સોશિયલ મીડિયા મારફતે પ્રેમમાં પડેલી બાંગ્લાદેશની યુવતી 2016માં ગેરકાયદેસર રીતે ભારત આવી અને આણંદના તરૂણ પટેલ સાથે હિંદુ રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. બે સંતાનોની માતા બનેલી યુવતીને તાજેતરમાં પોલીસે ઝડપી ડીપોર્ટ કરવાની કાર્યવાહી શરૂ કરી છે. પતિએ તેના જીવનના જોખમ અને બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખી સરકારને ડીપોર્ટ ન કરવાની અપીલ કરી છે.
India-Bangladesh Relations: બંગાળમાં આજથી ભાજપની સરકાર....અને સુવેન્દુ અધિકારીએ આજે રાજ્યના મુખ્યમંત્રી પદના શપથ લીધા. પરંતુ લાગે છે કે બાંગ્લાદેશના કટ્ટપંથીઓને આ સમાચાર પચ્યા નથી. જો કે પૂર્વ મુખ્યમંત્રી શેખ હસીનાએ પશ્ચિમ બંગાળના નવા મુખ્યમંત્રીને શુભેચ્છાઓ પાઠવી છે.
દુનિયામાં વેશ્યાવૃત્તિ બધે ગેરકાયદેસર ગણાય છે એવું નથી. કારણ કે એવા કેટલાક દેશો છે જ્યાં તે એક વ્યવસાય તરીકે ગણવામાં આવે છે અને તેને કાયદેસર માન્યતા મળેલી છે. ભારતના પાડોશી મુસ્લિમ દેશમા પણ તે એક વ્યવસાય તરીકે ગણવામાં આવે છે. જાણો આ રસપ્રદ માહિતી.
IPL 2026: શેખ હસીનાની સરકારના પતન બાદ બાંગ્લાદેશમાં ભારત માટે સ્થિતિઓ વિપરીત જોવા મળી રહી હતી પરંતુ જ્યારથી ચૂંટણી બાદ નવી સરકાર આવી છે ત્યારથી પરિસ્થિતિમાં ફરી બદલાવ જોવા મળી રહ્યો છે. હવે આઈપીએલ 2026નું પણ પ્રસારણ થઈ શકે છે. સૂચના અને પ્રસારણ મંત્રી ઝહીર ઉદ્દીન સ્વપને આ અંગે મોટું નિવેદન આપ્યું છે. જાણો વિગતો.
Bangladesh News: શેખ હસીનાની સરકાર પડ્યા બાદ જે વચગાળાની સરકાર બાંગ્લાદેશમાં બની તેના સલાહકાર મોહમ્મદ યુનુસે જતા જતા પણ એવી ન ગમે એવી હરકત કરી. તેમણે પોતાના રાષ્ટ્રજોગ સંબોધનમાં ભારતના પૂર્વોત્તર રાજ્યો જેને સેવનસિસ્ટર્સ તરીકે પણ ઓળખવામાં આવે છે તેનો ઉલ્લેખ કર્યો અને તે પણ ભારતનું નામ લીધા વગર.
જ્યારથી બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકાર ઉથલી પડી ત્યારથી તેના ભારત સાથેના સંબંધો તણાવભર્યા બની ગયા હતા. પરંતુ હવે એવું લાગે છે કે બીએનપીની નવી સરકાર સાથે ભારતના સંબંધોમાં નવો ગરમાવો આવી શકે છે. ત્યારે એવી પણ ચર્ચા છે કે શું પીએમ મોદી તારિક રહેમાનની શપથવિધિમાં બાંગ્લાદેશ જશે?
3 Hindu Candidates Won In Bangladesh Elections: બાંગ્લાદેશમાં સંસદીય ચૂંટણીઓ થઈ અને પરિણામ પણ આવી ગયા. બીએનપીને જંગી બહુમતી મળી. પરંતુ દેશમાં એક કરોડથી વધુ હિન્દુ વસ્તીનું પ્રતિનિધિ કેટલું? આંકડા ચોંકાવનારા છે. જાણો કયા કયા હિન્દુ ઉમેદવારો ચૂંટણી જીત્યા.
Bangladesh Election Results: બાંગ્લાદેશમાં સંસદીય ચૂંટણીના પરિણામોએ ભારે રોમાંચ પેદા કરી દીધો છે. કારણ કે શેખ હસીનાની સરકાર પાડીને દમ મારનારા વિદ્યાર્થી નેતાઓની પાર્ટી NCP, જમાત એ ઈસ્લામી વગેરે ઊંઘા માથે પછડાયા છે. જ્યારે બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી અને તેના સાથીઓ (BNP) જંગી બહુમત સાથે સરકાર બનાવવા તરફ છે. ત્યારે એ પ્રશ્ન થાય છે કે બાંગ્લાદેશની વાસ્તવિક પરિસ્થિતિથી શું આ પાર્ટીઓ અજાણ રહી? ક્યાંકને ક્યાંક લોકોના મનમાં શું હતું તે કળી શકી નહીં?
bnp historical victory in bangladesh a man will become pm in country after 35 years
Bangladesh Elections: બાંગ્લાદેશમાં સંસદીય ચૂંટણીઓ 12 ફેબ્રુઆરીએ યોજાઈ અને એ જ દિવસે સાંજે મતગણતરીઓ પણ શરૂ થઈ ગઈ. છેલ્લી માહિતી મુજબ બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી (BNP) બે તૃતિયાંશ બહુમતી સાથે દેશમાં સરકાર બનાવી શકે છે. તારિક રહેમાન આગામી પીએમ બનવા જઈ રહ્યા છે. ત્યારે બીએનપી અને તારિક રહેમાનથી ભારતને શું ફાયદો થઈ શકે?
Bangladesh Elections 2026: બાંગ્લાદેશમાં આજે સંસદીય ચૂંટણી થઈ રહી છે. બાંગ્લાદેશના આશરે 13 કરોડ જેટલા મતદારો પોતાના મતાધિકારનો આજે પ્રયોગ કરી રહ્યા છે. સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ચૂક્યું છે. બાંગ્લાદેશની 300 જેટલી સીટો પર 35 સીટ એવી છે જ્યાં હિન્દુ મતદારો નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે. બીએનપી અને જમાતના નેતૃત્વવાળા ગઠબંધન વચ્ચે સીધી સ્પર્ધા છે. જાણો ચૂંટણી પર રસપ્રદ અહેવાલ.
Tariff On India Explainer: અમેરિકાએ ભારત પર જે 25 ટકા રેસિપ્રોકલ ટેરિફ લગાવ્યો હતો તે ઘટાડીને હવે 18 ટકા કરી નાખ્યો છે. આ ઉપરાંત રશિયન ઓઈલની ખરીદી પર જે વધારાનો 25 ટકા ટેરિફ લગાવ્યો તેનું શું થયું અને આ ટેરિફ ઘટાડ્યા બાદ સૌથી વધુ કયા સેક્ટરોને ફાયદો થશે તે પણ ખાસ જાણો.
બાંગ્લાદેશ સત્તાવાર રીતે T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયું છે. ક્રિકબઝના અહેવાલ અનુસાર, ભારત અને શ્રીલંકામાં 7 ફેબ્રુઆરીથી શરૂ થનારા T20 વર્લ્ડ કપ 2026માં સ્કોટલેન્ડે બાંગ્લાદેશનું સ્થાન લીધું છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)એ બે દિવસ પહેલા બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડને અલ્ટીમેટમ આપ્યું હતુ, હવે તેને સત્તાવાર રીતે બહાર કરવામાં આવ્યું છે.
Bangladesh T20 World Cup 2026: T20 વિશ્વકપ 2026માંથી હટવાનો બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડનો નિર્ણય હવે તેને ભારે પડી શકે છે. ભારતમાં રમવાની ના પાડ્યા બાદ બાંગ્લાદેશને આઈસીસી પાસેથી મળતા કરોડો રૂપિયા ગુમાવવા પડી શકે છે.
Bangladesh Cricket T20 World Cup: બાંગ્લાદેશ સરકારે સુરક્ષા અને રાજકીય તણાવનો હવાલો આપીને આગામી T20 વર્લ્ડ કપનો બહિષ્કાર કરવાની સત્તાવાર જાહેરાત કરી છે. આ પગલાથી ICC માટેટુર્નામેન્ટના શેડ્યૂલ અને એશિયન ટીમોની ભાગીદારી પર પ્રશ્નો ઉભા થયા છે. ત્યારે બાંગ્લાદેશ બહાર થતાં સ્કોટલેન્ડનું કિસ્મત ચમકી શકે છે. તેનેT20 વર્લ્ડ કપ માટે એન્ટ્રી મળી શકે છે.
Bangladesh News: બાંગ્લાદેશમાં હાલની સુરક્ષા પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ભારતે મંગળવારે ત્યાં તૈનાત ભારતીય અધિકારીઓના પરિવારોને પાછા બોલાવવાનો નિર્ણય લીધો છે. આ પગલું બાંગ્લાદેશમાં સંસદીય ચૂંટણીઓના થોડા અઠવાડિયા પહેલા લેવામાં આવ્યો છે.
પશ્ચિમ બંગાળના સિંગુરમાં એક રેલીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે રાજ્યમાં ટીએમસીનું 15 વર્ષનું જંગલ રાજ સમાપ્ત થવું જોઈએ. તેમણે કહ્યું કે ટીએમસી ઘુસણખોરોને રક્ષણ આપે છે.
Bangladesh T20 World Cup 2026: બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે સુરક્ષાનો હવાલો આપીને ICCને વિનંતી કરી હતી કે તેમની ટી20 વર્લ્ડ કપની મેચો ભારતથી શ્રીલંકા ખસેડવામાં આવે. જો કે, ICCએ BCBની વિનંતીને નકારી કાઢી હતી. આ દરમિયાન BCB ડાયરેક્ટરે જે નિવેદન આપ્યું હતું, જેના કારણે બાંગ્લાદેશના ખેલાડી નારાજ થયા છે.
ICC T20 World Cup 2026 Controversy:T20 વર્લ્ડ કપ પહેલા બાંગ્લાદેશને મોટો ઝટકો લાગ્યો છે. આઈસીસીએ સુરક્ષાનો હવાલો આપીને મેચ ભારતની બહાર ખસેડવાની બાંગ્લાદેશની વિનંતીને નકારી કાઢી છે. ICCએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે વર્લ્ડ કપ દરમિયાન બાંગ્લાદેશી ખેલાડીઓ પર ભારતમાં કોઈ જોખમ નથી.
ICC T20 World Cup 2026 Controversy: બાંગ્લાદેશ અને ભારત વચ્ચે 2026ના T20 વર્લ્ડ કપના સ્થળને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે પાકિસ્તાનના પૂર્વ ઓફ સ્પિનર સઈદ અજમલે ICC પર આકરા પ્રહારો કર્યા છે અને ચેતવણી આપી છે કે જો ક્રિકેટની સર્વોચ્ચ સંસ્થા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના પડછાયા હેઠળ કામ કરવાનું ચાલુ રાખશે તો તે ધીમે ધીમે તેનું અસ્તિત્વ ગુમાવશે.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બધું બરાબર ચાલી રહ્યું નથી. આ દરમિયાન એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે મેરઠ સ્થિત એક જાણીતી ક્રિકેટ ઈક્વિપમેન્ટ કંપની બાંગ્લાદેશી ખેલાડીઓ સાથેની તેની સ્પોન્સરશિપ સમાપ્ત કરી શકે છે.
BPL Ridhima Pathak : ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના તણાવની અસર હવે ક્રિકેટ પર પણ પડી રહી છે. ક્રિકેટર મુસ્તફિઝુર રહેમાનને IPLમાંથી હટાવ્યા બાદ હવે બાંગ્લાદેશ ક્રિકેટ લીગ (BPL)ની બ્રોડકાસ્ટ પેનલમાંથી ભારતીય પ્રેઝન્ટર પણહટી ગઈ છે, તેણે પોતે દેશ માટે આ નિર્ણય લીધો છે.