ઘરના કોઈ ખૂણામાં પડ્યો હતો એક જૂનો સિક્કો! જાણો હવે હરાજી થઈ તો 21 કરોડમાં કેમ વેચાયો?
17th Century Coin Price: આજે 17મી સદીમાં બનાવવામાં આવેલા ચાંદીના સિક્કાની કિંમત શું હશે? જવાબ છે- રૂપિયા 21 કરોડથી વધુ. જી હા, માત્ર 1.1 ગ્રામ વજનના સિક્કા 2.5 મિલિયન ડોલર (અંદાજે 21.09 કરોડ રૂપિયા)માં હરાજી કરવામાં આવી છે.
Science News: 17મી સદીમાં બનાવવામાં આવેલો એક નાનો ચાંદીનો સિક્કો હાલમાં 2.5 મિલિયન ડોલરમાં વેચાયો છે. આ સિક્કાની સાઈઝ એક નિકલ જેટલી છે, તેનું વજન માત્ર 1.1 ગ્રામ છે, આજના માર્કેટમાં આ સિક્કાની કિંમત 1.03 ડૉલરથી વધુ નહીં હોય. આ સિક્કો 1652માં અમેરિકન રાજ્ય મેસેચ્યુસેટ્સના બોસ્ટનમાં બનાવવામાં આવ્યો હતો. આ સિક્કાની હરાજીએ અગાઉના વિશ્વ રેકોર્ડને પાછળ છોડી દીધો છે.
અગાઉ, અમેરિકન ક્રાંતિ પહેલા બનાવવામાં આવેલો એક સિક્કાની 646,250 ડોલરમાં હરાજી કરવામાં આવી હતી. આ 1792 માં યુએસ ટંકશાળની સ્થાપના પહેલાં જારી કરાયેલા કોઈપણ નોન-ગોલ્ડ યુએસ સિક્કા માટે ચૂકવવામાં આવતી આ સૌથી વધુ કિંમત છે. આશ્ચર્યની વાત એ છે કે કરોડો રૂપિયામાં વેચાતો આ સિક્કો 2016માં જૂના ડ્રોઅરમાંથી મળી આવ્યો હતો. કરોડો રૂપિયા આપીને આ સિક્કો કોણે ખરીદ્યો તેનો ખુલાસો થયો નથી.
ખુબ જ દુર્લભ છે તે વખતે બનાવવામાં આવેલા સિક્કા
બોસ્ટન ટંકશાળ 27 મે 1652 ના રોજ શરૂ કરવામાં આવી હતી. તે સમયે ઈંગ્લેન્ડ પોતાની કોલોનિયોમાં સોના અને ચાંદીના સિક્કા મોકલવા તૈયાર ન હતું. સ્મિથસોનિયનના અમેરિકન હિસ્ટ્રીના નેશનલ મ્યુઝિયમ મુજબ બોસ્ટનના અધિકારીઓએ જ્હોન હલ અને રોબર્ટ સેન્ડરસનને 1652માં ટંકશાળની સ્થાપના કરવાની પરવાનગી આપી હતી. ટૂંક સમયમાં જ બંનેએ બ્રિટિશ ક્રાઉનની સત્તાનો વિરોધ કરીને ચાંદીના સિક્કા બનાવવાનું શરૂ કર્યું. હરાજી થયેલો સિક્કો એ જમાનાનો એકમાત્ર સિક્કો છે જે કોઈ મ્યુઝિયમમાં નહોતો.
કોઈ પરિવારની વિરાસત છે આ સિક્કો
બોસ્ટન ટકશાળામાં બનાવવામાં આવેલા તમામ સિક્કા દુર્લભ છે. હરાજી થયેલો સિક્કો એક થ્રીપેંસ છે જે આજથી લગભગ છ વર્ષ પહેલા એમ્સ્ટરડેમમાં મળી આવ્યો હતો. માનવામાં આવે છે કે આ બોસ્ટનના કોઈ ક્વિન્સી પરિવારમાંથી આવ્યો છે. ન્યૂ ઇંગ્લેન્ડના રાજકીય રાજવંશમાં એબીગેઇલ એડમ્સનો સમાવેશ થાય છે, જેમના પતિ જ્હોન 1770 અને 1780ના દાયકામાં નેધરલેન્ડ્સમાં રાજદૂત હતા અને છેવટે યુનાઇટેડ સ્ટેટ્સના બીજા પ્રમુખ બન્યા હતા. એબીગેઇલના પરદાદા જ્હોન હલના સાવકા ભાઈ હતા, જેમણે આ સિક્કો બનાવ્યો હતો.