ઈસ્લામાબાદઃ પાકિસ્તાનમાં ઈમરાન ખાન સરકારની ઉલટી ગણતરી શરૂ થઈ ગઈ છે. ઈમરાન ખાનના રાજીનામાની માગ સાથે જમિયત ઉલેમા-એ-ઈસ્લામ ફઝલ(JUI-F)ના નેતા મૌલાના ફઝલુર રહેમાનના નેતૃત્વમાં વિરોધ પક્ષની 'આઝાદી માર્ચ' ઈસ્લામાબાદ પહોંચી ગઈ છે. રાજધાનીમાં જુલુસની આગેવાની કરી રહેલા મૌલાના ફઝલુર રહેમાને જણાવ્યું કે, તેમની પાર્ટી દ્વારા પીટીઆઈ સરકારને અલ્ટીમેટમ આપી દેવાયું છે કે, તેમનો સમય હવે સમાપ્ત થઈ ગયો છે. આ તો સેનાએ બેસાડેલો વડાપ્રધાન છે અને તેને ઉખેડી ફેંકવા અમે અહીં આવ્યા છીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમારી એ માગણી છે કે, વર્તમાન સરકાર તદ્દન નકલી છે. અમારો દેશ સંપૂર્ણપણે આઝાદ નથી એટલે જ અમે આ માર્ચનું નામ 'આઝાદી માર્ચ' રાખ્યું છે. અમે ઈસ્લામ અને સરકારને આઝાદ કરાવા માગીએ છીએ. જ્યાં સુધી તે લોકો આઝાદ નહીં થાય ત્યાં સુધી અમે પાછા નહીં જઈએ. અગાઉ ઘણું થતું રહ્યું છે, પરંતુ આ સરકારે દેવાળુ ફૂંક્યું છે. ઈસ્લામના વિરુદ્ધમાં વાતો કરનારા લોકોને ખુલ્લી આઝાદી આપવામાં આવેલી છે. 


ઈમરાન ખાનની જાહેરાત, કરતારપુર દર્શન માટે શ્રદ્ધાળુઓને પાસપોર્ટની જરૂર નથી


તેમણે આજ ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, "અમે તેમની પાસેથી રાજીનામું લેવા આવ્યા છીએ અને તેના માટે અમે યુદ્ધ કરવા પણ તૈયાર છીએ." ધરણાનો સંકેત આપતા તેમણે કહ્યું કે, તેમની પાર્ટી ઈસ્લામાબાદમાં બેસીને સરકારને બે-ત્રણ દિવસનો સમય આપવા માગે છે.


તેની સામે વડાપ્રધાન ઈમરાન ખાને સ્પષ્ટ કરી દીધું છે કે, રાજીનામું આપવાનો કોઈ સવાલ જ પેદા થતો નથી. જો આઝાદી માર્ચવાળાને જમવાનું જોઈતું હશે તો અમે તે પહોંચાડીશું પરંતુ રાજીનામાની વાત તેમની તદ્દન નિરર્થક છે. સરકાર કડક પગલાં લેતાં પીછેહઠ નહીં કરે. 


જુઓ LIVE TV....


દુનિયાના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....