Hate Crime: US માં શીખ સમુદાયના લોકો પર 10 જ દિવસમાં બીજો હુમલો, મોર્નિંગ વોક કરવા નીકળ્યા હતા
અમેરિકામાં હેટ ક્રાઈમના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. ભારતીય મૂળના અને દક્ષિણ એશિયાઈ લોકો અમેરિકામાં સૌથી પ્રભાવીશાળી પ્રવાસી સમૂહ છે. આમ છતાં આ સમુદાયના લોકો વિરુદ્ધ હિંસા બંધ થવાનું નામ લેતી નથી.
ન્યૂયોર્ક: અમેરિકામાં હેટ ક્રાઈમના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. ભારતીય મૂળના અને દક્ષિણ એશિયાઈ લોકો અમેરિકામાં સૌથી પ્રભાવીશાળી પ્રવાસી સમૂહ છે. આમ છતાં આ સમુદાયના લોકો વિરુદ્ધ હિંસા બંધ થવાનું નામ લેતી નથી. ન્યૂયોર્કમાં મેટ્રો સ્ટેશન પર હાલમાં જ થયેલા ફાયરિંગની ઘટના વચ્ચે આ જ શહેરમાં મોર્નિંગ વોક પર નીકળેલા બે શીખ યુવકો પર હુમલો થયો.
ન્યૂયોર્કના રિચમંડ હિલ્સ વિસ્તારમાં બે શીખ યુવકોને નિશાન બનાવવામાં આવ્યા. મળતી માહિતી મુજબ સવારે ચાલવા નીકળ્યા હતા ત્યારે જ અચાનક હુમલો થયો. અત્રે જણાવવાનું કે 10 દિવસમાં આ બીજો હુમલો છે. 10 દિવસ અગાઉ આ જ વિસ્તારમાં શીખ સમુદાય પર હુમલો થયો હતો. તાજી જાણકારી સામે આવ્યા બાદ ભારતના શીખ નેતા મનજિંદર સિંહ સિરસાએ આ હુમલાની નિંદા કરતા કડક કાર્યવાહીની માંગણી કરી છે.
Weird Job Offer: આ કંપની આપે છે એડલ્ટ વીડિયો જોવાના પ્રતિ કલાકના 1500 રૂપિયા, જોબ માટે પડાપડી
PM Modi-Biden Meeting: ભારત પર આ મુદ્દે ઓળઘોળ થઈ ગયું પાડોશી ચીન, તજજ્ઞોએ શું કહ્યું તે ખાસ જાણો
વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube