Modi સરકારની આ કડક કાર્યવાહીથી બ્રિટનના હોશ ઉડી ગયા, કોરોના રસી સર્ટિફિકેટ પર બદલાયા સૂર
કોરોના રસી સર્ટિફિકેટ પર બ્રિટનના વલણ વિરુદ્ધ ભારતે જે પગલું ભર્યું તેનાથી હવે બોરિસ જ્હોન્સન સરકાર આઘાતમાં સરી પડી છે.
નવી દિલ્હી: કોરોના રસી સર્ટિફિકેટ પર બ્રિટનના વલણ વિરુદ્ધ ભારતે જે પગલું ભર્યું તેનાથી હવે બોરિસ જ્હોન્સન સરકાર આઘાતમાં સરી પડી છે. ભારતમાં બ્રિટિશ ઉચ્ચાયોગના પ્રવક્તાનું હવે એવું કહેવું છે કે અમે ભારતીય કોરોના રસી સર્ટિફિકેટને માન્યતા આપવા માટે મોદી સરકારને ટેક્નિકલ સહયોગ ચાલુ રાખીશું. વાત જાણે એમ છે કે બ્રિટનના મિજાજમાં આ ફેરફાર ભારતના કડક પગલા બાદ આવ્યો છે. જે હેઠળ યુકેથી આવતા મુસાફરો માટે 10 દિવસનો ક્વોરન્ટાઈન પીરિયડ જરૂરી કરવામાં આવ્યો છે.
ભારતે પહેલા પણ આપી હતી ચેતવણી
બ્રિટને ભારતના કોરોના રસી સર્ટિફિકેટને હજુ પણ માન્યતા આપી નથી જેના પર જવાબી કાર્યવાહી કરતા મોદી સરકારે જાહેરાત કરી કે બ્રિટનથી આવતા લોકોએ ભારતમાં 10 દિવસ સુધી ક્વોરન્ટાઈનમાં રહેવું પડશે. આ અગાઉ બ્રિટને ભારતના લગાવવામાં આવતી કોવિશીલ્ડ કોરોના રસીને મંજૂરી પ્રાપ્ત રસીની યાદીમાંથી બાકાત રાખી હતી, જેના પર ભારતે તેને કડક કાર્યવાહીની ચેતવણી આપી હતી. ત્યારબાદ બ્રિટિશ સરકારે રસીને મંજૂરી તો આપી પરંતુ ટેક્નિકલ પેચ ફસાવી દઈને સર્ટિફિકેટ પર સવાલ ઉઠાવ્યા.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube