Uttarakhand Govt: પેપર લીક પર આજીવન કેદની સજા થશે, નકલ વિરોધી કાયદાને રાજ્યપાલની લીલીઝંડી

UKSSSC Paper Leak: જેમાં દોષિતોને આજીવન કેદની સજાની જોગવાઈ સાથે ભ્રષ્ટાચારથી મેળવેલી તેની સંપત્તિ પણ જપ્ત કરવામાં આવશે. સુખબીર સિંહ સંધુએ જણાવ્યું હતું કે પરીક્ષા ફરીથી લેવામાં આવશે, જે ઉમેદવારોએ ભૂતકાળમાં તેના માટે અરજી કરી છે તેઓએ ફરીથી અરજી કરવાની રહેશે નહીં અને તેના માટે કોઈ ફી ચૂકવવાની રહેશે નહીં.

Uttarakhand Govt: પેપર લીક પર આજીવન કેદની સજા થશે, નકલ વિરોધી કાયદાને રાજ્યપાલની લીલીઝંડી

હામીમખાન : વર્ષ 2023ની શરૂઆતમાં ઉત્તરાખંડમાં ફરી એકવાર પેપર લીકનો મામલો સામે આવ્યો છે. રવિવારે ઉત્તરાખંડ જાહેર સેવા આયોગ દ્વારા 563 પદોની ભરતી માટે પરીક્ષા લીધી હતી. ભરતી પરીક્ષાનું પ્રશ્નપત્ર લીક થતા ભારે હોબાળો થયો હતો, રાજ્ય સરકારે કેબિનેટે શુક્રવારે નકલ વિરોધી કડક કાયદો ઘડ્યો અને કાયદાને રાજ્યપાલની લીલીઝંડી આપી છે, હવે ઉત્તરાખંડમાં પરીક્ષામાં ચોરી કરનારને થશે આકરી સજા પેપર લીક કરનારાઓને 10 કરોડનું દંડ અને આજીવન કેદની સજા સાથે પરીક્ષામાં ચોરી કરનારને 10 વર્ષની સજા ફટકારવાનો કાયદો ધામી સરકાર દ્વારા લાવવામાં આવ્યો છે. 

વર્ષ 2021માં ભરતીના પેપર લીકનો મામલો સતત ગરમાતો રહ્યો હતો, પરંતુ વર્ષ 2023માં પહેલી ભરતીના પેપર લીકના મામલાએ ગરમાવો લાવી દીધો છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠક બાદ મુખ્ય સચિવ સુખબીર સિંહ સંધુએ કહ્યું કે ભરતીમાં ભ્રષ્ટાચારને રોકવા માટે કડક નકલ વિરોધી કાયદો લાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

જેમાં દોષિતોને આજીવન કેદની સજાની જોગવાઈ સાથે ભ્રષ્ટાચારથી મેળવેલી તેની સંપત્તિ પણ જપ્ત કરવામાં આવશે. સુખબીર સિંહ સંધુએ જણાવ્યું હતું કે પરીક્ષા ફરીથી લેવામાં આવશે, જે ઉમેદવારોએ ભૂતકાળમાં તેના માટે અરજી કરી છે તેઓએ ફરીથી અરજી કરવાની રહેશે નહીં અને તેના માટે કોઈ ફી ચૂકવવાની રહેશે નહીં. ઉમેદવારોએ ઉત્તરાખંડ પરિવહન નિગમની બસોમાં કોઈ ભાડું ચૂકવવું પડશે નહીં અને બસોમાં તેમના પ્રવેશ કાર્ડને તેમની ટિકિટ માનવામાં આવશે. આ ભરતીમાં રાજ્યના 1.25 લાખ જેટલા યુવાનોએ ભાગ લીધો હતો.

આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે- CM
પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) એ અત્યાર સુધીમાં પ્રશ્ન લીક કરવા બદલ પાંચ આરોપીઓની ધરપકડ કરી છે.  આ સાથે જ મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું કે નકલ વિરોધી કાયદો એટલો કડક બનાવવામાં આવશે કે ભવિષ્યમાં ભરતી પ્રક્રિયામાં કોઈ ભ્રષ્ટાચાર કરવાનું વિચારશે નહીં. રદ્દ કરાયેલી ભરતી પરીક્ષા અંગે મુખ્યમંત્રીએ કહ્યું કે કયા સ્તરે શું થયું છે તે તપાસ બાદ જ ખબર પડશે, પરંતુ કોઈપણ સ્તરે ગેરરીતિ કરનારાઓને બક્ષવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે જ્યાં પણ ગંદકી હશે, પછી તે ગૌણ સેવા પસંદગી આયોગમાં હોય કે અમે કડક કાર્યવાહી કરીશું.

અગાઉ પણ પેપર લીક થયું હતું
ઉત્તરાખંડમાં ભરતી પરીક્ષાના પ્રશ્નપત્ર લીક થવાની પ્રક્રિયા અટકવાનું નામ નથી લઈ રહી. રાજ્ય ગૌણ સેવા પસંદગી આયોગ દ્વારા લેવાયેલી અનેક પરીક્ષાઓના પ્રશ્નપત્રો લીક થવાના કારણે સર્જાયેલા હંગામા પછી સરકારે તેમને આયોજિત કરવાની જવાબદારી જાહેર સેવા આયોગને સોંપી હતી. મુખ્યમંત્રીએ કહ્યું કે, યુવાનોનું મનોબળ જાળવી રાખવા માટે રાજ્ય જાહેર સેવા આયોગ દ્વારા વહેલી તકે પરીક્ષાઓ યોજીને યુવાનોને નોકરી આપવી એ સરકારની પ્રથમ પ્રાથમિકતા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news