Baba Vanga Predictions List: બલ્ગેરિયાના આગાહીકાર બાબા વેંગાને તેમની ભવિષ્યવાણી માટે આખી દુનિયા જાણે છે. બાબા વેંગાનો જન્મ વર્ષ 1911 માં થયો હતો અને તેમણે 1996 માં 86 વર્ષની ઉંમરમાં આખી દુનિયાને અલવિદા કરી હતી. બાબા વેંગાએ મોત પહેલા વર્ષ 5079 સુધીની ભવિષ્યવાણી કરી દીધી છે. બાબા વેંગાની સોવિયત સંઘના વિઘટન, અમેરિકામાં આતંકી સંગઠન અલકાયદાના 9/11 જેવા હુમલાની ભવિષ્યવાણીઓ સાચી પડી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાબા વેંગાએ માનવતાના અંતની ભવિષ્યવાણી કરી છે. જે સમગ્ર દુનિયાને ડરાવી રહી છે. તેમણે કહ્યું કે, વર્ષ 2025 માં દુનિયાના સર્વનાશની શરૂઆત થઈ જશે. પરંતુ માનવતાનો સમગ્ર રીતે અંત તો 5079 ના વર્ષમાં આવશે. બાબા વેંગાએ કહ્યું કે, યુરોપમાં 2025 માં એક સંઘર્ષ થશે, જેનાથી તબાહીની શરૂઆત થશે. તેમની ભવિષ્યવાણી અનુસાર, વર્ષ 2025 માં એવી ભયાનક ઘટનાઓ બનશે, જે માનવતાના અંતનું કારણ બનશે. 


સસ્તું થઈ જશે પેટ્રોલ-ડીઝલ, ઓઈલ સેક્રેટરીએ આપ્યા દિલ ખુશ કરી દેતા સમાચાર


બાલ્કન ક્ષેત્રના નાસ્ત્રેદમસના નામથી ફેમસ બાબા વેંગાએ ભવિષ્યવાણી કરી છે કે, વર્ષ 2025 માં યુરોપમાં એક ભયાવહ સંઘર્ષ થશે, જેનાથી આખી દુનિયામાં તબાહી મચી જશે. તેનાથી મહાદ્વીપની મોટી વસ્તી ખરાબ રીતે પ્રભાવિત થશે. બાબા વેંગાએ કહ્યું કે, વર્ષ 2033 માં જળવાયુ પરિવર્તનના ગંભીર પરિણામ આવશે. ધ્રુવીય બરફ પીગળવાથી દુનિયાભરમાં સમુદ્રના સ્તરમાં ભારે વધારો થશે. તેનાથી લોકોની જિંદગી વધુ મુશ્કેલ બની જશે. 


આ વર્ષે ખતમ થઈ જશે માનવ જીવન
બાબા વેંગાએ ભવિષ્યવાણી કરી કે, વર્ષ 2043 માં યુરોપમાં મુસ્લિમ શાસન આવશે. તેમના જણવ્યા અનુસરા, ભૂ-રાજનીતિક બદલાવ પણ આવશે. વર્ષ 2076 માં સમગ્ર દુનિયામાં કમ્યુનિસ્ટ શાસનની ફરીથી એન્ટ્રી થશે. આ ઉપરાંત 2130 માં અલૌકિક પ્રાણીઓથી માનવોનો સંપર્ક થશે. તેમણે 2170 માં વૈશ્વિક સ્તર પર દુષ્કાળ આવવાની ભવિષ્યવાણી કરી છે. તેનાથી પૃથ્વી પર જળવાયુ પરિવર્તનનો પ્રભાવ વધશે. તેમણે વર્ષ 3035 માં પૃથ્વી અને મંગળની વચ્ચે યુદ્ધના સંકેત આપ્યા છે. 


બાબા વેંગાની આગાહી અનુસાર, વર્ષ 3797 સુધીમાં પૃથ્વી પર જીવન લગભગ અશક્ય બની જશે. જેના કારણે માનવીને પૃથ્વીને બદલે બીજે ક્યાંક આશ્રય લેવાની ફરજ પડશે. આખરે 5079 માં પૃથ્વી પરથી બધું જ નાશ પામશે એટલે કે જીવન સંપૂર્ણ રીતે સમાપ્ત થઈ જશે.


સ્ત્રી બાદ આવી રાજકુમાર રાવની નવી જોરદાર કોમેડી ફિલ્મ, ટ્રેલર જોઈને પાગલ થઈ જશો