નવી દિલ્હી: ચીન દુનિયાનો વિલન બની બેઠો છે એ વાત અત્યાર સુધી ચીનને અને તેના પાડોશી દેશોને જ ખબર હતી પરંતુ કોરોના ષડયંત્ર બાદ તો આખી દુનિયાની સામે ચીનનો ઝેરીલો ચહેરો ખુલ્લો પડી ગયો છે. કોરોનાકાળના ચીનની હરકતો વિલન જેવી જ જોવા મળી રહી છે. દક્ષિણી હિન્દ મહાસાગરમાં યુદ્ધાભ્યાસ કરતી ચીનની સેના દુનિયાને ધમકાવતી જોવા મળી રહી છે અને આવામાં અમેરિકાએ પણ ચીનને સંદેશ આપ્યો છે કે અમે પણ બંગડી પહેરીને નથી બેઠા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

20 એપ્રિલથી આ વિસ્તારોને Lockdownમાં મળી શકે છે રાહત, જાણો કેવી છે સરકારની તૈયારી


ચીને તાઈવાનને ડરાવ્યું તો ટ્રમ્પ ગુસ્સે ભરાયા
ચીને જોયું કે તેનો પ્રબળ શત્રુ અમેરિકા કોરોના સંકટમાં ફસાયેલો છે તો તકનો ફાયદો ઉઠાવીને ચીને તાઈવાનને ડરાવવાનું વિચાર્યું. જ્યારે ચીને પોતાના નાના પાડોશી દેશ તાઈવાનને આંખ બતાવી તો અમેરિકાએ પણ ચીનને આંખ દેખાડી. ત્યારબાદ અમેરિકી વાયુસેનાએ પોતાનું શક્તિ પ્રદર્શન કર્યું. 


કોરોનાકાળમાં ગરમીથી બચવા AC ચાલુ કરો છો? તો ખાસ વાંચો.... નહીં તો પસ્તાશો 


અમેરિકા પલટવાર માટે  તૈયાર
અમેરિકાને ચીની વાઈરસથી લોહીલુહાણ કરીને ચીન પોતાના પાડોશી તાઈવાનને પરેશાન કરવાનું વિચારવા માંડ્યું છે. આ જ કડીમાં તકનો ફાયદો ઉઠાવતા ચીને તાઈવાન નજીક પોતાના વિમાનવાહક જહાજ અને જંગી જહાજ મોકલી દીધા. પરંતુ અમેરિકાને તેની ખબર પડી ગઈ અને ત્યારબાદ અમેરિકી વાયુસેના અને નેવીએ ચીનને ગંભીર સંદેશવાળો સંકેત આપ્યો છે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube