Barack Obama આ કારણસર મિત્ર પર ખુબ ગુસ્સે થયા હતા, મુક્કો મારીને નાક તોડી નાખ્યું હતું
Barack Obama એ કહ્યું કે વંશીય (Racial slurs) ટિપ્પણી દ્વારા બીજાને નીચા દેખાડવાની કોશિશ કરવી સારી વાત નથી.
વોશિંગ્ટન: અમેરિકા (America) ના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા (Barack Obama) એ કહ્યું કે શાળાના દિવસોમાં લોકર રૂમમાં લડાઈ દરમિયાન તેમણે એક મિત્ર દ્વારા કરાયેલી વંશીય ટિપ્પણી બાદ તેનું નાક તોડી નાખ્યું હતું. The Hill ના જણાવ્યાં મુજબ 44મા અમેરિકી રાષ્ટ્રપતિ ઓબામાએ બ્રૂસ સ્પ્રિંગસ્ટીન સાથે પોતાના સ્પોર્ટિફાય પોડકાસ્ટના એક એપિસોડમાં આ અનુભવ શેર કર્યો.
બાસ્કેટબોલ મેચ દરમિયાન થયો હતો ઝગડો
અમેરિકા (America) ના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા (Barack Obama) એ કહ્યું કે જ્યારે હું શાળામાં હતો ત્યારે એક મિત્ર સાથે બાસ્કેટબોલ મેચ રમ્યા તે વખતે લોકોમાં ઝગડો થયો હતો. આ દરમિયાન તેણે વંશીય ટિપ્પણી કરી. ઓબામાએ હસતાં હસતાં કહ્યું કે 'કદાચ એ મિત્ર પણ જાણતો નહતો કે આખરે એ શું કહી રહ્યો છે પરંતુ મને યાદ છે કે મેં તેના મોઢા પર એક મુક્કો માર્યો અને તેનું નાક તોડી નાખ્યું હતું.' ઓબામાએ કહ્યું કે 'મે મારા એ મિત્રને સમજાવ્યો કે ફરીથી આવી ટિપ્પણી મારી સામે ન કરતો.' ઓબામાએ પહેલીવાર જાહેરમાં આ ઘટનાનો ઉલ્લેખ કર્યો છે.
Pulse Oximeters વિશે ચોંકાવનારો ખુલાસો, ડોક્ટરો પણ ચોંકી ગયા
ઓબામાએ કહ્યું કે વંશીય (Racial slurs) ટિપ્પણી દ્વારા બીજાને નીચા દેખાડવાની કોશિશ કરવી સારી વાત નથી. તેમણે કહ્યું કે હું ગરીબ હોઈ શકુ છું, હુ અજ્ઞાની હોઈ શકુ છું. હું કદરૂપો હોઈ શકુ છું. બની શકે કે હું પોતાને પસંદ નથી કરતો. હું દુ:ખી હોઈ શકું છું. પરંતુ શું તમે જાણો છો કે હું શું નથી? ઓબામાએ સ્પ્રિંગસ્ટીનને કહ્યું, 'હું તમારા જેવો નથી.'
વંશવાદ વિરુદ્ધ સતત ઉઠાવે છે અવાજ
અત્રે જણાવવાનું કે બરાક ઓબામાએ અમેરિકાના રાષ્ટ્રપતિ હતા ત્યારે અને ત્યાબાદ બાદ પણ અમેરિકામાં વંશવાદના પ્રભાવને લઈને અનેકવાર ચર્ચા કરી છે. તેમણે 2015માં એક ઈન્ટરવ્યુમાં પણ કહ્યું હતું કે અમેરિકામાં વંશવાદ યોગ્ય નથી. તેમણે દક્ષિણ કેરોલિનામાં ઐતિહાસિક બ્લેક ચર્ચામાં ફાયરિંગનો પણ ઉલ્લેખ કર્યો હતો.
વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube