કાબુલ: તાલિબાન (Taliban) એ અત્યાર સુધી પોતાના કબજામાંથી બચેલા પંજશીર પ્રાંત (Panjshir valley) ને જીતવા માટે અભિયાન શરૂ કરી દીધું છે. તેના લડાકુએ અહમદ મસૂદ અને અમરૂલ્લા સાલેહને સરેંડર કરવા અથવા અંજામ ભોગવવાની ચેતવણી આપી છે. તો બીજી તરફ અહમદ મસૂદ (Ahmad Massoud) એ કહ્યું કે તે પોતાના આધીન આવનાર વિસ્તારોને તાલિબાનને સરેન્ડર કરીશું નહી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશમાં ઇચ્છીએ છીએ- જુલી સરકાર'
દુબઇ આધારિત અલ-અરબિયા ચેનલ સાથે વાત કરતાં અહમદ મસૂદ (Ahmad Massoud) એ કહ્યું કે તે દેશમાં એક સમગ્ર સરકાર ઇચ્છીએ છીએ. જેમાં તાલિબાન સહિત અન્ય પક્ષોની પણ ભાગીદારી હોય. તેના માટે તાલિબાનને તમામ પક્ષો સાથે વાતચીત કરવી પડશે. અહમદ મસૂદે ચેતાવણી આપી છે કે જો તાલિબાનની વાતચીતની ઓફરને નકારી કાઢી તો ફરી તેને ભિડંત થવી નક્કી છે.  

બાઇડેનને મારવા માંગતું હતું અલકાયદા, લાદેને આપી ન હતી પરવાનગી, આ હતું કારણ


અહમદ શાહ મસૂદે પુત્રને લલકાર્યો
તમને જણાવી દઇએ કે અહમદ મસૂદ (Ahmad Massoud) પંજશીર (Panjshir valley) ના શેર કહેવાતા અહમદ શાહ મસૂદના પુત્ર છે. અહમદ શાહ મસૂદની લગભગ 20 પહેલાં અલકાયદા અને તાલિબાને બોમ્બ વિસ્ફોટમાં હત્યા કરી દીધી હતી. આખા દેશ પર તાલિબાનના કબજા બાદ હવે ફક્ત અહમદ મસૂદના નેતૃત્વવાળા પંજશીર પ્રાંત જ તેના પંજામાંથી આબાદ બચ્યું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube