નવી દિલ્હી: ભારતીય વાયુસેનાને મળેલા 280 કિલોમીટરની ઝડપે અને 16 એન્ટી ટેંક મિસાઇલ છોડવાની ક્ષમતા રાખતું હમલાવર અપાચે હેલિકોપ્ટર બાદ હવે લડાકુ વિમાન રાફેલે પાકિસ્તાનના હોશ ઉડાવી દીધા છે. ફ્રાન્સમાં જે સમયે રક્ષા મંત્રી રાજનાથ સિંહ રાફેલને રિસીવ કરવામાં લાગ્યા હતા. ત્યારે બીજી તરફ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન અને સેના પ્રમુખ કમર જાવેદ બાજવા ચીનમાં જમ્મૂ કાશ્મીર મુદ્દા પર બંને દેશોની વચ્ચે ઉભા થયેલા તણાવને લઇને મદદ માગવા પહોંચ્યા હતા. સેના પ્રમુખ બાજવા ચીનના પીપુલ્સ લિબરેશન આર્મી (પીએલએ)ના ટોચના અધિકારીઓ સાથે મંગળવારે મુલાકાત કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- લીથિયમ આયન બેટરી બનાવવા માટે ત્રણ વૈજ્ઞાનિકોને મળશે કેમેસ્ટ્રીનો નોબેલ પુરસ્કાર


જનરલ બાજવાએ પીપુલ્સ લિબરેશન આર્મી (પીએલએ કાર્યાલય) પહોંચી કમાન્ડર આર્મી જનરલ અને કેન્દ્રીય સૈન્ય આયોગ (સીએમસી)ના મુખ્ય અધિકારી સાથે પણ મુલાકાત કરી હતી. ખાસ વાત એ હતી કે, પાકિસ્તાનના સેના પ્રમુખ બાજવા અને ઇમરાન બંને અલગ અલગ સમય પર બેઇજિંગ પહોંચ્યા હતા. પહેલા બાજવા પહોંચ્યા અને ત્યારબાદ મંગળવારના ઇમરાન ખાન બેઇજિંગ પહોંચ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર એક વર્ષમાં ત્રીજી વખત ઇમરાન ખાન ચીના પ્રવાસ પર ગયા હતા.


આ પણ વાંચો:- PM મોદી-શી જિગપિંગની વચ્ચે આર્ટિકલ 370 પર નહીં થાય ચર્ચા, આતંકવાદ પર થશે વાત


તાજેતરમાં જે પ્રકારથી ભારતે જમ્મૂ કાશ્મીરથી કલમ 370 હટાવી અને તેનો પ્રત્યાઘાત પાકિસ્તામાં પડ્યા છે. જેના કારણે બંને દેશોના સંબંધમાં તણાવ પેદા થયો છે. આ વચ્ચે ભારતની સૈન્ય ક્ષમતાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. ભારતે ત્રણ સપ્ટેમ્બરના રોજ અમેરિકા પાસેથી કુલ 22માંથી 8 અપાચે હેલિકોપ્ટર લીધા હતા. જ્યારે 8 ઓક્ટોબરના વાયુસેના દિવસ પર ફ્રાન્સ પાસેથી પહેલું રાફેલ વિમાન પણ હાંસલ કરી લીધુ છે. તેનાથી પાકિસ્તાન સુરક્ષાને લઇને ચિંતામાં છે.


આ પણ વાંચો:- ચીને પાકિસ્તાનને આપ્યો મોટો ઝટકો, કહ્યું- ‘કાશ્મીર મુદ્દો ભારત-પાક એકબીજા વચ્ચે ઉકેલો


સૂત્રોના જણાવ્યા અનુસાર પાકિસ્તાન એરફોર્સે પણ ઇમરાન ખાનને જાણાકરી આપી કે યુદ્ધની સ્થિતિમાં પોતાના અત્યાધુનિક હથિયારોના દમ પર ભારત ભારે પડી શકે છે. આ કારણ રહ્યું કે જ્યાં ભારતથી રાજનાથ સિંહ રાફેલ લેવા ફ્રાન્સ પહોંચ્યા. ત્યારે રાફેલની રિસીવિંગથી એક દિવસ પહેલા જ પાકિસ્તાનના સેના પ્રમુખ બાજવા મદદ માગવા બેઇજિંગ પહોંચ્યા હતા.


આ પણ વાંચો:- રાફેલ વિમાનમાં ઉડ્ડયનનો અનુભવ, જાણો રાજનાથ સિંહના જ શબ્દોમાં....


સૂત્રોના જણાવ્યા અનુસાર બેઇજિંગ પ્રવાસ પર પહોંચેલા ઇમરાન ખાન અને પાક સેના પ્રમુખ બાજવા ભારતથી તણાવ અને કાશ્મીરના મુદ્દા પર ચીનના મુખ્ય નેતૃત્વથી વાતચીતમાં લાગ્યા છે. ઇમરાન ખાનના બેઇજિંગ પ્રવાસનું મહત્વ એટલા માટે વધારે છે કેમ કે, આ ચીનના રાષ્ટ્રપતિ શી જિગપિંગ ભારત પ્રવાસે આવી રહ્યાં છે.


જુઓ Live TV:-


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...