ટોરન્ટો: અમેરિકા બાદ હવે કેનેડામાં પણ રહસ્યમય બીજના પેકેટ મળી રહ્યાં છે જેને જોઈને એવું લાગે છે કે તે ચીનથી મોકલાયા છે. કેનેડિયન ફૂડ ઈન્સ્પેક્શન એજન્સીએ કેનેડાના લોકોને ચેતવણી આપી છે કે આ બીજનો ઉપયોગ ન કરે. એજન્સીએ એક સ્ટેટમેન્ટમાં કહ્યું છે કે આ બીજમાં કોઈ હુમલાખોર નસ્લ હોઈ શકે છે અને તે ખેતી અને પ્રાકૃતિક ક્ષેત્રો માટે નુકસાનકારક બની શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

CFIAએ સ્ટેટમેન્ટમાં કહ્યું છે કે 'અજ્ઞાત મૂળના બીજને વાવો નહીં.' અનાધિકૃત બીજ હુમલાખોર નસ્લના હોઈ શકે છે કે પછી તેમાં છોડને ખાઈ જનારા કીટ હોઈ શકે છે. જેને કેનેડામાં ઉપયોગ કરવાથી હાનિકારક થઈ શકે છે. ઓન્ટેરિયો પ્રોવિન્શિયલ પોલીસે પોતાની ટ્વિટમાં કહ્યું કે આ બીજ કાં તો ચીનથી મોકલવામાં આવ્યાં છે અથવા તો તાઈવાનથી. 


CFIAએ નિર્દેશ જાહેર કર્યા છે કે જે પણ વ્યક્તિ આ બીજ લે તે તરત જ રિજિયોનલ કાર્યાલયમાં આ અંગે જાણ કરે. આ સાથે જ કહેવાયું છે કે આ પેકેજ ત્યાં સુધી તમારી પાસે રાખો જ્યાં સુધી ઈન્સ્પેક્ટર તમારો સંપર્ક ન કરી લે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચરે પણ આવી જ એક ચેતવણી બહાર પાડી છે અને કહ્યું છે કે તેઓ માને છે કે આ બીજ કોઈ 'બ્રશીંગ સ્કેમ'નો ભાગ છે. જેમાં એક વિક્રેતા કોઈ પણ સસ્તી પ્રોડક્ટ કે ખાલી બોક્સ મોકલે છે અને આ ડિલિવરીની સૂચનાથી કંપની ફેક રિવ્યૂ બનાવે છે જેના દ્વારા તેઓ ઈ કોમર્સ સાઈટ્સ પર પોતાના રેટિંગ વધારે છે. 


લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube