close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

ચીને પાકિસ્તાનને આપ્યો મોટો ઝટકો, કહ્યું- ‘કાશ્મીર મુદ્દો ભારત-પાક એકબીજા વચ્ચે ઉકેલો’

કાશ્મીર પર પ્રોપેગન્ડાના એજન્ડાને લઇને બીજિંગ પહોંચ્યા પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાનને ચીને જોરદાર મોટો ઝટકો આપ્યો છે. ચીને તેના સ્ટેન્ડ પરથી યૂ-ટર્ન મારતા કાશ્મીરને ભારત-પાકિસ્તાનનો દ્વિપક્ષીય મુદ્દો ગણવ્યો છે

Ketan Panchal - | Updated: Oct 9, 2019, 12:26 PM IST
ચીને પાકિસ્તાનને આપ્યો મોટો ઝટકો, કહ્યું- ‘કાશ્મીર મુદ્દો ભારત-પાક એકબીજા વચ્ચે ઉકેલો’

ઇસ્લામાબાદ/ બીજિંગ: કાશ્મીર પર પ્રોપેગન્ડાના એજન્ડાને લઇને બીજિંગ પહોંચ્યા પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાનને ચીને જોરદાર મોટો ઝટકો આપ્યો છે. ચીને તેના સ્ટેન્ડ પરથી યૂ-ટર્ન મારતા કાશ્મીરને ભારત-પાકિસ્તાનનો દ્વિપક્ષીય મુદ્દો ગણવ્યો છે. સાથે જ બંને દેશો એકબીજા સાથે વાતચીક કરી તેનો ઉકેલ લાવે તેવી સલાહ પણ આપી છે. ચીનના વિદેશ મંત્રાલયે રાષ્ટ્રપતિ શી જિગપિંગના ભારત પ્રવાસ પહેલા આ ચોંકાવનારૂ નિવેદન આપ્યું છે.

આ પણ વાંચો:- રાફેલ વિમાનમાં ઉડ્ડયનનો અનુભવ, જાણો રાજનાથ સિંહના જ શબ્દોમાં....

મંગળવારે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગેંગ શુઆંગે કહ્યું કે, ‘ચીને ભારત અને પાકિસ્તાનને એકબીજા પર વિશ્વાસ રાખવા અને સંબંધોને સુધારવા માટે કાશ્મીર સહિત વિવાદો પર વાતચીતને મજબૂત કરવાની અપીલ કરી છે. આ ભારત અને પાકિસ્તાન બંનેના હિતને અનુરૂપ છે અને દેશોને આંતરરાષ્ટ્રીય સમાજની અપેક્ષા છે.

આ પણ વાંચો:- VIDEO : રાજનાથ સિંહ રાફેલમાં ઉડાન ભરનારા દેશના પ્રથમ સંરક્ષણ મંત્રી બન્યા

તમને જણાવી દઇએ કે, આ પહેલા અમેરિકાએ પણ ઇમરાન ખાનને સાર્વજનિક રીતે આ વાત કરી હતી કે, તેઓ બંને દેશોના વિવાદો પર વાતચીત દ્વારા ઉકેલે.

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન (Imran Khan) ચીનના તેમના ત્રીજા પ્રવાસ અંતર્ગત મંગળવારે બીજિંગ પહોંચ્યા હતા. તેમણે ત્યાં ચીનના રાષ્ટ્રપતિ શી જિગપિંગ અને તેમની સમકક્ષ લી ક્યાંગની સાથે ક્ષેત્રીય અને દ્વિપક્ષીય મુદ્દા પર વાત કરી હતી. ધ ન્યૂઝ ઇન્ટરનેશનલની રિપોર્ટના અનુસાર, બીજિંગમાં ખાનના પહોંચવા પર તેમનું સ્વાગત ચીનની સંસ્કૃતિ અને પર્યટન મંત્રી લુઓ શુગાંગ, ચીનમાં પાકિસ્તાનના રાજદૂત નગ્મના હાશમી અને અન્ય અધિકારીઓએ કર્યું હતું.

આ પણ વાંચો:- ફ્રાન્સ દ્વારા પ્રથમ રાફેલ વિમાન ઔપચારિક રીતે રાજનાથ સિંહને સોંપાયું

ખાનની સાથે પહોંચેલા ટોચ સ્તરીય પ્રતિનિધિમંડળમાં વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશી, યોજના, વિકાસ અને સુધારા મંત્રી ખુસરો બખ્તિયાર, રોકાણ વોર્ડ (બીઓઆઇ)ના ચેરમેન ઝુબેર ગિલાની અને અન્ય વરિષ્ઠ અધિકારી હતા. ઇમરાનના સન્માનમાં શી અને લી અલગ અલગ કાર્યક્રમ આયોજિત કર્યા હતા.

આ પણ વાંચો:- Nobel Prize 2019 : જેમ્સ પીબલ્સ, મિશેલ મેયર અને દેદિયર ક્વેલોઝને ફિઝિક્સનો નોબેલ

બંને વડાપ્રધાનની બેઠક દરમિયાન કેટલાક કરાર અને મેમોરેન્ડમ પર હસ્તાક્ષર થયા. ખાન ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરીડોર (સીપીઈસી)ની પરિયોજનાઓના વિસ્તાર અને કૃષિ, ઉદ્યોગ અને સામાજિક-આર્થિક ક્ષેત્રોમાં સહયોગ પર ચર્ચા કરવામાં આવી હતી.

આ પણ વાંચો:- પાકિસ્તાનના લોકોને પણ રાતા પાણીએ રડાવી રહી છે ડુંગળી, ભાવ જાણીને ચોંકી જશો

ઓગસ્ટ 2018માં વડાપ્રધાન બન્યા બાદ ખાનની આ ત્રીજો ચીન પ્રવાસ હતો. આ પહેલા તેઓ આ વર્ષે એપ્રિલમાં બીજી બેલ્ટ એન્ડ રોડ ફોરમમાં સામેલ થવા અને ચીનના નેતૃત્વથી સીપીઈસીના વિસ્તાર પર ચર્ચા કરવા માટે ગયા હતા. તેમની પહેલી સત્તાવાર ચીન યાત્રા નવેમ્બર 2018માં થઇ હતી.
ઇનપુટ: એજન્સી આઇએએનએસ)

જુઓ Live TV:-

દુનિયાના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...