ઢાકા: બાંગ્લાદેશમાં પયગંબર મોહમ્મદ વિરુદ્ધ ફેસબુક પર કથિત રીતે અપમાનજનક પોસ્ટ કરવા બદલ એક હિન્દુ યુવકનું ઘર બાળી નાખવામાં આવ્યું. ગુસ્સે ભરાયેલી ભીડે મંદિર અને અન્ય દુકાનોને પણ નિશાન બનાવ્યા. આ ઘટના શનિવારની છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. બાંગ્લાદેશ પોલીસે આ ઘટના મામલે આકાશ સાહા અને તેમના પિતા અશોક સાહાની ધરપકડ કરી છે. આકાશ સાહા પર પયગંબર વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવાનો આરોપ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મીડિયા રિપોર્ટ્સ મુજબ પોલીસે જણાવ્યું છે કે આકાશ સાહાએ પયગંબર વિરુદ્ધ ગુરુવારે અપમાનજનક ટિપ્પણી કરી હતી. કેટલાક પ્રદર્શનકારીઓએ શુક્રવારે તેના ઘરની બહાર પ્રદર્શન શરૂ કરી દીધુ. તેમણે આકાશ સાહાના ઘરના એક રૂમમાં આગ લગાવી દીધી. ભીડે અન્ય દુકાનો અને મંદિરોને પણ નિશાન બનાવ્યા. આ ઘટનાની જાણકારી મળતા જ અનેક પોલીસ યુનિટ અને વરિષ્ઠ અધિકારીઓને નરૈલ જિલ્લામાં લોહાગોરા ઉપજિલ્લામાં આવેલા ગામમાં મોકલવામાં આવ્યા. ત્યારબાદ પોલીસે આકાશ સાહા અને તેમના પિતાને અરેસ્ટ કરી લીધા. 


પોલીસે કહ્યું કે આકાશ સાહા અને તેમના પિતાની પૂછપરછ થઈ રહી છે. તપાસ બાદ તેમના વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરાશે. પોલીસના સ્થાનિક અધિકારીઓ અને રાજનેતા ઘટના સ્થળે પહોંચ્યા અને તણાવ શાંત  કરવાની કોશિશ કરી. અનેક વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ પણ વિસ્તારની મુલાકાત લીધી. દિઘાલિયા યુનિયન પરિષદના ચેરમેન સૈયદ બોરહાન ઉદ્દીને કહ્યું કે અમે સતત પ્રશાસન સાથે મળીને કામ કરી રહ્યા છીએ. જેથી કરીને કોઈ પણ અપ્રિય ઘટનાને રોકી શકાય. 


જુઓ Video


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube