ઢાકા: ભ્રષ્ટાચાર મામલે જેલમાં બંધ બાંગ્લાદેશ (Bangladesh) માં પૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝીયા ( Khaleda Zia) ના વકીલ કેસર કમાલને તેમના કાનૂની  ફર્મમાં એક જૂનિયર વકીલની પત્ની સાથે કથિત લગ્નેતર  સંબંધના આરોપમાં ધરપકડ કરાયા છે. એક મીડિયા રિપોર્ટમાં ગુરુવારે તેને સત્તાવાર સમર્થન મળ્યું છે. બીડી ન્યૂઝ 24ના રિપોર્ટ મુજબ પોલીસે જણાવ્યું કે કમાલને બુધવારે ધરપકડ કરાયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કલાબગન પોલીસ સ્ટેશનના તપાસ અધિકારી અસદુજ્જમાના જણાવ્યાં મુજબ વકીલ અતીકુર્રેહમાને બુધવારે એક મામલો નોંધાવ્યો હતો જેમાં તેમણે પોતાની પત્ની પર દગો કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે પત્નીની કમાલની કારમાં બેસતા જોઈ હતી. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube