સવારે ઉઠતા જ ખાલી પેટે પીઓ પાણી, થશે આ 6 જબરદસ્ત ફાયદા
Trending Photos
આપણે જાણીએ છીએ કે શરીરમાં પાણીનું પ્રમાણ સૌથી વધુ હોય છે. લગભગ 70 ટકા પાણી હોય છે આપણા શરીરમાં. પાણી પીવાથી જ શરીર હાઈડ્રેટ અને ત્વચા હેલ્ધી રહે છે. પાણી પીવાના અનેક સ્વાસ્થ્યવર્ધક ફાયદા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે સવારે ઉઠીને ખાલી પેટે પાણી પીવાથી અઢળક ફાયદા થાય છે? તમને જણાવીએ કે સવારે ખાલી પેટે પાણી પીવાથી પાચનમાં સુધાર, ઉર્જામાં વધારો થાય છે. બીજા કયા કયા લાભ થાય છે તે જાણીએ.
લોહીનું શુદ્ધિકરણ કરે
ખાલી પેટે પાણી પીવાથી કોલનની સફાઈ થાય છે. તેનાથી પોષક તત્વો અવશોષિત થાય છે. શરીરમાં હાજર ઝેરી પદાર્થો બહાર નીકળે છે. લોહી શુદ્ધ થાય છે.
ઈમ્યુનિટી સિસ્ટમ બુસ્ટ થાય છે
આખા શરીરના સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે પાણી ખુબ જરૂરી છે. પાણી શરીરમાં ફ્લુઈડ બેલેન્સને જાળવી રાખવામાં મદદ કરે છે. ખાલી પેટે પાણી પીવાથી ઈમ્યુનિટી સિસ્ટમ મજબુત થાય છે. ઈમ્યુન સિસ્ટમ મજબુત થવાથી અનેક રોગોથી બચી શકાય છે. ઈન્ફેક્શન સામે પણ લડવામાં મદદ મળે છે.
મેટાબોલિઝમ રેટ સુધરે છે
નિયમિત ખાલી પેટે પાણી પીવાથી મેટાબોલિઝમ એક્ટિવ રહે છે. જે લોકો ડાઈટિંગ કરે છે તેઓ જો ખાલી પેટે પાણી પીવે તો તેનાથી ડાયેટને પ્રોત્સાહન મળે છે. આવું એટલા માટે કારણ કે તે મેટાબોલિઝમ રેટને લગભગ 25 ટકા સુધી વધારવામાં મદદ કરે છે.
ભૂખ વધારે છે
પાણીથી આંતરડાની સફાઈ થાય છે. જ્યારે તમે ખાલી પેટે પાણી પીવો છો ત્યારે તેનાથી સવારે ભૂખ ઉઘડે છે. તમને નાશ્તો કરવાનું મન થાય છે. આ સાથે જ ગળા, માસિક ધર્મ, આંખો, પેશાબ અને કિડની સંબંધી અનેક સમસ્યાઓથી દૂર રહેવાય છે.
નવી કોશિકાઓનું નિર્માણ
ખાલી પેટ પાણી પીવાથી સક્રિય રહેવાય છે. નવી કોશિકાઓનું નિર્માણ થાય છે. માંસપેશીઓ મજબુત થાય છે. રેડ બ્લડ સેલ્સને વધારે છે જેનાથી વધુ ઓક્સિજનની પૂર્તિ થાય છે. આવામાં શરીરને ઉર્જા મેળવવામાં મદદ મળશે.
મળ ત્યાગમાં સરળતા
ખાલી પેટે પાણી પીવાથી પાચન તંત્રને વિનિયમિત કરવામાં મદદ મળે છે. વધુ પ્રમાણમાં પાણી પીવાથી મળ ત્યાગ કરવામાં સરળતા રહે છે. જે લોકો સવારે ઊઠીને ખાલી પેટે પાણી પીવે છે તેમને કબજિયાતની ફરિયાદ રહેતી નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે