સોન ભંડાર ગુફા : જ્યાં છુપાયેલો છે મગધસમ્રાટ બિંબિસારનો અગણિત ખજાનો

Bimbisara Treasure: કહેવાય છે કે આજે દુનિયાભરમાં જેટલી રકમ લોકો પાસે હયાત છે તેનાથી અનેક ગણી વધુ રકમ પૃથ્વીના પેટાળમાં છુપાયેલા ખજાના ભંડારોની છે. કદાચ આ વાત સત્ય છે.

સોન ભંડાર ગુફા : જ્યાં છુપાયેલો છે મગધસમ્રાટ બિંબિસારનો અગણિત ખજાનો

Magadha Empire: બિહાર નામ બુદ્ધ 'વિહાર'નો અપભ્રંશ થઇને આવ્યું છે એવું મનાય છે. આ ક્ષેત્ર ગંગા તથા તેની સહાયક નદીઓના મેદાનોમાં વસેલું છે. પ્રાચીન કાળના વિશાળ સામ્રાજ્યોનો ગઢ રહેલા આ પ્રદેશ વર્તમાનમાં દેશની અર્થવ્યવસ્થાના સૌથી પછાત યોગદાતાઓમાંથી એક ગણવામાં આવે છે. બિહારની જ એક જગ્યા જેનું નામ સોન ભંડાર ગુફા- જ્યાં છુપાયેલો છે મગધસ્મરાટ બિંબિસારનો અગણિત ખજાનો.

કહેવાય છે કે આજે દુનિયાભરમાં જેટલી રકમ લોકો પાસે હયાત છે તેનાથી અનેક ગણી વધુ રકમ પૃથ્વીના પેટાળમાં છુપાયેલા ખજાના ભંડારોની છે. કદાચ આ વાત સત્ય છે. કારણકે એવા ઘણા ખજાના છે જે લોકો માટે સદાય રોમાંચકારી અને રહસ્યમયી રહ્યા છે. અને ખરેખર એ અત્ંયત મૂલ્યવાન છે. પછી ચાહે તે તુતાનખામેનનો ખજાનો હોય, દરિયાઇ ચાંચિયાનો હોય કે હૈદરાબાદના નિઝામનો, આવા ખજાનાઓ હંમેશા માટે રહસ્ય અને રોમાંચનો વિષય રહ્યાં છે. તેના પર અગણિત સાહસિક કથાઓ લખાઇ ચૂકી છે. 

અહિં વાત કરવી છે ભારતમાં છુપાયેલા એવા પ્રાચીન ખજાનાના ભંડોળની જેની કિંમત વિશે કહેવાય છે કે એ ખજાનો મળી જાય તો ભારત વિશ્વમાં મહાસત્તા પર આવી શકે તેમ છે એટલું જ નહિ ગ્લોબલ ઇકોનોમીમાં પણ ધડાકાભેર વધારો થાય , વાત છે બિહારના એક નાનકડા નગર રાજગીરમાં આવેલી સોન ભંડાર નામની ગુફા જ્યાં મગધ સમ્રાટ બિંબિસારનો અમૂલ્ય ખજાનો બે હજાર વર્ષથી ઘણો પુરાણો છુપાયેલો પડ્યો છે આ વાત માત્ર દંતકથા પુરતી નથી એના કેટલાક પુરાવા પણ છે. બિહારના નાલંદા જિલ્લામાં રાજગીર આવેલ છે. જેની વૈભવગીરી પહાડીની તળેટીમાં સોન ભંડાર નામક ગુફા આવેલી છે. 

કહેવાય છે કે આ સ્થળે રાજગીરમાં ભગવાન બુદ્ધે મગધસમ્રાટ બિંબિસારને ધર્મોપદેશ આપ્યો હતો બિંબિસાર ભગવાન બુદ્ધના સમયનો મગધ સામ્રાજ્ય રાજા હતો, મગધ અર્થાત બિહાર પણ ખરેખર મગધ સામ્રાજ્યએ વખતે અડધા ઉપરાંત ભારત સુધી ફેલાયેલો હતો, બિંબિસાર બુદ્ધના ઉપદેશથી અહિંસા અને શાંતિના રસ્તે વળેલો રાજવી હતો, જે ઉદાર અને ભલો હતો, તેમના પુત્ર અજાતશત્રુએ રાજા બન્યા પછી બિંબિસારને જેલમાં નાંખ્યો હતો અને ત્યાં જ તેમનો અંત આવ્યો હતો, 

સોન ભંડાર ગુફામાં ભગવાન બુદ્ધના શિલ્પ પણ આવેલા છે. આ ગુફાની આજુબાજુ આજે પણ બૌદ્ધ ચિહ્નો જોઇ શકાય છે. તે વખતે ભારતમાં સૌથી વધારે બૌદ્ધ ધર્મનો પ્રચાર થતો હતો, તે વખતે રાજા રાજા વચ્ચે સ્પર્ધા વધી ગયેલી, વેર-ઝેરની ભાવનાઓ પ્રબળ બનેલી, એકબીજા પર થતા આક્રમણો બધ્યા હતા , આથી રાજાઓ કોઇના કોઇ ડરથી પોતાના ખજાના અલગ અલગ જગ્યાઓ પર છુપાવતા હતા, કહેવાય છે કે બિંબિસારે પણ પોતાનો ખજાનો સોન ભંડારગુફામાં છુપાવેલો છે. અને તેની કિંમત આંચકી શકાય તેમ નથી 

અન્ય એક માન્યતા પ્રમાણે આ ખજાનો બિંબિસારનો નહિ પરંતુ મગધસમ્રાટ અને પૃથ્વીપતિ બનવાની મહત્વકાંક્ષા સેવનાર જરાસંઘનો છે. કહેવાય છેકે આ સોનભંડાર ગુફાની અંદર બે ઓરડા છે. અંદર જતા એક ઓરડો વિશાળ આકારનો આવે છે. જેમાં બિંબિસારના સૈનિકો રહેતા હોવાની માન્યતા છે. તેઓ અહિં ચોકી અર્થે રહેતા હોવા જોઇએ કહેવાય છે કે દ્વારવિહિન અને અગમ ઓરડામાં બિંબિસારનો અઢળક અને અમૂલ્ય ખજાનો છે. 

આ પણ વાંચો: કિસમાં છુપાયેલો હોય ખાસ ઇશારો, પાર્ટનર કાન પર કિસ કરે તો થઇ જજો એલર્ટ
આ પણ વાંચો: હોઠો સે છૂ લો તુમ: ફ્રેંચ કિસથી માંડીને આટલા પ્રકારની હોય છે કિસ, મેળવી લો માહિતી
આ પણ વાંચો: KISS કરવાના છે અનેક ફાયદા, અલગ-અલગ રીતે ટ્રાય કરો KISS
આ પણ વાંચો:
 આખું ગામ જાય એવી જગ્યાએ નહી, પણ આ રોમેન્ટિક સ્થળો પર માણો વેલેન્ટાઈનની મજા

ગુફાની અંદર એક શિલા પર લખેલી લિપી છે. અને તેને હજી સુધી કોઇ ઉકેલી નથી શક્યું. શંખલિપી ખૂબ અટપટી ભાષામાં છે. કહેવાય છે કે તેનો ઉકેલ મેળવી લેવાય તો અવશ્ય ખજાનાનો પત્તો લાગી જાય પણ હજી સુધી એ શક્ય બન્યું નથી.  આખરે શું છે એ પહાડોની તળેટીમાં આવેલી નાનકડી ગુફામાં જેના વિશે હજુ પણ રહસ્ય ઉકેલી નથી શકાયું.  શા માટે કોઇ તાગ નથી મળતો કદાચ સંકેત મળે તો પણ તેને શોધનાર કોણ, આ ખરેખર બિંબિસારનો ખજાનો છે કે જરાસંઘનો અને છે તો કેટલો.....પચ્ચીસ સદી પૂર્વેનો આટલો ભંડાર ભારતમાં તો ક્યારેય મળ્યો નથી, માટે એ ખજાનાથી મૌર્યયુગ પૂર્વના ભારતની સામાજિક , આર્થિક અને રાજનૈતિક પરિસ્થિતિનો પણ ખ્યાલ મળી શકે , સવાલ અનેક છે પણ જવાબ એક જ છે મૌન... કારણ કે અમુક સવાલો જ એવા છે જેના વિશે આખી દુનિયા મૌન છે. અધુરામાં પુરું કુદરત પણ.....

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news