નવી દિલ્હી: નાસાના માર્સ રોવર ક્યુરિયોસિટી (Mars rover Curiosity)એ હાલમાં જ મંગળ ગ્રહ (Mars) ની તસવીરો લીધી છે. જેમાં અનેક એવા તથ્યો સામે આવ્યાં છે કે જેનાથી ત્યાં એલિયન ((Alien) ) હોવાની વાત જાણવા મળે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્પુતનિક ન્યૂઝના જણાવ્યાં મુજબ નાસા દ્વારા હાલમાં જ પ્રકાશિત મંગળ ગ્રહની તસવીરોની મદદથી એક સ્વઘોષિત UFO વિશેષજ્ઞ સ્કોટ સી વારિંગે ચોંકાવનારી શોધખોળ કરી છે. વારિંગે કથિત રીતે દાવો કર્યો છે કે તે તસવીરોમાંથી એકમાં ગ્રહની પહાડીઓમાં યોદ્ધા જેવી આકૃતિ જોવા મળી રહી છે. 


વારિંગે પોતાના બ્લોગ ET Database માં 19 જૂનના રોજ લખ્યું છે કે, 'મને આજે નાસા રોવરની નવી તસવીરમાં મંગળ ગ્રહની એક પહાડી પર આ આકૃતિ જોવા મળી છે. આ આકૃતિ પુરુષ કે મહિલા કોઈની પણ હોઈ શકે છે. કારણ કે પૃથ્વી ઉપર પણ અનેકવાર પ્રાચીન યોદ્ધાઓનું કવચ ફૂલેલું જોવા મળે છે. જેના કારણે તેઓ વધુ મજબુત દેખાય છે અને પોતાના દુશ્મનોમાં ભય પેદા કરે છે.'


તેમણે વધુમાં લખ્યું છે કે લાંબી ટોપી કવચનો ભાગ લાગે છે અને તેનાથી વ્યક્તિના માથાનો 30 ટકા ભાગ ઢંકાય છે. તેમણે એમ પણ કહ્યું કે તેને જોઈને તેમને દક્ષિણ ડકોટાના માઉન્ટ રશમોર (Mount Rushmore) ની યાદ આવી ગઈ. 


વારિંગે બ્લોગમાં આગળ લખ્યું છે કે, 'કેટલાક એલિયન્સ મનુષ્યોની સરખામણીમાં લાંબા અને મોટા કપાળવાળા હોય છે. આ એક પહાડીના કિનારે છે અને મને તે સમયની યાદ અપાવે છેજ્યારે હું માઉન્ટ રશમોરની પાસે રહેતો હતો અને પહાડી પર કોતરાયેલી રાષ્ટ્રપતિઓની તહેરાની આકૃતિઓને જોતો હતો. બુદ્ધિમાન પ્રજાતિઓ માટે આમ કરવું મુશ્કેલ કામ છે. કારણ કે આપણી સંસ્કૃતિના કેટલાક લોકો પર ગર્વ કરીને તેમની છાપ પથ્થરોમાં ઉપસાવીને તેમને હંમેશા માટે અમર કરી દે છે.'


જુઓ LIVE TV


લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube