કાબુલ(અફઘાનિસ્તાન): આંતરરાષ્ટ્રીય સેનાઓ દ્વારા અફઘાનિસ્તાનના ઉત્તરમાં આવેલા કુન્દુઝ શહેર પર ગયા અઠવાડિયા કરવામાં આવેલા એક હવાઈ હુમલામાં 13 નાગરિકોનાં મોત થયા હતા, જેમાં મોટાભાગના નાગરિકો હતો, સંયુક્ત રાષ્ટ્રએ સોમવારે આ માહિતી આપી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શુક્રવાર અને શનિવાર વચ્ચેની મધ્ય રાત્રીએ તાલિબાનો સામેની લડાઈમાં ચાલી રહેલા એક ઓપરેશન દરમિયાન આ હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો. અફઘિનિસ્તામાં સંયુક્ત રાષ્ટ્રના મિશન દ્વારા જણાવ્યું કે, 'પ્રાથમિક માહિતી મુજબ જે કુલ મોત થયા છે તેમાંથી 10 બાળકો છે. જેઓ દેશમાં અન્ય સ્થળે લડાઈ ચાલતી હોવાને કારણે સ્થળાંતર કરીને અહીં આવ્યા હતા.'


તાલિબાનો સામેના સંઘર્ષમાં આંતરરાષ્ટ્રીય સંગઠનને અમેરિકાની સેના જ હવાઈ ટેકો આપે છે. નાટોના પ્રવક્તાએ જણાવ્યું કે, તેમના દ્વારા આ દાવા અંગે તપાસ કરવામાં આવી રહી છે. કુન્દુઝની નગરપાલિકાના સભ્ય મોહમ્મદ નસરતયારે જણાવ્યું કે, 'જેમનાં મોત થયા છે તે દશ્તે-આર્ચિ જિલ્લામાંથી તાજેતરમાં જ સ્થળાંતર કરીને અહીં આવ્યા હતા. આ હુમલામાં ત્રણ બાળકો પણ ગંભીર રીતે ઘાયલ થયા છે.'


જાણો કેમ... આ છે દુનિયાનો સૌથી સુખી દેશ


સંયુક્ત રાષ્ટ્રોના રિપોર્ટ મુજબ અફઘાનિસ્તાનમાં ચાલી રહેલા આંતરિક સંઘર્ષમાં અગાઉના વર્ષોની સરખામણીએ વર્ષ 2018માં સૌથી વધુ નાગરિકોનાં મોત થયા છે. મોટાભાગના મોત તાલિબાન અથવા ઈસ્લામિક સ્ટેટના આતંકવાદીઓ દ્વારા નાગરિકોને કેન્દ્રમાં રાખીને કરવામાં આવેલા આત્મઘાતી હુમલામાં થયા છે. આ ઉપરાંત અમેરિકા અને અફઘાન સેના દ્વારા તાલિબાનોનો સફાયો કરવા માટે જે હવાઈ હુમલા કરાયા છે તેમાં 500થી વધુ નાગરિકોનાં મોત થયા છે. 


પાકિસ્તાન નમ્યું, હિન્દુ છોકરીઓને ધર્મ પરિવર્તન કરાવનાર મૌલવીની ધરપકડ


સંયુક્ત રાષ્ટ્રોના રિપોર્ટ મુજબ, છેલ્લા એક દાયકામાં અફઘાનિસ્તાનના સંઘર્ષમાં 32,000 નાગરિકોનાં મોત થયા છે અને 60,000થી વધુ લોકો ઘાયલ થયા છે. કુન્દુઝમાં સૌથી વધુ હવાઈ હુમલાની ઘટના બની છે. ગયા વર્ષે એપ્રિલમાં દશ્તે આર્ચીમાં થયેલા એક ધાર્મિક મેળાવડા દરમિયાન કરાયેલા હવાઈ હુમલામાં 107થી વધુ લોકોનાં મોત થયા હતા અને તેમાં મોટાભાગના બાળકો હતા. વર્ષ 2015માં અમેરિકાએ મેડિસિન્સ સેન્સ ફ્રન્ટિયર્સ હોસ્પિટલ પર કરવામાં આવેલા હવાઈ હુમલા અને ત્યાર બાદ આ વિસ્તારમાં થયેલી ભારે ગોળીબારીની ઘટનામાં 42 નાગરિકોનાં મોત થયા હતા, જેમાંથી 24 દર્દી હતા અને 14 એનજીઓના સભ્યો હતો. 


દુનિયાના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...