Timer in toilet: ચીનમાં યુનેસ્કો દ્વારા સૂચીબદ્ધ વિશ્વ ધરોધર સ્થળ યુગાંગ ગ્રોટોઝનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ છે. જોકે, અહીં લાગેલા ટોયલેટમાં સ્થાનિક સત્તાધિકારીઓએ કથિત રીતે ટાઈમર લગાવ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોટા સમાચાર; આ તારીખથી ચાર મહિના પ્રવાસીઓ માટે સિંહ દર્શન પર પ્રતિબંધ


સીએનએનની એક રિપોર્ટ અનુસાર, યુનેસ્કોના વિશ્વ ધરોહરમાં સામેલ યુગાંગ ગ્રોટોજ લોકોને ઘણા આકર્ષિત કરી રહ્યું છે કારણ કે અધિકારીઓએ મહિલાઓના શૌચાલયમાં કથિત રીતે ટાઈમર લગાવી દીધા છે. ટોયલેટમાં ટાઈમર લાગવાની વાત ત્યારે સામે આવી જ્યારે શાંક્સી પ્રાંતના દાતોંગ શહેરમાં બૌદ્ધ સ્થળ પર આવેલા એક પર્યટકે તેણે અજમાવ્યું અને વીડિયોને એક સરકારી સ્થાનિક સમાચાર પત્રને મોકલ્યું. આ વીડિયોમાં પ્રત્યેક ટોયલેટ એક ડિજિટલ ટાઈમર સાથે દેખાઈ રહ્યું છે.


આ ભાવે અમેરિકામાં વેચાય છે ગીરની કેસર કેરી, આ રીતે કેસર કેરી પહોંચે છે અમેરિકા


વાયરલ વીડિયોમાં દેખાય છે કે શૌચાલય ખાલી તા એલઈડી પર લીલા રંગમાં ખાલી હોવાનો સંકેત આપે છે, જ્યારે શૌચાલય ઉપયોગમાં હોય છે ત્યારે સ્ક્રીન પર મિનિટો અને સેકેન્ડોમાં ટાઈમર ચાલી રહ્યું હોય છે. સ્ક્રીન પર એવું પણ દેખાય છે કે શૌચાલય કેટલા સમયથી ઉપયોગમાં છે. 


રાહુલ ગાંધીની કુંડળીમાં પ્રધાનમંત્રી બનવાનો યોગ છે કે નહીં? જાણો શું કહે છે ગ્રહો...


યુંગાંગ ગ્રોટોજના એક સ્ટાફ સભ્યનું કહેવું છે કે આ વર્ષે 1 મેથી ટોયલેટ ટાઈમરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.


ઘણા લોકોએ સોશિયલ મીડિયા પર તેને લઈને સવાલ પણ ઉઠાવ્યા છે. લોકોનું કહેવું છે કે આ ટેકનીક માટે જેટલી રકમનો ઉપયોગ કરવામાં આવ્યો તે રકમમાં તો વધારાનું શૌચાલય યોગ્ય રીતે ખર્ચ કરીને બનાવી શકાતું હતું.


જુલાઈમાં શુક્ર દેવ બે વખત કરશે રાશિ પરિવર્તન, આ જાતકોનું ભાગ્ય ચમકશે, મળશે શુભ ફળ


Q1. ટોયલેટ ટાઈમર ક્યાં લગાવવામાં આવ્યા છે?
- ચીનમાં યૂનેસ્કો દ્વારા સૂચીબદ્ધ વિશ્વ ધરોહર સ્થળ યુંગાંગ ગ્રોટોમાં મહિલાઓના શૌચાલયમાં કથિત રીતે ટોયલેટ ટાઈમર લગાવવામાં આવ્યું છે.


Q2. યુંગાંગ ગ્રોટોઝ વિશે શું આપ જાણો છો?
- શાંક્સી પ્રાંતના ડાટોંગ શહેરમાં યુંગાંગ ગ્રોટોઝ પોતાની 252 ગુફાઓ અને 51,000 બુદ્ધ મૂર્તિઓ માટે પ્રસિદ્ધ છે.