બાઇડેનને મારવા માંગતું હતું અલકાયદા, લાદેને આપી ન હતી પરવાનગી, આ હતું કારણ
અમેરિકી (US) મીડિયા રિપોર્ટ્સ અનુસાર આતંકવાદી ઓસામા બિન લાદેને 2010 દરમિયાન પોતાના માણસોને એક પત્ર લખ્યો હતો જેમાં બાઇડેનના રાષ્ટ્રપતિ બનવાનો ઉલ્લેખ કર્યો હતો.
Trending Photos
નવી દિલ્હી: અફઘાનિસ્તાન (Afghanistan) ની સ્થિતિને લઇને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન (Joe Biden) ની મુશ્કેલીઓ વધતી જાય છે. બાઇડેનના જૂના રાજકીય સફરને લઇને થઇ રહેલા ખુલાસા દરમિયાન ફરી એકવાર ઓસામા બિન લાદેન (Osama Bin Laden) નો ઉલ્લેખ સામે આવતા તેમની રાજકીય સમજ પર સવાલ ઉઠી રહ્યા છે.
મોકો શોધી રહ્યું હતું અલકાયદા
અમેરિકી (US) મીડિયા રિપોર્ટ્સ અનુસાર આતંકવાદી ઓસામા બિન લાદેને 2010 દરમિયાન પોતાના માણસોને એક પત્ર લખ્યો હતો જેમાં બાઇડેનના રાષ્ટ્રપતિ બનવાનો ઉલ્લેખ કર્યો હતો. તે પત્રના અનુસાર ઓસામાનું માનવું હતું કે બાઇડન એક અયોગ્ય રાષ્ટ્રપતિ સાબિત થશે. જેનો ફાયદો તેના આતંકવાદી સંગઠનને મળશે.
લાદેને બાઇડેનની હત્યા કરતાં અટકાવ્યા?
3 મે 2012 ને અમેરિકી ન્યૂઝ ચેનલ એબીસીની વેબસાઇટમાં પ્રકાશિત સમાચાર અનુસાર આ પત્રમાં ઓસામ બિન લાદેનને અલકાયદાના લડાકુને કહ્યું હતું કે તે ઓબામાની હત્યાનો પ્લાન બનાવે પરંતુ બાઇડેન પર હુમલો ન કરે કારણ કે તે રાષ્ટ્રપતિ પદ માટે સંપૂર્ણ રીતે તૈયાર નથી. ઓસામા બિન લાદેનને ત્યારથી લાગતું હતું કે ઓબામાની હત્યા બાદ જો બાઇડેન અમેરિકન રાષ્ટ્રપતિ બનશે તો તે અલકાયદા માટે શાનદાર તક હશે.
સમાચારોના અનુસાર અલકાયદાના કેટલાક આતંકવાદી અમેરિકાને પાઠ ભણાવવા માટે જો બાઇડેનને મારવા માંગતા હતા પરંતુ ઓસામાએ આમ કરવા ન દીધુંલ જોકે ઓસામાનું માનવું હતું કે બાઇડેન પાસે સરકાર ચલાવવાની કાબિલિયત નથી તો તે મુશ્કેલ સ્થિતિમાં પોતાનો દેશ સંભાળી શકશે નહી. એટલે બાઇડેનના રાષ્ટ્રપતિ બનતાં પહેલાં અમેરિકા સંકટમાં આવી જશે. એટલા માટે આપણા લડાકુ જે બાઇડેનને ટાર્ગેટ ન બનાવે.
જૂના ખુલાસાથી મચ્યું ઘમાસન
જાણકારી અનુસાર આ પત્ર પર મે 2010 ની તારીખ લખવામાં આવી છે. લાદેને 48 પાનાની ડાયરીના 36મા પાના પર લખ્યું હતું કે હુમલો કરવા માટે 2 ટુકડી તૈયાર કરવા માંગે છે. જેની એક યૂનિટ પાકિસ્તાનમાં તો બીજી તરફ અફઘાનિસ્તાનમાં હશે. એવામાં લાદેનની ચિઠ્ઠીએ એકવાર ફરી બાઇડેનના રાજકારણ સમજણ પર સવાલ ઉઠી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે