ઘરમાં જો નસકોરા બોલાવવાની કોઈને આદત હોય તો તેની બાજુમાં સૂઈ જવું મુશ્કેલ બની જતું હોય છે. મુસાફરીમાં પણ કોઈ જો નસકોરા બોલાવતા નજરે ચડે તો હેરાનગતિ થતી જોવા મળે છે. પરંતુ શું તમે એવું સાંભળ્યું છે કે નસકોરા બોલાવશો તો પૈસા મળશે? સાંભળવામાં અજીબ લાગશે પરંતુ જો તમને નસકોરા બોલાવવાની બીમારી હોય તો તમને દર મહિને 78 હજાર રૂપિયા મળી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સુવિધા બ્રિટનના ડિપાર્ટમેન્ટ ઓફ વર્ક એન્ડ પેશન્સ (DWP) તરફથી ત્યાંના લોકોને આપવામાં આવી રહી છે. એવા લોકો જેમને ભયંકર નસકોરા બોલાવવાની સમસ્યા હોય. જેમાં નોકરીયાત લોકો પણ હોઈ શકે છે અને હા...આ જે પૈસા છે તે બિલકુલ ટેક્સ ફ્રી છે. 


સામાન્ય રીતે નસકોરાને એક નાનકડી સમસ્યા સમજીને અવગણવામાં આવે છે. તે ક્યારેક ક્યારેક સ્લીપ એપનિયા નામની વધુ ગંભીર સ્થિતિમાં પણ ફેરવાઈ જાય છે. જે  તમારા જીવનની ગુણવત્તાને ઘણી પ્રભાવિત કરી શકે છે. દૈનિક જીવન પર તેના નકારાત્મક પ્રભાવને કારણે વિકલાંગતા તરીકે ઓળખવામાં પણ આવે છે. ખરાબ ઊંઘની ગુણવત્તાને કારણે વધુ થાકનો અનુભવ કરવો ઉપરાંત આ સ્થિતિ અનેક અન્ય સ્વાસ્થ્ય સમસ્યાને પેદા કરી શકે છે. 


આ સ્થિતિથી પીડિત લોકો PIP માટે પાત્ર બની શકે છે. જો તમે લાગે કે નસકોરા તમારા જીવનની ગુણવત્તા પર ખરાબ અસર કરી શકે છે તો સારવાર કરાવવી જરૂરી છે. લિવરપૂલના ઈકોના રિપોર્ટ મુજબ સૌથી સામાન્ય પ્રકારને ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા (OSA) કહેવાય છે. એનએચએસ સ્લીપ એપનિયાની સારવારના મહત્વ પર ભાર મૂકે છે. જો તમને લાંબા સમયથી શારીરિક કે માનસિક સ્વાસ્થ્ય સ્થિતિ કે વિકલાંગતા હોય તો આ લાભ જિંદગીના વધતા ખર્ચોમાં મદદ કરી શકે છે. 


ડેઈલી સ્ટારના જણાવ્યાં મુજબ એ યાદ રાખવું જરૂરી છે કે પીઆઈપી ત્યારે પણ ઉલપ્ધ છે જ્યારે તમે કામ કરતા હોવ, તમારી પાસે બચત હોય કે બીજા અન્ય લાભ મેળવતા હોવ. પીઆઈપી પર કોઈ પણ પ્રકારનો ટેક્સ લાગતો નથી અને તમને મળનારી રકમ તમારી આવક કે બચતથી પ્રભાવિત થતી નથી. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)