નવી દિલ્હીઃ સોશિયલ મીડિયાના વર્તમાન યુગમાં ક્યારે શું વાયરલ થઈ જાય તેના અંગે કશું જ કહી શકાય નહીં. તાજેતરમાં જ એક સામાન્ય કહેવાતો ઈંડો સોશિયલ મીડિયા પર સનસનાટી મચાવી દીધી છે. આ ઈંડાએ અમેરિકાની જાણીતી હસ્તી અને પ્રખ્યાત અભિનેત્રી કાઈલી જેનરને પણ પાછળ પાડી દીધી છે. ટીવી સુપરસ્ટાર કાઈલીએ એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે એક ઈંડાને સડક પર મુકીને ફોડતી દેખાઈ રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હકીકતમાં આ સમગ્ર ઘટના 4 જાન્યુઆરીના રોજ ઈન્સ્ટાગ્રામના એકાઉન્ટ world_record-egg પર એક ઈંડાનો ફોટો શેર કરવામાં આવ્યો હતો. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે અત્યાર સુધી આ સ્ટોરીને 2.7 કરોડ કરતાં વધુ લાઈક મળી ચૂકી છે. ખાસ વાત એ છે કે, આ એકાઉન્ટના 25 લાખ કરતાં પણ વધુ ફોલોઅર્સ છે અને અત્યાર સુધી આ એકાઉન્ટમાં માત્ર એક ઈંડાનો ફોટો જ મુકવામાં આવ્યો છે. 


BJP નેતાનો અત્યંત ગંભીર આરોપ, 'બાળ ઠાકરે સોનુ નિગમની હત્યા કરાવવા માંગતા હતાં'


world_record_egg ઈન્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક પોસ્ટ પણ શેર કરવામાં આવી છે, જેમાં લખ્યું છે કે, "આવો એકસાથે ભેગામળીને વર્લ્ડ રેકોર્ડ બનાવીએ અને ઈન્સ્ટાગ્રામ પર સૌથી વધુ પસંદ કરવામાં આવતો ફોટો ધરાવતી પોસ્ટ બનાવીએ. કાઈલી જેનર દ્વારા આયોજિત વર્તમાન વર્લ્ડ રેકોર્ડ (1.8 કરોડ)ને હરાવીને અમને આ મળી ગયો છે."


કર્ણાટકમાં ગઠબંધન સરકાર મુશ્કેલીમાં!, 2 અપક્ષો બાદ હવે કોંગ્રેસના 5 MLA પણ છોડશે સાથ?


કાઈલીએ આપ્યો જવાબ
ઈન્સ્ટાગ્રામ પર એક ઈંડાના ફોટાને કારણે પાછળ રહી ગયેલી કાઈલી આશ્ચર્યચકિત છે. પોતે પાછળ રહી ગઈ હોવાથી જેનરે સાંકેતિક રીતે એક ઈંડાને સડક પર ફોડીને પોતાની પ્રતિક્રિયા આપી છે. પોતાના આધિકારીક ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઈંડુ ફોડવાનો વીડિયો પણ કાઈલીએ શેર કર્યો છે. તેણે લખ્યું છે, તમે પણ જૂઓ...


વિશ્વના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...