Myanmar માં તખ્તાપલટ, આંગ સાન સૂ કી સહિત અનેક નેતાઓની અટકાયત, એક વર્ષ માટે કટોકટી લાગુ

મ્યાન્મારમાં સેનાએ દેશના નેતા આંગ સાંગ સૂ કી (Aung San Suu Kyi) અને અન્ય નેતાઓને અટકાયતમાં લીધા છે. 

Updated By: Feb 1, 2021, 02:44 PM IST
Myanmar માં તખ્તાપલટ, આંગ સાન સૂ કી સહિત અનેક નેતાઓની અટકાયત, એક વર્ષ માટે કટોકટી લાગુ
ફાઈલ ફોટો

નેપિડો: ભારતના પાડોશી દેશ મ્યાન્માર (Myanmar) માં સૈન્ય તખ્તાપલટના સમાચારથી સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી ગયો છે. મ્યાન્મારની સેનાએ સોમવારે મોટી કાર્યવાહી કરતા પ્રમુખ નેતા આંગ સાંગ સૂ કી (Aung San Suu Kyi), રાષ્ટ્રપતિ વિન મ્યિન્ટ(Win Myint) અને સત્તાધારી પાર્ટીના અનેક વરિષ્ઠ નેતાઓને અટકાયતમાં લીધા છે. સત્તાધારી પાર્ટી નેશનલ લીગ ફોર ડેમોક્રેસી (NLD) ના પ્રવક્તાએ આ સૈન્ય કાર્યવાહીની જાણકારી આપી છે. તેમણે પાર્ટી સમર્થકોને શાંતિ જાળવી રાખવાની અપીલ કરતા કહ્યું છે કે કાયદા વિરુદ્ધ કોઈ પગલું ન ભરો. મ્યાન્મારની સેનાએ આ પગલું સરકાર સાથે વધતા તણાવ બાદ ઉઠાવ્યું છે. મ્યાન્મારમાં તખ્તાપલટ પર વિશ્વભરમાંથી ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. અમેરિકાએ તો લોકતાંત્રિત વ્યવસ્થાને ચોટ પહોંચાડનારાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની ધમકી સુદ્ધા આપી દીધી. 

સમાચાર એજન્સી એએફપીએ  ટીવી રિપોર્ટ્સના હવાલે જણાવ્યું કે મ્યાન્મારની સેનાએ આંગ સાન સૂ કી (Aung San Suu Kyi) ની અટકાયત બાદ દેશમાં એક વર્ષ સુધી કટોકટી લાગુ કરી દીધી છે. સેનાના જનરલને કાર્યકારી રાષ્ટ્રપતિ નિયુક્ત કરાયા છે. 

એક વર્ષ માટે કટોકટી લાગુ
મ્યાન્મારની સેનાએ એક વર્ષ માટે કટોકટી લાગુ કરી દીધી છે. મ્યાન્માર સૈન્ય ટેલિવિઝનનું કહેવું છે કે સેનાએ એક વર્ષ માટે દેશ પર નિયંત્રણ કર્યું છે અને સેનાના કમાન્ડર ઈન  ચીફ મિન આંગ હ્રાઈંગ પાસે સત્તા જાય છે. મ્યાન્માર સેનાનું કહેવું છે કે ચૂંટણીમાં ફ્રોડના જવાબમાં તખ્તાપલટની કાર્યવાહી કરાઈ છે. આ તખ્તાપલટ સાથે જ દેશના અલગ અલગ ભાગોમાં સેનાની ટુકડીઓ તૈનાત કરાઈ છે. મ્યાન્મારના મુખ્ય શહેર યાંગૂનમાં સિટી હોલ બહાર સૈનિકોની તૈનાતી કરાઈ છે. જેથી કરીને તખ્તાપલટનો કોઈ વિરોધ ન કરી શકે. 

The Nobel Peace Prize 2021: કોને મળશે 2021નો નોબેલ શાંતિ પુરસ્કાર? ટ્રમ્પ, નવેલની, WHO અને ગ્રેટા થનબર્ગ વચ્ચે મુકાબલો

અત્રે જણાવવાનું કે મ્યાન્મારમાં એક લાંબા સમય સુધી આર્મીનું રાજ રહ્યું છે. વર્ષ 1962થી લઈને વર્ષ 2011 સુધી દેશમાં સૈન્ય શાસન રહ્યું છે. વર્ષ 2010માં મ્યાન્મારમાં સામાન્ય ચૂંટણી યોજાઈ અને 2011માં મ્યાન્મારમાં નાગરિકો દ્વારા ચૂંટાયેલી સરકાર બની. જેમાં જનતાએ ચૂંટેલા પ્રતિનિધિઓને રાજ કરવાની તક મળી. 

અમેરિકા, ઓસ્ટ્રેલિયા સહિત અનેક દેશોએ તખ્તાપલટ પર ચિંતા વ્યક્ત કરી છે અને મ્યાન્મારની સેનાને કાયદાનું સન્માન કરવાની અપીલ કરી છે. વ્હાઈટ હાઉસના પ્રવક્તા જેન સાકીએ કહ્યું કે બર્માની સેનાએ સ્ટેટ કાઉન્સિલ આંગ સાન સૂ કી અને અન્ય નાગરિક અધિકારોની ધરપકડ સહિત દેશના લોકતાંત્રિક સંક્રમણને ઓછું કરવા માટે પગલાં લીધા છે. 

સેનાને ચેતવણી આપતા અમેરિકાએ કહ્યું કે સંયુક્ત રાજ્ય અમેરિકાએ હાલમાં ચૂંટણી પરિણામો બદલાવવા કે મ્યાન્મારના લોકતાંત્રિક વ્યવસ્થાને બાધિત કરવાના કોઈ પણ પ્રકારના પ્રયત્નનો વિરોધ કર્યો છે અને જો આ તખ્તાપલટ ખતમ ન થયું તો જવાબદાર લોકો વિરુદ્ધ કાર્યવાહી થશે. 

વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube