વોશિંગ્ટન: ઈરાન (Iran) સાથે તણાવ વચ્ચે અમેરિકા (USA) એ ઈરાન પર નવા પ્રતિબંધો લગાવવાનું નક્કી કર્યું છે. ટ્રમ્પ પ્રશાસને ઈરાનના ઈરાક સ્થિત અમેરિકી સૈન્ય ઠેકાણાઓ પર મિસાઈલ હુમલા બાદ ઈરાન પર આ પ્રતિબંધો લાદ્યા છે. અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિઓ અને નાણામંત્રી સ્ટીવન ન્યૂચિને કહ્યું કે નવા પ્રતિબંધોથી મધ્યપૂર્વમાં અસ્થિરતા ફેલાવવાની સાથે જ મંગળવારે  થયેલા મિસાઈલ હુમલામાં સામેલ ઈરાની અધિકારીઓને પણ નુકસાન થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હકીકતમાં અમેરિકી ડ્રોન હુમલામાં પોતાના સૌથી શક્તિશાળી કમાન્ડર જનરલ કાસિમ સુલેમાનીના માર્યા ગયા બાદ ઈરાને ઈરાકમાં અમેરિકી સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવીને મિસાઈલ હુમલો કર્યો હતો. ન્યૂચિને કહ્યું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાની ટેક્સટાઈલ, નિર્માણ, મેન્યુફેક્ચરિંગ અને ખનન ક્ષેત્રો સંબંધિત લોકો પર પ્રતિબંધ લગાવવાના શાસકીય આદેશ બહાર પાડ્યા છે. ટ્રમ્પે સ્ટીલ અને લોખંડ ક્ષેત્રો માટે પણ અલગ અલગ પ્રતિબંધો લગાવ્યાં છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube