Romania: બ્યૂટી ક્વીનનો ચોંકાવનારો દાવો, સુંદરતા બની મોટી મુસીબત
રોમાનિયા (Romania) ની એક પૂર્વ મોડલે પોતાની પૂર્વ સંસ્થાન પર ચોંકાવનારો આરોપ લગાવ્યો છે. અનેક બ્યૂટી કોન્ટેસ્ટનો તાજ જીતનારી આ બ્યૂટી ક્વીનનું નામ ક્લોડિયા એડિલિન(Claudia Ardelean) છે.
બુખારેસ્ટ: રોમાનિયા (Romania) ની એક પૂર્વ મોડલે પોતાની પૂર્વ સંસ્થાન પર ચોંકાવનારો આરોપ લગાવ્યો છે. અનેક બ્યૂટી કોન્ટેસ્ટનો તાજ જીતનારી આ બ્યૂટી ક્વીનનું નામ ક્લોડિયા એડિલિન(Claudia Ardelean) છે. 27 વર્ષની આ પૂર્વ મોડલે દાવો કરતા કહ્યું કે તેણે નોકરી એટલા માટે છોડવી પડી કારણ કે તે વધારે પડતી ખુબસુરત છે.
અત્રે જણાવવાનું કે થોડા સમય પહેલા તેને એક હોસ્પિટલમાં જોબ ઓફર થઈ હતી. રોમાનિયાના ન્યૂઝ પોર્ટલના અહેવાલ મુજબ 27 વર્ષની બ્યૂટી ક્વીન ક્લોડિયાને રોમાનિયાના ન્યૂમોફિથિસિયોલોજી ક્લિનિકલ હોસ્પિટલના બોર્ડમાં અઠવાડિયા પહેલા જ એક પગાર વગર પદ પર નિયુક્ત કરાઈ હતી.
ખુબ ભણેલી છે ક્લોડિયા
રોમાનિયાની જાણીતી હોસ્પિટલ Romanian Pneumonia Clinical Hospital માં જોબ કરી ચૂકેલી ક્લોડિયા ખુબ ભણેલી છે. ક્લોડિયા (Claudia Ardelean) કાયદા અને યુરોપિયન એથિક્સ (European Ethics) એમ બે વિષયોથી ગ્રેજ્યુએટ છે. નોકરી છોડતા પહેલા ક્લોડિયાને હોસ્પિટલમાં બોર્ડમાં પગાર વગર કામ કરવા માટે મજબૂર કરાઈ હતી. નોકરી છોડ્યા બાદ તેણે સોશિયલ મીડિયા પર નોકરી છોડવાના કારણનો ખુલાસો કર્યો અને પોતાની સફળતાની સફરને પણ યાદ કરી.
Farmers Protest: Indian High Commission એ બ્રિટિશ સાંસદને લખ્યો ઓપન લેટર, કૃષિ કાયદા પર આપી આ શિખામણ
સોશિયલ મીડિયા પર કર્યો ખુલાસો
ક્લોડિયા (Claudia Ardelean) એ 8 ફેબ્રુઆરીના રોજ પોતાની સફળતાની સફર સોશિયલ મીડિયા પર એક તસવીર પોસ્ટ કરીને આ ખુલાસો કર્યો હતો. પોતાની પોસ્ટમાં તેણે લખ્યું હતું કે હું બોર્ડના વિશ્વાસ અને સમર્થન માટે આભારી છું. આ બધા વચ્ચે મેનેજમેન્ટે તેની પાસે રાજીનામું માંગી લીધુ. અનેક લોકોએ દાવો કર્યો હતો કે ક્લોડિયાને નોકરીફક્ત તેના લૂકના કારણે મળી હતી.
ખુબ ટીકા થયા બાદ પોસ્ટ હટાવવામાં આવી. તેણે સ્થાનિક સમાચાર પોર્ટલોને જણાવ્યું કે તે પોતાની નિયુક્તિ પર બોર્ડના યુટર્નને જોઈને ખુબ ચોંકી ગઈ હતી. આ બાજુ સોશિયલ મીડિયા ઉપર પણ થયેલી આલોચનાઓએ તેને નિરાશ કરી.
વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube