ્લાની દુર્દશા જાયો પછી સ્થાનિક સામાજિક કાર્યકર્તાઓની મદદથી ત્યાં લગભગ 62 હેન્ડપંપ લગાવડાવ્યા છે, સાથે જ તેમણે લોકો માટે અનાજની બોરી પણ મોકલાવી છે. સલારિયા 1993થી સંયુક્ત અરબ અમીરાતમાં વસવાટ કરી રહ્યાં છે અને પરિવહન વ્યવસાય સાથે જોડાયેલા છે.

તેમણે કહ્યું કે, ફેસબુક અને યૂટ્યૂબ જેવી સોશિયલ નેટવર્કિંગ સાઇટો દ્વારા પાકિસ્તાનમાં સામાજિક કાર્યકર્તાઓ સુધી પહોંચ્યા, તેમનો સંપર્ક કર્યો અને પછી સંપૂર્ણ કાર્ય માટે આર્થિક મદદ કરી હતી.

ખલીજ ટાઇમ્સે સલારિયાના અહેવાલથી કહ્યું કે, પુલવામા ઘટના બાદથી ભારત અને પાકિસ્તાન વચ્ચે જ્યારે તણાવ ખુબજ હતો ત્યારે અમે આ ગરીબ ગામોમાં હેન્ડપંપ લગાવી રહ્યાં હતા.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news