લામુ: અમેરિકા (USA)  અને ઈરાન (Iran) વચ્ચે હાલ જબરદસ્ત તણાવ ચાલી રહ્યો છે. યુદ્ધના કગારે પહોંચી ગયા છે. આ તણાવ વચ્ચે કેન્યા (Kenya) માં અમેરિકાના સૈન્ય પ્રતિષ્ઠાન પર આતંકી સંગઠન અલ શબાબે આજે સવારે હુમલો કર્યો હોવાના સમાચાર છે. કેન્યાના લામુ કાઉન્ટી સ્થિત મંદા બેમાં અમેરિકન બેસ પર આ હુમલાની જવાબદારી અલ શબાબે લીધી છે. સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ બંને પક્ષો વચ્ચે ફાયરિંગ ચાલુ છે. ટાર્ગેટ કરાયેલો એરબેસ કેન્યા અને અમેરિકાનો જોઈન્ટ મિલેટ્રી બેસ છે. કેટલાક આફ્રિકી દેશોમાં અલકાયદા સંલગ્ન આતંકી સંગઠન અલ શબાબનો ખાસ્સો પ્રભાવ જોવા મળે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈરાને કર્યું એલાન એ જંગ! ટ્રમ્પે ફરીથી આપી ધમકી, જો હુમલો થયો તો એવો જવાબ આપીશું કે... 


ઈરાને યુદ્ધની કરી દીધી જાહેરાત!, મસ્જિદ પર લાલ ઝંડો જોઈને દુનિયા થથરી ગઈ


સપ્ટેમ્બરમાં પણ કર્યો હતો એટેક
અત્રે જણાવવાનું કે આ અગાઉ અલ શબાબે સોમાલિયામાં એક અમેરિકી સૈન્ય ઠેકાણા પર હુમલાની પણ જવાબદારી લીધી હતી. એક સુરક્ષા અધિકારીએ યુરોપીય સંઘના સલાહકારોના એક કાફલા પર થયેલા હુમલાની પણ પુષ્ટિ કરી હતી. જો કે તે વખતે આ બે હુમલાઓમાં કોઈ જાનહાનિના અહેવાલ ન હતાં. આતંકીઓએ રાજધાની મોગાદિશુથી 110 કિમી દૂર ઉત્તર પશ્ચિમમાં આવેલા બાલેડોગલેમાં અમેરિકી સૈન્ય ઠેકાણા પર વિસ્ફોટક દ્વારા હુમલો કર્યો અને પરિસરમાં બંદૂકધારીઓએ ફાયરિંગ પણ કર્યું હતું. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube