કંધાર: અફઘાનિસ્તાનમાં 20 વર્ષ બાદ વાપસી કરનાર તાલિબાન પોતાને બદલાયેલુ તાલિબાન હોવાનો દાવો કરે છે પરંતુ સચ્ચાઈ બિલકુલ અલગ છે. હવે તેના જુલ્મની ખૌફનાક તસવીરો સામે આવી રહી છે. તાલિબાનની હેવાનિયતનો એક નવો વીડિયો સામે આવ્યો છે. જેમાં ચોપરથી એક વ્યક્તિ લટકતો જોઈ શકાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમેરિકી હેલિકોપ્ટરથી જ અમેરિકી નાગરિકને લટકાવ્યો
અફઘાનિસ્તાનના કંધારમાં તાલિબાનીએ હેવાનિયતની તમામ હદો પાર કરી નાખી. અમેરિકી ટ્રાન્સલેટરને ઉડતા હેલિકોપ્ટરથી લટકાવી દીધો. રિપોર્ટ્સ મુજબ જે હેલિકોપ્ટરથી વ્યક્તિને લટકાવ્યો તે યુએચ-60 બ્લેક હોક ચોપર હતું. આ ચોપર અમેરિકાએ અફઘાનિસ્તાનની સેનાને આપ્યું હતું. 


તાલિબાનીઓએ મનાવ્યો જશ્ન
તાલિબાનના પ્રવક્તા જબીઉલ્લાહ મુજાહિદે અમેરિકી સૈનિકોની વિદાયને અફઘાનિસ્તાનની આઝાદી સાથે જોડી અને કહ્યું કે આજે દેશ સંપૂર્ણ રીતે આઝાદ થઈ ગયો. પરંતુ આ બધા વચ્ચે જ્યારે કાબુલ એરપોર્ટ તાલિબાનના કબજામાં આવી ગયું તો તાલિબાની આતંકીઓએ ડરામણો જશ્ન મનાવ્યો. આતંકીઓએ હવામાં ફાયરિંગ કર્યું અને અનેક રોકેટ છોડ્યા. તાલિબાનના આ ફાયરિંગથી કાબુલના લોકો દહેશતમાં આવી ગયા. તાલિબાને કહ્યું કે આ કોઈ હુમલો નથી પરંતુ અમેરિકાના ગયા બાદ જશ્નમાં ફાયરિંગ થઈ રહ્યુ છે. 


મધરાતે US એ અફઘાનિસ્તાન છોડતા જ ખુશીમાં પાગલ થઈ ગયા તાલિબાનીઓ, ધડાધડ ફાયરિંગ, આતશબાજીથી મનાવ્યો જશ્ન


Afghanistan: ડેડલાઈન પહેલા જ અમેરિકાએ અફઘાનિસ્તાન છોડી દીધુ, છેલ્લા વિમાને કાબુલથી ભરી ઉડાન


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube