Quairading: ઓસ્ટ્રેલિયામાં એક શહેર છે જે ડોક્ટરોને વર્ષે આઠ લાખ ડોલર એટલે કે 6,56,00,490 રૂપિયા પગાર અને ચાર બેડરૂમનું ઘર રહેવા માટે ઓફર કરે છે. ઓસ્ટ્રેલિયાનું આ શહેર કવાયરડિંગ છે, જે પશ્ચિમી ઓસ્ટ્રેલિયાના વ્હિટબેલ્ટ ક્ષેત્રમાં આવેલું છે. અહીં પહોંચવા માટે પર્થ થી બે કલાક રોડ માર્ગે મુસાફરી કરવી પડે છે. અહીં સ્થાયી ડોક્ટર માટે ઘણા મહિનાઓથી શોધખોળ ચાલી રહી છે. તેમ છતાં અહીં કોઈ ડોક્ટર ન મળતા નગર પરિષદ એ નિર્ણય કર્યો છે કે અહીં આવનાર ડોક્ટરને 6.56 કરોડ રૂપિયાનું પેમેન્ટ કરવામાં આવશે. બસ તેને આ શહેરમાં આવીને કામ કરવું પડશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ શાનદાર સેલેરી સાથે ડોક્ટરને બોનસ અને ઇન્સેન્ટિવ પણ મળશે. જો કોઈ ડોક્ટર અહીં બે વર્ષ કે તેનાથી પણ વધારે સમય માટે રહેવાનો નિર્ણય કરે છે તો તેને વધારાના 9.94 લાખ રૂપિયા આપવામાં આવશે. સાથે જ કોઈ વ્યક્તિ પાંચ વર્ષ માટે અહીં કામ કરશે તો તેને 19 લાખ નું બોનસ મળશે. 


આ પણ વાંચો:


IRCTC આપી રહ્યું છે ઓછા ખર્ચે Dubai ફરવાની ઓફર, બુકીંગ માટે પડાપડી થાય તેવી છે ઓફર


Orissa Kelly છે દુનિયાની સૌથી Hot તીરંદાજ, પગથી લગાવે છે અચૂક નિશાન, જોતા રહી જશો...


જીન્સ પહેરી વિદ્યાર્થીની પહોંચી સ્કુલ, શિક્ષકે કર્યું 'એવું' કામ કે મચી ગયો હોબાળો


ઓસ્ટ્રેલિયા દેશના નાના નાના શહેરોમાં ડોક્ટરની અછત છે. આ જ કારણ છે કે કેટલાક શહેરોના ચિકિત્સા કેન્દ્ર પર તાળા જોવા મળે છે. જ્યારે ક્વેરાઇડીંગ ના પ્રેસિડેન્ટ પીટર્સ સ્મિથે કહ્યું હતું કે સમુદાયની આટલી મહત્વપૂર્ણ જવાબદારી માટે પરિષદ નિષ્ક્રિય નહીં રહે. તેમની પાસે કોઈ ડોક્ટર નથી, કોઈ મેડિકલ ક્લિનિક નથી, કોઈ કેમિસ્ટ નહીં.. આવું જ રહ્યું તો લોકોના મૃત્યુ શરૂ થઈ જશે.


તેના કારણે ડોક્ટરો માટે આકર્ષક નોકરીની ઓફર રજૂ કરવામાં આવી છે. રાષ્ટ્રીય આંકડા અનુસાર માત્ર 14% ઓસ્ટ્રેલિયાએ મેડિકલ છાત્ર એક સામાન્ય ચિકિત્સક તરીકે પોતાનું કરિયર શરૂ કરવા ઈચ્છે છે. તેમાંથી પણ માત્ર 4.5 ટકા નાનકડા શહેરોમાં કામ કરવા માટે તૈયાર છે.