ઈરાને કર્યું એલાન એ જંગ! ટ્રમ્પે ફરીથી આપી ધમકી, જો હુમલો થયો તો એવો જવાબ આપીશું કે...

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એકવાર ફરીથી ઈરાનને ધમકી આપી છે. ટ્રમ્પે કહ્યું કે જો ઈરાને અમેરિકા પર હુમલો કર્યો તો અમે એટલો કઠોર જવાબ આપીશું કે તેમણે પહેલા ક્યારેય તે ઝેલ્યું નહીં હોય.

ઈરાને કર્યું એલાન એ જંગ! ટ્રમ્પે ફરીથી આપી ધમકી, જો હુમલો થયો તો એવો જવાબ આપીશું કે...

વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એકવાર ફરીથી ઈરાનને ધમકી આપી છે. ટ્રમ્પે કહ્યું કે જો ઈરાને અમેરિકા પર હુમલો કર્યો તો અમે એટલો કઠોર જવાબ આપીશું કે તેમણે પહેલા ક્યારેય તે ઝેલ્યું નહીં હોય. ટ્રમ્પે ટ્વીટ કરીને કહ્યું કે "તેમણે (ઈરાન) અમારા પર હુમલો કર્યો, અમે જવાબ આપ્યો. જો તેઓ ફરીથી હુમલો કરશે  (જેની હુ સલાહ નહીં આપું) તો અમે તેમને એટલો કઠોર જવાબ આપીશું જે તેમણે ક્યારેય ઝેલ્યું નહીં હોય."

પોતાની અન્ય એક ટ્વીટમાં તેમણે લખ્યું કે અમેરિકાએ સૈન્ય ઉપકરણો માત્ર પર બે ટ્રિલિયન ડોલર ખર્ચ કર્યા છે. અમે દુનિયામાં સૌથી મોટા અને ઉત્તમ છીએ. જો ઈરાન કોઈ પણ અમેરિકી બેસ કે પછી અમેરિકી પર હુમલો કરશે તો અમે નવા સુંદર ઉપકરણોનો ઉપયોગ કરીશું... કોઈ પણ ખચકાટ વગર!

— Donald J. Trump (@realDonaldTrump) January 5, 2020

ઈરાને કર્યું એલાન એ જંગ
અમેરિકી એર સ્ટ્રાઈકમાં ઈરાની કમાન્ડર કાસિમ સુલેમાનીના મોત બાદ હવે ઈરાને યુદ્ધની જાહેરાત કરી દીધી છે. શનિવારે સવારે ઈરાને જામકરન મસ્જિદની ઉપર લાલ ઝંડો ફરકાવીને યુદ્ધ માટે એલર્ટ કર્યા છે. અત્રે જણાવવાનું કે આવા હાલાતમાં લાલ ઝંડો ફરકાવવાનો અર્થ એ હોય છે કે યુદ્ધ માટે તૈયાર રહો કે પછી યુદ્ધ શરૂ થઈ ગયું છે. રિપોર્ટ્સ મુજબ આવું પહેલીવાર બન્યું છે કે જ્યારે ઈરાને આ પ્રકારે મસ્જિદ પર લાલ ઝંડો ફરકાવ્યો છે. 

કોમ સ્થિત જામકરન મસ્જિદના ડોમ પર સામાન્ય રીતે ધાર્મિક ઝંડો ફરકાવવામાં આવે છે. આવામાં ધાર્મિક ઝંડો હટાવીને લાલ ઝંડો ફરકાવવાનો અર્થ યુદ્ધની જાહેરાત તરીકે લેવામાં આવી રહ્યો છે. કારણ કે લાલ ઝંડાનો અર્થ દુ:ખ જતાવવાનો થતો નથી. સ્પષ્ટ છે કે ઈરાન પોતાના દેશવાસીઓને એવી પરિસ્થિતિ માટે તૈયાર રહેવાનું કહી રહ્યું છે જે તેમણે પહેલા ક્યારેય જોઈ નથી. જો કે ઈરાન અને ઈરાક વચ્ચે યુદ્ધ વખતે પણ લાલ ઝંડો ફરકાવવામાં આવ્યો નહતો. હકીકતમાં હુસૈન સાહેબે કરબલા યુદ્ધ વખતે મસ્જિદ પર લાલ ઝંડો ફરકાવ્યો હતો. લાલ ઝંડો લોહી અને શહાદતનું પ્રતિક મનાય છે. હાલની સ્થિતિમાં તેનો ઉપયોગ સુલેમાનીની હત્યા બાદ ઈરાન બદલો લેવા જઈ રહ્યું છે તેમ જોવામાં આવી રહ્યું છે. જામકારન મસ્જિદ ઈરાનની સૌથી પવિત્ર મસ્જિદ ગણાય છે અને અહીંના યુવાઓ ઉપર પણ તેનો ઘણો પ્રભાવ છે. 

જુઓ LIVE TV

ટ્રમ્પની ધમકી-ઈરાનના 52 ઠેકાણાઓ પર ભીષણ હુમલો કરીશું, બરબાદ કરી નાખીશું
ઈરાન (Iran) ના બીજા સૌથી શક્તિશાળી નેતા કાસિમ સુલેમાની (Qassem Suleimani) નું અમેરિકાના હવાઈ હુમલામાં મોત થયા બાદથી અમેરિકા (USA)  અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જોવા મળી રહ્યો છે. યુદ્ધના ભણકારાથી વિશ્વ થરથરી રહ્યું છે. સુલેમાનીના મોતના એક દિવસ બાદ ઈરાકમાં અમેરિકી ઠેકાણા પર રોકેટ અને મોર્ટાર હુમલા થયા. રાજધાની બગદાદમાં અમેરિકી દૂતાવાસ અને બલાદ એરબેસ પર શનિવારે મોડી રાતે ઈરાન સમર્થક મિલિશિયાએ અનેક રોકેટ છોડ્યાં. આ બધા વચ્ચે ઈરાકના હિજબુલ્લાએ દેશના સુરક્ષાદળોને ચેતવણી આપી છે કે તેઓ અમેરિકી ઠેકાણાઓથી 1000 મીટર દૂર જતા રહે. આ બાજુ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ રોકેટ હુમલા બાદ ધમકી આપી છે કે અમેરિકી લોકો અને ઠેકાણાઓ પર હુમલા કરનારા લોકો કે તેનો ઈરાદો રાખનારા લોકોને શોધી શોધીને ખાતમો કરાશે. ટ્રમ્પે કહ્યું કે જો ઈરાને અમારા ઠેકાણાઓ પર હુમલો કર્યો તો અમે તેના 52 ઠેકાણાઓ પર ભીષણ હુમલા કરીશુ અને તેને બરબાદ કરી નાખીશું.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news