લંડનઃ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) આધારિત નવી પદ્ધતિ છાતીનો સામાન્ય એક્સ-રે (X-Ray) પાડવાનો સમય તો ઘટાડશે જ, સાથે-સાથે નિદાન પદ્ધતિમાં સચોટતા વધારશે. ગંભીર પ્રકારના રોગોની સ્થિતિમાં નિદાનમાં જે 11 દિવસ જેટલો સમય લાગે છે, તેને ઘટાડીને 3 દિવસનો કરી નાખશે. લંડનમાં તાજેતરમાં જ સંશોધકો દ્વારા આ પદ્ધતિ પર કામ હાથ ધરાયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યુનિવર્સિટી ઓફ વોરવિકના પ્રોફેસર ગિઓવાની મોન્ટાનાની સંશોધક ટીમે જોયું કે, છાતીના સામાન્ય રેડિયોગ્રાફમાં પોઝિટિવ અનુમાન 73 ટકા સાચું હોય છે અને નેગેટિવ અનુમાન 99 ટકા સાચું ઠરે છે. આથી છાતીના સામાન્ય રેડિયોગ્રાફમાં જો ગંભીર પ્રકારની બિમારી શોધવી હોય તો તેના માટે સામાન્ય પ્રેક્ટિકસ કરતા રેડિયોલોજિસ્ટના બદલે એક વિશેષ નિષ્ણાતનો સંપર્ક કરવો પડે છે. 


સવારે ઉઠતા જ ખાલી પેટે પીઓ પાણી, થશે આ 6 જબરદસ્ત ફાયદા


પ્રોફેસર મોન્ટાનાએ જણાવ્યું કે, "આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત ઈમેજિંગ અને તેનું રિપોર્ટિંગ એક્સ રે વિભાગના કામનું ભારણ ઘટાડશે અને કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો કરશે."


આ 5 કારણોથી રહે છે કેન્સરનું સૌથી વધુ જોખમ, જાણો કેવી રીતે બચી શકો


રેડિયોલોજી જર્નલમાં પ્રકાશિત તેમના પત્રમાં પ્રોફેસર મોન્ટાનાએ લખ્યું છે કે, "કમ્પ્યૂટર વિઝન આધારિત ગણતરીના વૈકલ્પિક મોડેલનો ઉપયોગ કરવામાં આવે તો તેનું પરિણામ વધુ સારું આવે છે. તે સામાન્ય એક્સ-રેના અભ્યાસમાં અને તેની મદદથી બિમારીનું નિદાન કરવામાં જે સમય લાગે છે તે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત પદ્ધતિમાં ઘટી જશે."


સંશોધકોએ વધુમાં જણાવ્યું કે, "આ ટેક્નોલોજીનો ઉપયોગ અન્ય ઈમેજિંગ પદ્ધતિ જેમ કે એમઆરઆઈ અને સીટી સ્કેનમાં પણ કરી શકાય છે."


હેલ્થ અંગના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...