નવી દિલ્હીઃ તમે વિદ્યાર્થી છો કે નોકરી શોધી રહ્યાં છો કે પછી નોકરી કરી રહ્યાં છો, તમને નિષ્ફળતા જરૂર મળતી હશે. આ બધાના જીવનમાં મુશ્કેલી ઉભી કરનાર અને નિરાશાવાદનું કારણ બને છે. પરંતુ સફળ લોકોનું કહેવું છે કે જે લોકો આગળ વધવાનો પ્રયાસ કરે છે, તેના માટે નિષ્ફળતા, સફળતાનું જ એક રૂપ છે, જે તેના જીવનમાં આવે છે અને આવશે જ, બસ આપણે સામનો કરવા માટે તૈયાર રહેવાની જરૂર છે. આજે અમે તમને દુનિયાભરમાં સફળતા પહેલા નિષ્ફળતાની 8 એવી પ્રસિદ્ધ કહાનીઓ જણાવી રહ્યાં છીએ, જે તમને આગળ વધવા માટે પ્રેરિત કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. જે.કે. રાઉલિંગ
ફેમસ હેરી પોટર નોવેલના રાઇટર જેકે રાઉલિંગ હાર્વર્ડમાં પોતાની સ્પીચ દરમિયાન નિષ્ફળતાનું મહત્વ અને મૂલ્યનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે 'હું એક મહાકાવ્ય તરીકે નિષ્ફળ રહી હતી. મારા નાની ઉંમરમાં લગ્ન થયા હતા, જે તૂટી ગયા અને હું બેરોજગાર હતી, મારા માતા-પિતાની સાથે હું આધુનિક બ્રિટનના સૌથી ગરીબ લોકોમાં સામેલ હતી. તે સમય સુધી મારા માતા-પિતાના મનમાં મારા માટે જે ડર હતો અને જે મેં કર્યું હતું બંને સમાપ્ત થઈ ગયા હતા. હું તે દરેક સામાન્ય માપદંડમાં સૌથી મોટી નિષ્ફળતા હતી જેને હું જાણતી હતી.' રાઉલિંગે કહ્યું કે આ નિષ્ફળતાથી મજબૂતી અને દ્રઢ નિશ્ચયીની સાથે બહાર આવવું જ તેની સફળતાની સૌથી મોટી ચાવી હતી. આ પરિસ્થિતિમાં પણ રાઉલિંગે હાર ન માની અને વિશ્વમાં પોતાની સફળતાની કહાની લખી.


આ પણ વાંચોઃ એક સમયે ગલીઓમાં ફરી માંગતા હતા ભીખ, આજે કરોડોની કંપનીના છે માલિક


2. સ્ટીવ જોબ્સ
આદે વિશ્વમાં સ્ટીવ જોબ્સને કોણ નથી જાણતું. ટેક્નોલોજીના ક્ષેત્રમાં વિશ્વની અંદર ક્રાંતિ લાવનાર એપની શરૂઆત એક ગેરેજમાં બે વ્યક્તિઓએ કરી હતી. આજે અબજો રૂપિયાની કંપનીમાં હજારો કર્મચારીઓ કામ કરે છે, પરંતુ શું તમે જાણો છો કે આ કંપનીને શરૂ કરનાર સ્ટીવ જોબ્સને તેની કંપનીએ કાઢી મૂક્યા હતા. આ દરમિયાન સમયે તેમને અહેસાસ કરાવ્યો કે પોતાના કામ માટે તેનું જનૂન નિષ્ફળતાની નિરાશાથી વધુ છે. નેક્સ્ટ અને પિક્સર જેવા ઉપક્રમોએ અંતે જોબ્સને એપલમાં ફરી સીઈઓની તે સ્થિતિમાં પરત લાવી દીધા. વર્ષ 2005માં જોબ્સે પોતાની સ્પીચમાં કહ્યું હતું કે- મેં ત્યારે તેને ન જોયું, પરંતુ મને ખ્યાલ છે કે એપલમાંથી કાઢવા મારા માટે સારી વાત રહી, જે મારી સાથે ગમે ત્યારે થઈ શકતી હતી. જો તમારી પણ નોકરી જતી રહે તો નિરાશ ન થાવ, પરંતુ તેનાથી બે ડગલાં આગળ વધવાનો પ્રયાસ કરો. 


3. બિલ ગેટ્સ
થોડા વર્ષ પહેલા સુધી વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિ બિલ ગેટ્સને બધા જાણે છે, તે હાર્વર્ડ ડ્રોપઆઉટ હતા. તેમણે પોતાના કરિયરની શરૂઆત ટ્રેફ-ઓ-ડેટા નામની એક બિઝનેસને કો-ઓનરશિપ કર્યું, જે સંપૂર્ણ રીતે નિષ્ફળ રહી હતી. પરંતુ કમ્પ્યૂટર પ્રોગ્રામિંગમાં તેમની સ્કિલ અને જુસ્સાએ આ નિષ્ફળતાને પ્રસિદ્ધ સોફ્ટવેર કંપની માઇક્રોસોફ્ટમાં પરિવર્તિત કરી. બિલ ગેટ્સ તે સમયે 31 વર્ષના હતા અને દુનિયાના સૌથી નાની ઉંમરના અબજોપતિ બન્યા. આ નિષ્ફળતા વિશે બિલ ગેટ્સે એક સ્પીચમાં કહ્યું હતું કે, સફળતાનો જશ્ન મનાવવો સારો છે પરંતુ નિષ્ફળતાની શીખ પર ધ્યાન આપવું વધુ મહત્વપૂર્ણ છે. 


4. આલ્બર્ટ આઇન્સ્ટાઇન
આઇન્સ્ટાઇન શબ્દ આજના સમયમાં જીનિયસનો પર્યાસ છે. શું તમને ખ્યાલ છે કે રિલેટિવિટીઃ ધ સ્પેશિયલ એન્ડ ધ જેનરલ થ્યોરીના જનક સ્વંય આલ્બર્ટ આઈન્સ્ટાઈન નવ વર્ષની ઉંમર સુધી ધારાપ્રવાહ નહોતા બોલી શકતા. તેમના વિદ્રોહી સ્વભાવને કારણે તેમને સ્કૂલમાંથી કાઢી મુકવામાં આવ્યા અને તેમને જ્યૂરિખ પોલિટેક્નિક સ્કૂલમાં પ્રવેશ આપવાની ના પાડી દેવામાં આવી. પરંતુ તેમની આ નિષ્ફળતાઓ તેમને 1921માં ભૌતિકશાસ્ત્રનો નોબેલ પુરસ્તાર જીતતા ન રોકી શકે. આઇન્સ્ટાઈનનું માનવું છે કે સફળતાની પ્રગતિમાં નિષ્ફળતા રહે છે. 


આ પણ વાંચોઃ વૈજ્ઞાનિકની નોકરી છોડી શરૂ કર્યું સમોસા સિંહ સ્ટાર્ટઅપ, આજે 45 કરોડનો કારોબાર


5.અબ્રાહમ લિંકન
અમેરિકાના સૌથી ફેમસ રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકન નિષ્ફળતાનું એક મોટુ ઉદાહરણ છે. 1831માં વેપારમાં નિષ્ફળ થવા, 1836માં એક નર્વસ બ્રેકડાઉનથી પીડિત, 1856માં રાષ્ટ્રપતિ પદની રેસમાંથી બહાર થયા બાદ પણ અબ્રાહમ લિંકન પોતાના માર્ગ પર મજબૂત રહ્યાં. લિંકને કહ્યુ કે મારી મોટી ચિંતા તે નથી કે તમે નિષ્ફળ થયા છો કે નહીં પરંતુ તે છે કે શું તમે તમારી નિષ્ફળતાથી સંતુષ્ટ છો. લિંકન 1861માં સંયુક્ત રાજ્ય અમેરિકાના 16માં રાષ્ટ્રપતિ બન્યા હતા. તેમને અમેરિકાના સૌથી પોપ્યુલર રાષ્ટ્રપતિ માનવામાં આવે છે. 


6. માઇકલ જોર્ડન
બાસ્કેટબોલ દિગ્ગજ પ્લેયર માઇકલ જોર્ડને નાઇકે કંપનીની એક જાહેરાતમાં કહ્યું કે, મેં મારા કરિયરમાં 9000થી વધુ શોટ ગુમાવ્યા છે. મેં લગભગ 300 ગેમ ગુમાવી છે. 26 વખત મારા પર ગેમ જીતનાર શોટ લેવા માટે વિશ્વાસ કરવામાં આવ્યો અને હું ચૂકી ગયો. હું જીવનમાં વારંવાર નિષ્ફળ થયો છું. પરંતુ તેનાથી આગળ વધ્યો એટલા માટે સફળ થયો. બધાને તે લાગે છે કે જોર્ડનનું બાસ્કેટબોલ સ્કિલ નેચરલ ટેલેન્ટ હતી, પરંતુ શું તમે જાણો છો કે પોતાના શરૂઆતી વર્ષોમાં જોર્ડનના બાસ્કેટબોલ કોચોને તે વાતની મુશ્કેલી વધુ હતી કે જોર્ડન પોતાની મિનિમમ ઉંચાઈ સુધી પહોંચી રહ્યો નથી. પરંતુ વર્ષોના પ્રયાસ, પ્રેક્ટિસ અને નિષ્ફળતાએ આ સિતારાને જન્મ આપ્યો. 


આ પણ વાંચોઃ 10 હજાર રૂપિયાથી શરૂઆત, આ રીતે ચંદુભાઈએ બાલાજી વેફર્સને બનાવી 10,000 કરોડની કંપની


7. સ્ટીવન સ્પીલબર્ગ
સ્ટીવન સ્પીલબર્ગને અત્યાર સુધીના સૌથી પ્રભાવશાળી ફિલ્મ નિર્માતાઓમાંથી એક માનવામાં આવે છે. તેમણે ઘણી વર્લ્ડ ફેમસ ફિલ્મો આવી, પરંતુ શું તમે જાણો છો કે સ્ટીવન સ્પીલબર્ગના હાઈ સ્કૂલમાં ખુબ ખરાબ ગ્રેડ હતા, જેનાથી તેમને દક્ષિણી કેલોફોર્નિયાની વિશ્વ વિદ્યાલયે ત્રણવાર નકારી દીધા હતા. જ્યારે તે કોલેજમાં હતા ત્યારે તેમની નજર યુનિવર્સલના અધિકારીઓ પર પડી, જેણે 1969માં એક ટીવી ડાયરેક્ટરના રૂપમાં સાઇન કર્યા હતા. સ્ટીવન સ્પીલબર્ગે પોતાની એક સ્પીચમાં કહ્યું કે, "જો હું વૃદ્ધ થઈ જાઉં તો પણ, હું જે ક્યારેય વૃદ્ધ થતો નથી, તે મને મારા જુસ્સા માટે ભૂખ્યો રાખે છે." આજની તારીખમાં, સ્પીલબર્ગે 51 ફિલ્મોનું દિગ્દર્શન કર્યું છે અને તેમને ત્રણ ઓસ્કાર એનાયત કરવામાં આવ્યા છે.


8. વોલ્ટ ડિઝ્ની
મિકી માઉસને વિશ્વમાં તમામ લોકો ઓળખે છે. તેના નિર્માતા વોલ્ટ ડિઝ્નીએ સેનામાં સામેલ થવાના નિષ્ફળ પ્રયાસમાં નાની ઉંમરમાં સ્કૂલ છોડી દીધી. ત્યારબાદ તેમણે એક લાઉ-ઓ-ગ્રામ સ્ટૂડિયો શરૂ કર્યો જે નિષ્ફળ રહ્યો અને દેવાળું ફુંકી દીધુ. અહીંથી નિકળ્યા બાદ તેમણે એક અખબાર જોઈન કર્યું, પરંતુ ત્યાં પણ તેમને કાઢી મૂકવામાં આવ્યા હતા. ત્યારબાદ વોલ્ટ ડિઝ્નીએ પોતાની મહેતન અને વિશ્વાસની મદદથી ડિઝ્ની સ્ટૂડિયો ઊભો કરી દીધો. વોલ્ટ ડિઝ્નીએ પોતાના ભાષણમાં કહ્યું કે આપણે વધુ પાછળ વળી જોતા નથી. આપણે આગળ વધતા રહીએ છીએ, નવા દરવાજા ખોલીએ છીએ અને નવી વસ્તુ કરીએ છીએ, કારણ કે આપણે જિજ્ઞાસુ છીઁ... અને જિજ્ઞાસા આપણે નવા રસ્તા પર લાવે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube