આ હોટલમાં રોબોટ પીરસે છે ભોજન, માત્ર એક ઈશારામાં સમજે છે ગ્રાહકનો ઓર્ડર
ચીનની ઈ-કોમર્સ વેબસાઈટ અલીબાબા જૂથ દ્વારા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અને રોબોટથી સજ્જ એક એવી હોટલ ખોલી છે જેને `ભવિષ્ય`ની હોટલ કહેવામાં આવી રહી છે
નવી દિલ્હીઃ ચીનની ઈ-કોમર્સ દિગ્ગજ અલીબાબા જૂથે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અને રોબોટથી સજ્જ એક એવી હોટલ ખોલી છે, જેમાં ચેક-ઈન, લાઈટ કન્ટ્રોલ અને રૂમ સર્વિસ જેવા તમામ કામ ઓટોમેટિક થશે. આ ફ્લાયઝૂ (Flyzoo) હોટલ પૂર્વ ચીનના ઝેજિયાંગ પ્રાન્તની રાજધાની હાંગ્ઝોમાં ખોલવામાં આવી છે. અલીબાબા કંપનીનું હેડક્વાર્ટર પણ અહીં જ છે. કંપની તરફથી તેને 'ભવિષ્યની હોટલ' નામ અપાયું છે.
ચીનની સમાચાર એજન્સી સિન્હુઆ અનુસાર, ગ્રાહક પોતાનાં ચહેરાને સ્કેન કરીને હોટલમાં ચેક-ઈન(પ્રવેશ) કરી શકે છે. હોટલમાં ફીટ કરવામાં આવેલી સ્કેન સિસ્ટમ ગ્રાહકોના ચહેરાને કી-કાર્ડ તરીકે સમજીને કામ કરે છે. હોટલમાં રોકાતા મહેમાનો આ રોબોટને બોલીને, ટચ કરીને કે ઈશારાથી કમાન્ડ આપી શકે છે.
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સઃ આધુનિક ટેક્નોલોજીને નવું સ્વરૂપ આપતી ટેક્નોલોજી
રોબોટ તેનો જવાબ રોબો એલિજિનીના માધ્યમથી આપશે. અલીબાબાએ તેના સ્માર્ટ સ્પીકર ટીમાલ જીનીમાં ફીટ કરવામાં આવેલા સોફ્ટવેરને 'અલિજિની' નામ આપેલું છે.
ભુલી જાઓ 'Wi-Fi', આવી ગઈ છે 'Li-Fi' : જે બદલી નાખશે તમારી ઈન્ટરનેટની દુનિયા
ગ્રાહકોનો સમચ બચશે
ફ્લાઈઝુ હોટલના સીઈઓ વાંગ કુને જણાવ્યું કે, "આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) આધારિત આ સિસ્ટમથી ગ્રાહકોનો સમય બચશે. હોટલના કર્મચારીઓને કામમાં રાહત આપવામાં પણ તે મદદરૂપ બનશે." આ હોટલ ચીનની ટેક્નિકલ કંપનીઓનું ટ્રેડિશનલ ઈન્ડસ્ટ્રીઝમાં સામેલ થવાનું એક નવું ઉદાહરણ છે.