વોશિંગ્ટન: ગલવાન ખીણમાં ભારત અને ચીન વચ્ચે થયેલા લોહિયાળ સંઘર્ષ અને સરહદે તણાવ મુદ્દે અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિઓએ કહ્યું કે ચીનની અત્યંત આક્રમક ગતિવિધિઓનો ભારતીયોએ સર્વશ્રેષ્ઠ રીતે જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે ચીનની ક્ષેત્રીય વિવાદોને ઉક્સાવવાની પ્રવૃત્તિ રહી છે અને દુનિયાએ તેની આ ધૌંસ ચલાવવી જોઈએ નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોમ્પિઓએ એક પત્રકાર પરિષદમાં કહ્યું કે 'મેં વિદેશ મંત્રી એસ જયશંકર સાથે આ (ચીનની આક્રમક ગતિવિધિઓ) વિશે અનેકવાર વાત કરી છે. ચીને અત્યંત આક્રમક ગતિવિધિઓ કરી છે. ભારતીયોએ પણ તેનો સર્વશ્રેષ્ઠ રીતે જવાબ આપ્યો છે.' ભારત અને ચીનના સૈનિકો વચ્ચે પેંગોન્ગ ત્સો, ગલવાન ખીણ અને ગોગરા હોટ સ્પ્રિંગ સહિત પૂર્વ લદાખના અનેક વિસ્તારોમાં આઠ અઠવાડિયાથી ગતિરોધ છે. 


ચીનની સેનાએ સોમવારે ગલવાન ખીણ અને ગોગરા હોટ સ્પ્રિગથી પોતાના સૈનિકોને પાછા બોલાવવાનું શરૂ કર્યું. આ અગાઉ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ રવિવારે લાંબી વાતચીત કરી હતી. ડોભાલ અને વાંગ ભારત-ચીન સરહદ વાર્તાના વિશેષ પ્રતિનિધિ પણ છે. 


લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube