અમેરિકામાં 40 હજાર ફૂટની ઉંચાઈ પર ઉડતી હતી આ વસ્તુ, અમેરિકી ફાઈટર જેટ્સે તોડી પાડ્યું
Alaska region: અમેરિકી ફાઈટર જેટે અલાસ્કાના એરસ્પેસમાં એક શંકાસ્પદ વસ્તુને તોડી પાડી છે. વ્હાઇટ હાઉસે શુક્રવારે પુષ્ટિ કરી કે યુએસએ અલાસ્કાની ઉપર બીજી `હાઇ એલ્ટિટ્યુડ ઓબ્જેક્ટ`ને તોડી પાડી છે.
Suspected object: વ્હાઈટ હાઉસની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના પ્રવક્તા જ્હોન કિર્બીએ જણાવ્યું હતું કે યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ છેલ્લા 24 કલાકથી અલાસ્કાના એરસ્પેસ પર એક શંકાસ્પદ વસ્તુ પર નજર રાખી રહ્યું છે. યુએસ નોર્ધન કમાન્ડને સોંપવામાં આવેલા ફાઇટર જેટ્સે આખરે શંકાસ્પદ વસ્તુને ઠાર કર્યું છે.
40,000 ફૂટની ઉંચાઈ પર શંકાસ્પદ વસ્તુ ઉડતી હતી
કિર્બીએ કહ્યું, 'ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ છેલ્લા 24 કલાકમાં અલાસ્કાના એરસ્પેસ પર એક વસ્તુ પર નજર રાખી રહ્યું છે. યુએસ નોર્ધન કમાન્ડને સોંપવામાં આવેલા ફાઇટર જેટ્સે છેલ્લા એક કલાકમાં આ ઑબ્જેક્ટને તોડી પાડ્યું હતું. કિર્બીએ કહ્યું કે આ પદાર્થ 40,000 ફૂટની ઊંચાઈએ ઉડી રહ્યો હતો અને તે નાગરિક ઉડાનની સુરક્ષા માટે ખતરો હતો.'
આ પણ વાંચો: પેપર લીક પર આજીવન કેદની સજા થશે, નકલ વિરોધી કાયદાને રાજ્યપાલની લીલીઝંડી
આ પણ વાંચો: સોન ભંડાર ગુફા : જ્યાં છુપાયેલો છે મગધસમ્રાટ બિંબિસારનો અગણિત ખજાનો
આ પણ વાંચો: છોકરાને પ્રપોઝ કરવું પડ્યું ભારે: મહિલાએ રસ્તા વચ્ચે ચપ્પલ વડે ફટકાર્યો, જુઓ Video
અમને ખબર નથી કે તેનુ માલિકી કોણ છે: કિર્બી
કિર્બીએ વધુમાં કહ્યું કે, 'પેન્ટાગોનની ભલામણ પર રાષ્ટ્રપતિ જો બાઈડેને સૈન્યને નજર રાખવા આદેશ આપ્યો છે. ' કિર્બીએ કહ્યું કે અત્યારે અમે તેને 'ઓબ્જેક્ટ' કહી રહ્યા છીએ કારણ કે અમે અત્યારે કહી શકતા નથી કે શંકાસ્પદ વસ્તુ શું છે. અમે જાણતા નથી કે તેની માલિકી કોની છે, પછી ભલે તે રાજ્યની માલિકીની હોય કે કોર્પોરેટની માલિકીની કે ખાનગી માલિકીની. અમને હજુ સુધી ખબર નથી.
આ પણ વાંચો: મહાશિવરાત્રિ પર બની રહ્યો છે દુગ્ધ શર્કરા યોગ, આ 3 રાશિઓને ચાંદી, આ લોકો ખાસ વાંચે
આ પણ વાંચો: હથેળીમાં 'ભદ્ર યોગ' હોય તો વ્યક્તિને બનતાં કરોડપતિ રોકી શકતી નથી કોઇ તાકાત
આ પણ વાંચો: મૃત્યું બાદ પણ તમારા સ્વજનની 13 દિવસ સુધી ઘરમાં ભટકે છે આત્મા, વેઠવા પડે છે કષ્ટો
કિર્બીએ કહ્યું કે બાઈડેન વહીવટી તંત્રને ખબર નથી કે આ વસ્તુની માલિકી કોની છે. તેઓએ કહ્યું કે આ પદાર્થ અલાસ્કાના ઉત્તર ભાગમાં આર્કટિક મહાસાગરમાં પડ્યું હતું. કિર્બીએ કહ્યું કે તેનો કાટમાળ દક્ષિણ કેરોલિનાના દરિયાકાંઠે ગયા અઠવાડિયે નીચે પડેલા બલૂન કરતા ઘણું નાનું છે.
અમેરિકાએ થોડા દિવસ પહેલા એક જાસૂસી બલૂનને તોડી પાડ્યું હતું.
થોડા દિવસો પહેલા, અમેરિકાના ન્યૂક્લિયર સાઈટ પર એક ચીની જાસૂસી બલૂન જોવા મળ્યો હતો, જેને 4 ફેબ્રુઆરીએ અમેરિકન ફાઈટર જેટે તેને તોડી પાડ્યો હતો. ચીને તેને સિવિલ બલૂન ગણાવ્યું હતું. ચીન કહે છે કે બલૂન માત્ર હવામાન સંશોધન કરી રહ્યું હતું, પરંતુ પેન્ટાગોન તેને ઉચ્ચ તકનીકી જાસૂસી ઓપરેશન તરીકે માને છે.
આ પણ વાંચો: ડિઓડ્રેંન્ટથી કાર્ડિયક અરેસ્ટ અને કેન્સરનો ખતરો, દરરોજ છાંટતા હો તો સાવધાની રાખજો
આ પણ વાંચો: પરફ્યૂમ અને ડિયોડરેંટમાં શું ફરક છે? સમજો ક્યારે કોનો ઉપયોગ કરવો
આ પણ વાંચો: શરીરમાં પરસેવો થતો હોય અને દુર્ગંધ આવતી હોય તો આ છે બેસ્ટ ટિપ્સ, મળશે મોટી રાહત
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube