Baba Vanga: આગામી વર્ષે શરૂ થશે એવું `મહાયુદ્ધ`, ઘટી જશે દુનિયાની વસ્તી, બાબા વેંગાની ડરામણી ભવિષ્યવાણી
Baba Vanga Prediction 2025: બાબા વેંગાને કોણ નથી ઓળખતું, તેમણે અમેરિકાના ટ્વિન ટાવર પર હુમલાની ભવિષ્યવાણી પહેલા જ કરી દીધી હતી. હવે તેમણે વર્ષ 2025 માટે ભવિષ્યવાણી કરી છે, જેને સાંભળી લોકોના મનમાં ડર ઊભો થઈ રહ્યો છે.
Baba Vanga Prediction in Gujarati: અમેરિકાના ઈતિહાસમાં 11 સપ્ટેમ્બર 2001તે તારીખ છે, જેને કોઈ વ્યક્તિ ભૂલી ન શકે. આ દિવસે ઓસામા બિન લાદેશનના આતંકી સંગઠન અલકાયદાએ તેની બે ગગનચુંબી ઈમારતો પર વિમાન ટકરાવી ત્રણ હજાર લોકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ હુમલાના ષડયંત્ર વિશે અમેરિકા સહિત કોઈ દેશના નેતાને ખબર પણ પડી નહોતી. પરંતુ એક વ્યક્તિ એવી હતી, જેણે આ હુમલા વિશે પહેલા જ ભવિષ્યવાણી કરી દીધી હતી. તે વ્યક્તિ કોઈ અન્ય નહીં બાબા વેંગા હતા, જેણે અણેરિકાને આ હુમલા વિશે પહેલા ચેતવ્યું હતું.
દુર્ઘટનામાં જતી રહી હતી આંખોની રોશની
મૂળ રૂપથી બુલ્ગારિયાના રહેવાસી બાબા વેંગાનું અસલી નામ વેંજેલિયા પાંડેવા ગુશ્ટેરોવા હતું. તે બાળપણમાં બરાબર હતા, પરંતુ એક દુર્ઘટનામાં તેમણે આંખની રોશની ગુમાવી દીધી હતી. ત્યારબાદ તેમણે હિંમત ન હારી અને પોતાની દૂરદ્રષ્ટિથી ભવિષ્યમાં થનારી ઘટનાઓનું અનુમાન લગાવી ભવિષ્યવાણી કરવાનું શરૂ કર્યું હતું. વર્ષ 1996માં 85 વર્ષની ઉંમરે તેમનું નિધન થયું હતું.
ટ્વિન ટાવર પર હુમલાની કરી હતી ભવિષ્યવાણી
તેમણે ન્યૂયોર્કમાં ટ્વિન ટાવર્સ પર થયેલા હુમલાની ભવિષ્યવાણી પહેલા જ કરી દીધી હતી. અમેરિકી ભવિષ્યવેત્તા માર્કા અનુસાર બાબા વેંગાએ પોતાની ભવિષ્યવાણીમાં કથિત રીતે કહ્યું હતું કે બે ધાતુ પક્ષી (વિમાન) આપણા અમેરિકી ભાઈઓ સાથે ટકરાશે, ઝાડીઓમાંથી વરુઓ રડશે અને નિર્દોષોનું લોહી નદીઓમાં વહેશે. આ કરીને તેણે ભવિષ્યની ઘટનાને સંકેતોમાં પહેલેથી જ પૂર્વદર્શન આપ્યું હતું.
આગામી વર્ષે યુરોપમાં શરૂ થશે મહાયુદ્ધ
હવે બાબા વેંગાએ આગામી વર્ષ માટે મોટી ભવિષ્યવાણી કરી હતી, જેનાથી લોકોમાં ડર વધી રહ્યો છે.તેમના સમર્થકો પ્રમાણે બાબા વેંગાની ભવિષ્યવાણી છે કે વર્ષ 2025માં યુરોપમાં એક મોટો સંઘર્ષ થશે. આ સંઘર્ષથી યુરોપની જનસંખ્યામાં ભારે કમી આવશે અને લોકો ખાવા-પીવા માટે મોહતાજ થઈ જશે. તેની અસર દુનિયા પર પણ પડશે અને વૈશ્વિક સપ્લાય ચેન ડિસ્ટર્બ થઈ જશે. તેનાથી દુનિયામાં આર્થિક મંદીનો પ્રભાવ પણ પડશે.
2033માં ડૂબી જશે ઘણા સમુદ્રી દેશ
તેમણે ભવિષ્યવાણી કરી છે કે ઉર્જાની શોધ માટે માનવ વર્ષ 2028માં શુક્ર ગ્રહ સુધી પહોંચવામાં સફળ થઈ જશે. આગામી કેટલાક વર્ષોમાં થનારી ઘટનાઓ વિશે જણાવતા બાબા વેંચાએ કહ્યું કે વર્ષ 2033માં પૃથ્વીના બંને ધ્રુવો પર બરફ ઓગળવાના દરમાં સક્રિયતા આવશે. જેના કારણે ગ્લેશિયર્સનું ઓગળેલું પાણી સમુદ્રમાં પહોંચશે, જેનાથી જળસ્તર ખુબ વધી જશે. તેનાથી નિચલા વિસ્તારમાં રહેતા માલદીવ જેવા ઘણા દેશ ડૂબી જશે. ત્યારબાદ વર્ષ 2170માં વૈશ્વિક દુષ્કાળ પડશે.
પૃથ્વીનો ક્યારે આવશે અંત?
દુનિયામાં ભવિષ્યમાં કેવા રાજકીય ષડયંત્ર થશે, તેના વિશે વાત કરતા બાબા વેંગાએ ભવિષ્યવાણી કરી છે કે 2076માં સમગ્ર ગ્રહ પર સામ્યવાદ પરત આવશે. એલિયન પર વાત કરતા તેમણે ભવિષ્યવાણી કરી છે કે મનુષ્ય 2130માં અલૌકિક સભ્યતાઓ સાથે સંપર્ક બનાવવામાં સક્ષમ થઈ જશે. ત્યાં સુધી માનવ તકનીક વિકસિત થઈ ચૂકી હશે કે 3005 માં મંગળ ગ્રહ પર યુદ્ધ પણ થશે. આ સંઘર્ષ એટલો વધી જશે કે પૃથ્વી 3797માં નષ્ટ થઈ જશે.