અફઘાનિસ્તાનની બહાદુર દીકરી, માતા-પિતાની હત્યા બાદ AK-47 હાથમાં લઈ આતંકીઓ પર તૂટી પડી
અફઘાનિસ્તાનમાં એક 16 વર્ષની બહાદુર છોકરીના પરાક્રમે દુનિયાને સ્તબ્ધ કરી દીધી છે. તાલિબાની આતંકીઓએ આ છોકરીની સામે જ તેના માતા પિતાની હત્યા કરી નાખી તો છોકરીએ આતંકીઓ પર વળતો પ્રહાર કર્યો અને બે તાલિબાની આતંકીઓનો ખાતમો કરી નાખ્યો. આ ઘટનાક્રમ ગત અઠવાડિયાનો છે જ્યારે સરકારની મદદ કરવા બદલ નારાજ થયેલા આતંકી તેના પિતાને પાઠ ભણાવવા માટે ઘોર પ્રાંત સ્થિત તેમના ઘરે પહોંચ્યા હતાં.
કાબુલ: અફઘાનિસ્તાનમાં એક 16 વર્ષની બહાદુર છોકરીના પરાક્રમે દુનિયાને સ્તબ્ધ કરી દીધી છે. તાલિબાની આતંકીઓએ આ છોકરીની સામે જ તેના માતા પિતાની હત્યા કરી નાખી તો છોકરીએ આતંકીઓ પર વળતો પ્રહાર કર્યો અને બે તાલિબાની આતંકીઓનો ખાતમો કરી નાખ્યો. આ ઘટનાક્રમ ગત અઠવાડિયાનો છે જ્યારે સરકારની મદદ કરવા બદલ નારાજ થયેલા આતંકી તેના પિતાને પાઠ ભણાવવા માટે ઘોર પ્રાંત સ્થિત તેમના ઘરે પહોંચ્યા હતાં.
સગીરાએ જ્યારે હથિયાર હાથમાં લીધુ તો અનેક તાલિબાની આતંકીઓ ઘાયલ થયા અને જીવ બચાવવા ભાગવા માંડ્યા હતાં. સ્થાનિક પોલીસ અધિકારીએ જણાવ્યું કે તાલિબાનના નિશાના પર ફક્ત ગામના પ્રધાન અને છોકરીના પિતા હતાં. હુમલા દરમિયાન કમર ગુલ ઘરમાં હતી અને માતા પિતાને મરતા જોઈને તેણે AK-47 ઉઠાવીને ફાયરિંગ શરૂ કરી દીધુ. કમર ગુલની બહાદુરીના ચર્ચા હવે દુનિયાભરમાં થઈ રહ્યાં છે.
2 ચીની નાગરિક પર કોરોનાની રસીના રિસર્ચની ચોરીનો ગંભીર આરોપ, અમેરિકાએ કરી કાર્યવાહી
ગુલના હુમલાથી ધૂંધવાયેલા તાલિબાની આતંકીઓનું એક જૂથ ફરીથી હુમલા માટે ગામ પહોંચ્યો તો ગ્રામીણોએ સરકાર સમર્થક હથિયારધારી લોકોની મદદથી તેમને ભાગવા માટે મજબૂર કરી દીધા. પ્રાંતના ગવર્નરના પ્રવક્તા મોહમ્મદ આરિફ અબરના જણાવ્યાં મુજબ ત્યારબાદ અફઘાન સુરક્ષા દળ ગુલ અને તેના ભાઈને સુરક્ષિત સ્થળે લઈ ગયાં. ઘટનાક્રમનો ખુલાસો થતા જ ગુલ ખુબ જ ઓછા સમયમાં સોશિયલ મીડિયા સ્ટાર બની ગઈ. આ બધા વચ્ચે મશીન ગન ઉઠાવતી ગુલની એક તસવીર પણ વાયરલ થઈ છે.
જુઓ LIVE TV
લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube