ભારત સાથે સંબંધ સુધારવા માગે છે પાકિસ્તાન, વિદેશ મંત્રીને પત્ર લખી કહ્યું...

પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીએ ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરને એક પત્ર લખ્યો છે. જેમાં તેમણે ભારતના વિદેશ મંત્રી તરીકે તેમની પસંદગી પર શુભેચ્છાઓ પાઠવી છે. જયશંકરે ગત શુક્રવારે વિદેશ મંત્રી તરીકે પદભાર સંભાળ્યો હતો.

ભારત સાથે સંબંધ સુધારવા માગે છે પાકિસ્તાન, વિદેશ મંત્રીને પત્ર લખી કહ્યું...

નવી દિલ્હી: પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીએ ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરને એક પત્ર લખ્યો છે. જેમાં તેમણે ભારતના વિદેશ મંત્રી તરીકે તેમની પસંદગી પર શુભેચ્છાઓ પાઠવી છે. જયશંકરે ગત શુક્રવારે વિદેશ મંત્રી તરીકે પદભાર સંભાળ્યો હતો. તે પહેલા જયશંકર વિદેશ સચિવ હતા.

આ પત્રમાં કુરૈશીએ ભારત અને પાકિસ્તાન વચ્ચે વાતચીતની પણ વકીલાત કરી છે. ઉલ્લેખનીય છે કે, ગત 14મી ફેબ્રુઆરીએ પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા આતંકી હુમલા બાદ બંને દેશો વચ્ચે સંબંધોમાં તણાવ પેદા થયો હતો. આ હુમલાને પાતિસ્તાન સમર્થિત આતંકવાદી સમૂહ જૈશ-એ-મોહમ્મદે અંજામ આપ્યો હતો.

Lenin, Periyar, Mukherjee statues vandalised: PM Narendra Modi warns of crackdown

કુરૈશીનો આ પત્ર પાકિસ્તાની વિદેશ સચિવ સોહેલ મહમૂદના ઈદ પર ભારત પ્રવાસ બાદ તાત્કાલીક આવ્યો છે. સોહેલ મહમૂદે ઈદ પર દિલ્હીની ઐતિહાસિક જામા મસ્જિદમાં નમાજ અદા કરી હતી. પાકિસ્તાની વિદેશ મંત્રાલયએ સ્પષ્ટ કર્યું હતું કે, તેમની યાત્રા એક વ્યક્તિગત યાત્રા હતી અને પાક વિદેશ સચિવ અને કોઇપણ ભારતીય અધિકારી વચ્ચે કોઇ બેઠક નિર્ધારીત નહોતી.

અગાઉ ગુરુવારે, ભારતે જણાવ્યું હતું કે, આગામી અઠવાડિયે કિર્ગિઝિસ્તાનની રાજધાની બિશ્કેકમાં એસસીઓ શિખર સંમેલન કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાનખાન વચ્ચે કોઇ પ્રકારની દ્વિપક્ષીય બેઠકની યોજના નથી. જોકે, એવી સંભાવના હતી કે, ટેલીફોન પર બંને વડાપ્રધાન વચ્ચે થયેલી વાતચીતના થોડા દિવસ બાદ પાકિસ્તાનના વિદેશ સચિવ સોહેલ મહમૂદના ભારત આવવાનું કારણ મોદી અને ખાન વચ્ચે દ્વિપક્ષીય બેઠક હોઇ શકે છે.

Imran Khan to slap 'sin tax' on tobacco smokers in Pakistan

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે મીડિયા બ્રિફિંગમાં કહ્યું હતું કે, મારી જાણાકરી અનુસાર આપણા વડાપ્રધાન અને પાકિસ્તાનના વડાપ્રધાન વચ્ચે કોઇપણ દ્વિપક્ષીય બેઠક યોજાઇ નથી. જ્યારે તેમને સ્પષ્ટ પૂછવામાં આવ્યું હતું કે, શું તેઓ બિશ્કેકમાં મોદી-ખાનની બેઠકની સંભાવનાને સંપૂર્ણપણે નકારે છે? તો તેમણે કહ્યું હતું કે, બંને નેતાઓ વચ્ચે યોજાનારી બેઠક વિશે કોઇ જાણકારી નથી. પીએમ મોદી અને ઇમરાન ખાન 13-14 જૂનના શાંઘાઇ સહયોગ સંગઠન (એસસીઓ)ના શિખર સંમેલનમાં ભાગ લેશે.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news