મિસીસિપી: અમેરિકાના મિસીસિપી રાજ્યમાં એક વ્યક્તિ ક્રોસગેમ રમતા અને તેનાથી લોટરી ટિકિટ ખરીદી કરી 4 વખત લાખોની લોટરી જીતી ચુક્યો છે. આ વખતે તેના હાથે જેકપોટ લાગ્યો. જેકપોટ પણ કોઈ નોનો મોટો નહીં, પરંતુ ભારતીય રૂપિયાના હિસાબથી 1 કરોડ 80 લાખનો જેકપોટ તેના હાથ લાગ્યો છે. પરંતુ તેની દરિયાદિલીએ સૌ કોઈનું દિલ જીતી લીધું છે. તેણે આ પૈસાને સારા કામોમાં લગાવ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2.5 લાખ ડોલરની લોટરી
મિસીપિસીના મેરિડિએન શહેરમાં રહેતા બ્રોયન મોસે તેના જીવનમાં 6 વખત લોટરી જીતી છે. આ પહેલા તેને 5 વખત લાખો ડોલરની આવક કરી હતી, પંરતુ આ પ્રથમ વખત છે જ્યારે તેના હાથ જેકપોટ લાગ્યો છે. તેણે આ લોટરી ટિકીટ એક્સ્ટ્રામાઈ કન્વીનિયન્સ સ્ટોરથી ખરીદી હતી અને હવે બ્રોયને નક્કી કર્યું છે કે, આ રકમ ઇદોહા પબ્લિક સ્કૂલને આપી દેશે. જેથી આ સ્કૂલના બાળકોનું શિક્ષણ સ્તર અને તેની સુવિધાઓમાં સુધારો થઇ શકે. બ્રોયનની દીકરી પણ આ સ્કૂલમાં અભ્યાસ કરે છે.


આ પણ વાંચો:- મ્યાનમારમાં તખ્તાપલટ, આંગ સાન સૂ કી સહિત અનેક નેતાઓની અટકાયત, એક વર્ષ માટે કટોકટી લાગુ


ક્રોસવર્ડ પઝલ ગેમ
આ લોટરીની રમત થોડી અલગ છે. જેમાં તમારે ટિકિટ ખરીદવાની હોય છે અને ત્યારબાદ પઝલ ગેમમાં ભાગ લેવાનો હોય છે. ખાસ વાત એ છે કે, તમારી પાસે ત્રણ ચાન્સ હોય છે. તમારે લોટરની ટિકિટને સ્ક્રેચ કર્યા વગર તમારા 18 અક્ષરોના સ્ક્રેચકાર્ડને સ્ક્રેચ કરવાના હોય છે. આ માટે, તમારે ત્રણ વખત મહેનત કરવી પડે છે. શરત એ છે કે તમારો ક્રોસવર્ડ તે ટિકિટમાં છપાયેલા ક્રોસવર્ડથી મેળ ખાય છે. બ્રાયન આ અવરોધને પ્રથમ સ્થાને પાર કરી ગયો અને જેકપોટ જીતવા માટે હકદાર બન્યો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube