Viral Video: આવનારો સમય રોબોટનો હશે અને એવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે રોબોટ વિના કોઈ કામ થશે પણ નહીં. નજીકના ભવિષ્યમાં રોબોટ હવે લોકોના જીવનનો અભિન્ન હિસ્સો બની જશે ત્યારે સોશિયલ મીડિયા પર હાલ એક અનોખી કારનો વીડિયો સામે આવ્યો છે જેને જોઈને તમે પણ વિચારમાં પડી જશો કે આ કાર છે કે રોબોટ? આ કાર ગણતરીના સમયમાં જ રોબોટ બનીને ચાલવા લાગે છે..તો આખરે કેવી છે આ રોબોટીક કાર.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કહેવાતી દારૂની મહેફિલમાં બબાલ: 3 PIની સરકારી ક્વાર્ટરમાં મારામારી, આખરે થયા સસ્પેન્ડ


ટેકનોલોજીનો વ્યાપ દિવસેને દિવસે વધી રહ્યો છે.ટેકનોલોજી વિના હવે આધુનિક મનુષ્યની કલ્પના કરવી પણ શક્ય નથી. રોબોટની વાત કરીએ તો આવનારો સમય હવે રોબોટનો હશે અને રોબોટ ટેકનોલોજીની દુનિયાનો અભિન્ન હિસ્સો બની જશે..એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે ભવિષ્યમાં રોબોટ વગર મનુષ્યનું કોઈ કામ નહીં થાય. ટેકનોલોજીકલ યુગમાં દરેક ક્ષેત્રમાં રોબોટનું મહત્વ વધી રહ્યું છે ત્યારે ઓટોમોબાઈલ ક્ષેત્રમાં પણ રોબોટ પગપસેરો કરી રહ્યા છે..


ભાવનગર, ભરૂચ અને ભાજપ પર AAPનો જુગાર: ગુજરાતમાં આપ એક તીરથી 2 'મનસુખ'ને વિંધશે


તમે ઘણી કાર તેમજ અનોખા વાહનો જોયા હશે. લોકો તેમની પસંદગી મુજબ વાહનોને મોડીફાઈડ કરાવતા હોય છે. પણ શું તમે ક્યારેય એવી કાર જોઈ છે કે જે પળવારમાં જ રોબોટ બની જાય? લાઈટિંગવાળી આ કારને જોઈને તમને થતું હશે કે આ કોઈ રમકડાની કાર હશે. જુઓ આ ચમચમતી કાર કેવી રીતે ગણતરીના સમયમાં જ રોબોટ બની જાય છે એટલે કે આ કારમાં તમે કાર તેમજ રોબોટ બંનેની મજા માણી શકો છો. આ કાર સુરક્ષાની દ્રષ્ટિએ પણ સુરક્ષિત માનવામાં આવે છે.


એવુ તો શું થયુ છે કે ગુજરાતના 30 હજાર મકાન માલિકોને તંત્રએ આપી નોટિસ, ખાલી કરવુ પડશે


જો કોઈ દુશ્મન કે કોઈ લુંટારું આ કારની સામે આવી જાય તો તમે તેને સરળતાથી ભગાડી શકો છો. ગણતરીના સમયમાં જ આ કાર એવું રૂપ ધારણ કરી લે છે કે જેને જોઈને જ ભલભલા લોકો ડરી જાય.. જો તમે આ કારને નીકળશો તો તમારે બોડીગાર્ડની જરુર નહીં પડે. આ વીડિયો જોઈને તમે અંદાજો લગાવી શકો છો કે રોબોટને લીધે કેવી રીતે લોકોનું જીવન બદલાઈ જશે. આ રોબોટીક કાર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનું ઉત્તમ ઉદાહરણ છે. આ કારને તુર્કીની લેટ્રોન્સ નામની કંપનીએ બનાવી છે. જો કે હાલ આ કાર માર્કેટમાં આવી નથી પણ  સોશિયલ મીડિયા પર લોકોને આ કારની ડિઝાઈન ખુબ પસંદ આવી રહી છે અને લોકો હવે આ કારની આતુરતાથી રાહ પણ જોઈ રહ્યા છે..


એક વાયરલ વીડિયોના કારણે ખેડામા ત્રણ PIની નોકરી ખતરામાં! ગુજરાત પોલીસની આબરૂના ધજાગરા