સિડની: કોરોના (Corona) મહામારી સામે ઝઝૂમી રહેલા ભારતની મદદ માટે ઓસ્ટ્રેલિયાએ પણ હાથ લંબાવ્યો છે. ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરિસને કોરોના સામેની જંગમાં ભારતને દરેક શક્ય મદદની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે ઓસ્ટ્રેલિયા વેન્ટિલેટર સહિત જરૂરી સાધનસામગ્રી ભારતને આપશે. અત્રે જણાવવાનું કે ઓસ્ટ્રેલિયા પોતે પણ કોરોનાની થપાટથી બેહાલ છે. આમ છતાં તેણે ભારત તરફ મદદનો હાથ લંબાવ્યો તે દર્શાવે છે કે બંને દેશોના સંબંધ કેટલા મજબૂત છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતની સ્થિતિ ચિંતાજનક
નેશનલ સિક્યુરિટી કમિટીની બેઠક બાદ એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા પીએમ સ્કોટ મોરિસને ભારતના હાલની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે ભારતમાં જે દ્રશ્ય અમને જોવા મળી રહ્યા છે તે ખુબ ચિંતાજનક  અને પરેશાન કરનારા છે. અમે ભારત પ્રત્યે સહાનુભૂતિ અને સંવેદના વ્યક્ત કરીએ છીએ અને આ સંકટની સ્થિતિમાં તેને દરેક શક્ય મદદ કરવાની જાહેરાત કરીએ છીએ. 


આ સાધન સામગ્રી મોકલશે ઓસ્ટ્રેલિયા
વેન્ટિલેટર ઉપરાંત ઓસ્ટ્રેલિયા ભારતને વ્યક્તિગત સુરક્ષા ઉપકરણ (PPE) , એક મિલિયન સર્જિકલ માસ્ક, 5 લાખ P2/N95 માસ્ક, એક લાખ સર્જિકલ ગાઉન, એક લાખ ગોગલ્સ, એક લાખ હાથના મોજા, 20,000 ફેસ શિલ્ડ મોકલશે. ઓસ્ટ્રેલિયાની સરકારે 100 ઓક્સિજન સોન્સેન્ટ્રેટર સહિત જરૂરી સામાન ઉપલબ્ધ કરાવવાનું પણ વચન આપ્યું છે. 


Direct Flight પર રોક
આ બાજુ કોરોનાના પ્રકોપને જોતા ઓસ્ટ્રેલિયાએ બંને દેશો વચ્ચે ડાઈરેક્ટ ફ્લાઈટ્સ પર 15 મે સુધી રોક લગાવી છે. આ ઉપરાંત દુબઈ, સિંગાપુર અને કુઆલાલંપુર થઈને ભારતથી ઓસ્ટ્રેલિયા પહોંચવું હાલ શક્ય નથી. સરકારે કહ્યું કે ભવિષ્યમાં ઉડાણ શરૂ થવા પર મુસાફરોએ બોર્ડિંગ પહેલા કોરોના નેગેટિવ હોવાનો પુરાવો આપવો પડશે. 


Barry O'Farrell ના વખાણ
ઓસ્ટ્રિલયાના પ્રધાનમંત્રીએ વધુમાં કહ્યું કે હાલ ભારતમાં જે ઓસ્ટ્રેલિયન નાગરિકો રહે છે અમે તેમના પડખે છીએ. ભારતમાં ઓસ્ટ્રિલયન ઉચ્ચાયુક્ત બેરી ઓફારેલની પ્રશંસા કરતા તેમણે કહ્યું  કે બેરી અને તેમની ટીમ ખુબ સારું કામ કરી રહી છે. અત્રે જણાવવાનું કે ગત વર્ષ માર્ચથી અત્યાર સુધીમાં 19,400 ઓસ્ટ્રેલિયન નાગરિકો પાછા ફરી ચૂક્યા છે. હાલ 9000 ઓસ્ટ્રિલયન ભારતમાં રજિસ્ટર્ડ છે. જેમાંથી 650 વલ્નરેબલની શ્રેણીમાં આવે છે. 


Registration for Vaccine: 18 વર્ષથી વધુ વયના લોકો માટે કોરોના રસીનું રજિસ્ટ્રેશન આજથી શરૂ થશે, જાણો સમગ્ર વિગતો


Corona Vaccine: Covishield અને Covaxin રસી કોણે ન લેવી જોઈએ? ફેક્ટશીટની ખાસ વાતો જાણો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube