ચીનને મોટો ફટકો પડવાની તૈયારી! `ડ્રેગન`ને ટાર્ગેટ કરવા અમેરિકાએ લીધા 3 મસમોટા પગલાં
અમેરિકા અને ચીન વચ્ચે કોલ્ડ વોર ચાલી રહી છે. આમ તો બંને દેશો વચ્ચે પહેલેથી ખેંચતાણ જોવા મળતી હતી. પરંતુ કોરો મહામારીના કારણે તણાવ ખુબ વધી ગયો છે. ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ અમેરિકાને હરાવવા માંગે છે અને ડોનાલ્ડ ટ્રમ્પ ચીનને અલગ થલગ કરવામાં લાગ્યા છે. આ જંગમાં અમેરિકા ઘણુંખરુ સફળ પણ થઈ રહ્યું છે.
વોશિંગ્ટન: અમેરિકા અને ચીન વચ્ચે કોલ્ડ વોર ચાલી રહી છે. આમ તો બંને દેશો વચ્ચે પહેલેથી ખેંચતાણ જોવા મળતી હતી. પરંતુ કોરો મહામારીના કારણે તણાવ ખુબ વધી ગયો છે. ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ અમેરિકાને હરાવવા માંગે છે અને ડોનાલ્ડ ટ્રમ્પ ચીનને અલગ થલગ કરવામાં લાગ્યા છે. આ જંગમાં અમેરિકા ઘણુંખરુ સફળ પણ થઈ રહ્યું છે.
અમેરિકાએ ચીન વિરુદ્ધ ત્રણ મોટા પગલાં ભર્યા છે. પહેલું એ કે સૈન્ય ઘેરાબંધી, બીજુ પગલું વાણિજ્ય દૂતાવાસ બંધ કરવું અને ત્રીજુ પગલું હેકર્સ પર નિશાન સાધ્યું. અમેરિકા સમગ્ર એશિયામાં પોતાની સેનાઓની હાજરી વધારી રહ્યું છે. અમેરિકી રક્ષા સચિવ માર્ક એસ્પર (Mark Esper)એ આ યોજનાની બ્લ્યુ પ્રિન્ટ પણ તૈયાર કરી છે. અમેરિકા નેવીના જહાજોને એશિયામાં મોકલી રહ્યું છે અને તાઈવાનને હથિયાર આપી રહ્યું છે. દક્ષિણ ચીન સાગર અને તાઈવાનની આસપાસ ચીની જહાજોની સક્રિયતાને ધ્યાનમાં રાખતા અમેરિકા મજબુત ગઠબંધન કરી રહ્યું છે.
એસ્પરના જણાવ્યાં મુજબ ચીનની ગતિવિધિઓ સમગ્ર વિસ્તારને અસ્થિર કરે છે અને અમેરિકા તેનો મુકાબલો કરવા માંગે છે. અમેરિકાની રણનીતિનો એક મહત્વનો હિસ્સો ભારત હશે. અમેરિકી રક્ષામંત્રીના નિર્દેશનમાં હાલમાં જ આંદમાન અને નિકોબારના ટાપુઓના તટે નેવી અભ્યાસ કરવામાં આવ્યો. એસ્પરે કહ્યું કે આ પ્રકારની કવાયત શક્તિ પ્રદર્શનનો ભાગ છે.
આ ઉપરાંત એક મહત્વપૂર્ણ પગલું ભરતા અમરિકાએ બુધવારે ચીનને 72 કલાકની અંદર હ્યુસ્ટનમાં પોતાનું વાણિજ્ય દૂતાવાસ બંધ કરવાનો આદેશ આપ્યો. અમેરિકી અધિકારીઓનું માનવું છે કે અમેરિકામાં ચીનના પ્રભાવના વિસ્તાર માટે આ દૂતાવાસ જાસૂસી કામને અંજામ આપતુ હતું. જો કે વોશિંગ્ટને આ અંગે વધુ જાણકારી આપી નથી. પરંતુ તે ચીન પર સતત વાણિજ્ય અને સૈન્ય સિક્રેટ ચોરી કરવાના પ્રયત્નોનો આરોપ લગાવતું રહ્યું છે.
ટ્રમ્પ પ્રશાસન દ્વારા ચીનના વાણિજ્ય દૂતાવાસને બંધ કરવાના આદેશના કેટલાક કલાકો બાદ ચીની રાજનયિકો કેટલાક દસ્તાવેજો બાળતા જોવા મળ્યાં. જેનાથી શક ઊંડો થતો જાય છે કે વાસ્તવમાં ચીની દૂતાવાસ કોઈ ગેરકાયદેસર ગતિવિધિમાં સંડોવાયેલુ હતું.
અમેરિકાએ ચીન પર જાસૂસીનો આરોપ લગાવેલો છે. યુએસ ઈન્વેસ્ટિગેટર્સે કહ્યું કે ચીન ફક્ત જાસૂસી જ નથી કરતું પણ તેણે પોતાના હેકર્સને પણ કામે લગાવ્યાં છે. તે માત્ર અમેરિકામાં જ નહીં પરંતુ દુનિયાભરમાં કોરોના વાયરસ વેક્સિનના રિસર્ચને નિશાન બનાવે છે.
જુઓ LIVE TV
લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube