રેપની ધમકીઓ મળતી હતી, હિન્દુ બાળકી જીવ બચાવીને ભારત પહોંચી, ઈસ્કોન સાથે જોડાયેલો છે પરિવાર
બાંગ્લાદેશમાં હિન્દુઓને વીણી વીણીને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. એમા પણ જે લોકો ઈસ્કોન સાથે જોડાયેલા છે તેવા પરિવારો પર તો ભારે અત્યાચાર કરવામાં આવી રહ્યા છે. આવા પરિવારોની બાળકીઓને કટ્ટરપંથીઓ ઘરમાંથી ઉઠાવી જાય છે. આવા હાલાતમાં એક હિન્દુ સગીર બાળકી ભાગીને ભારત પહોંચી છે.
બાંગ્લાદેશમાં હિન્દુઓને વીણી વીણીને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. એમા પણ જે લોકો ઈસ્કોન સાથે જોડાયેલા છે તેવા પરિવારો પર તો ભારે અત્યાચાર કરવામાં આવી રહ્યા છે. આવા પરિવારોની બાળકીઓને કટ્ટરપંથીઓ ઘરમાંથી ઉઠાવી જાય છે. આવા હાલાતમાં એક હિન્દુ સગીર બાળકી ભાગીને ભારત પહોંચી છે. જેને ભારતીય સીમા સુરક્ષા બળ (BSF)એ બંગાળના ઉત્તરી દિનાઝપુર જિલ્લાના ચોપડા બ્લોકના ફતેપુર બીઓપી વિસ્તારમાં પકડી. આ છોકરી બાંગ્લાદેશના પંચાગઢ જિલ્લાથી આવી છે અને તે તથા તેનો પરિવાર ઈસ્કોન સાથે જોડાયેલા છે.
હિન્દુ છોકરીઓ પર દુષ્કર્મ
બાંગ્લાદેશમાં ઈસ્કોન સાથે જોડાયેલા પરિવારોના સભ્યોને સતત ધમકીઓ મળી રહી હતી. ખાસ કરીને બાળકીઓને ઉઠાવી જવાની ધમકીઓ સામેલ છે. અનેક હિન્દુ પરિવારોની બાળકીઓ સાથે દુષ્કર્મ, હત્યા જેવા જઘન્ય અપરાધો થઈ રહ્યા છે. જેના કારણે સગીર બાળકીના નાના તેને લઈને જેમ તેમ ભાગીને ભારતીય સરહદ પર પહોંચ્યા છે. સગીરા અને તેના નાના જલપાઈગુડીના બેલાકોબામાં પોતાના સંબંધીના ઘરે જવા માટે સરહદ પાર કરવાની કોશિશ કરી રહ્યા હતા ત્યારે બીએસએફએ તેમને પકડ્યા. હવે પોલીસ છોકરીના સંબંધીઓ સાથે સંપર્ક કરીને તેમને સુરક્ષિત રીતે તેમના સુધી પહોંચાડી રહી છે.
રેસ્ટોરામાં બીફની માંગણી
આ બધા વચ્ચે બાંગ્લાદેશથી એક નવો મામલો સામે આવ્યો છે. ઢાકામાં જ્યારે એક રેસ્ટોરાએ ગૌમાંસ ન પીરસ્યુ તો મુસ્લિમ ગ્રાહક અધિકાર પરિષદે આવા તમામ રેસ્ટોરાના બહિષ્કારની માંગણી કરતી રેલી કાઢી જે બીફ નથી પીરસતા. આવી રેસ્ટોરાઓ પર મુસ્લિમ વિરોધી વિચારધારાઓ સાથે જોડાવવાનો આરોપ લાગી રહ્યો છે. વાત જાણે એમ છે કે હિન્દુઓમાં ગાયને માતા અને પૂજનીય માનવામાં આવે છે અને મુસ્લિમ ગૌમાંસના સેવનને પ્રાથમિકતાની જેમ લે છે.
પ્રદર્શનકારીઓએ તો એવી પણ ડિમાન્ડ કરી છે કે રેસ્ટોરાના મેન્યૂમાં ગૌમાંસના વ્યંજનો ફરજિયાતપણે સામેલ કરવામાં આવે અને આમ ન કરનારાઓની હોટલો બંધ કરી દેવામાં આવે. મીડિયા રિપોર્ટ્સ મુજબ પરિષદના સંયોજક મોહમ્મદ આરિફ અલ ખબીરે ઢાકા ટ્રિબ્યુનને જણાવ્યું કે ગૌમાંસ ઈસ્લામી ઓળખના પ્રતીક તરીકે કામ કરે છે.
ચિન્મય દાસને અરજી નહીં
બીજી બાજુ ઈસ્કોનના પૂજારી ચિન્મય દાસની ધરપકડ બાદથી બાંગ્લાદેશમાં સ્થિતિ વધુ બગડી છે. આ બધા વચ્ચે તેમના જામીન માટે અનેક પ્રયત્નો થયા જે નિષ્ફળ રહ્યા. 11 ડિસેમ્બરે એકવાર ફરીથી ચટગાંવની કોર્ટે એમ કહીને વકીલની અરજી ફગાવી દીધી કે તેમની પાસે ચિન્મય તરફથી હાજર થવા માટે પાવર ઓફ એટોર્ની નહતી. આ અગાઉ રેમોન રોય તેમના વકીલ હતા જેમના પર કટ્ટરપંથીઓએ જીવલેણ હુમલો કર્યો હતો.