Farmers Protest: Indian High Commission એ બ્રિટિશ સાંસદને લખ્યો ઓપન લેટર, કૃષિ કાયદા પર આપી આ શિખામણ

ભારતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન (Farmers Protest) અને ધરપકડ કરાયેલી એક્ટિવિસ્ટ દિશા રવિનું સમર્થન કરનારા બ્રિટિશ સાંસદ ક્લોડિયા વેબ(Claudia Webbe) ને Indian High Commission in London એ એક ખુલ્લો પત્ર લખ્યો છે.

Farmers Protest: Indian High Commission એ બ્રિટિશ સાંસદને લખ્યો ઓપન લેટર, કૃષિ કાયદા પર આપી આ શિખામણ

લંડન: ભારતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન (Farmers Protest) અને ધરપકડ કરાયેલી એક્ટિવિસ્ટ દિશા રવિનું સમર્થન કરનારા બ્રિટિશ સાંસદ ક્લોડિયા વેબ(Claudia Webbe) ને  Indian High Commission in London એ એક ખુલ્લો પત્ર લખ્યો છે. ક્લોડિયાએ હાલમાં જ ટૂલકિટ મામલે ધરપકડ કરાયેલી દિશા રવિ સહિત તમામ એક્ટિવિસ્ટના છૂટકારાની માગણી કરતા લોકોને અવાજ ઉઠાવવાની અપીલ કરી હતી. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે આ મુદ્દે ચૂપ બેસવું જોઈએ નહીં. 

Webbe સીધી વાત કરી શકે છે
ભારતીય હાઈ કમિશન દ્વારા લખાયેલા ઓપન લેટરમાં કહેવાયું છે કે લીસેસ્ટર ઈસ્ટના સાંસદ ક્લોડિયા વેબ(Claudia Webbe) જે સમુદયનું પ્રતિનિધિત્વ કરે છે, તેમની કોઈ પણ આશંકાને લઈને તેઓ સીધી વાત કરી શકે છે. હાઈ કમિશને વધુમાં  લખ્યું છે કે અમે ભારતીય કૃષિ કાયદાઓ સંબંધિત ચિંતાઓને દૂર કરવા માટે વિસ્તૃત અને સમગ્ર સ્પષ્ટીકરણ આપ્યું છે. આ કાયદા વિરુદ્ધ ભારતીય ખેડૂત સમુદાયનો એક નાનો સમૂહ પ્રદર્શન કરી રહ્યો છે.

કરી અનેક ટ્વીટ
ક્લોડિયા વેબે #StandWithFarmers #FarmersProtest જેવા હેશટેગ સાથે ટ્વીટ કરીને ખેડૂત આંદોલનનું સમર્થન કર્યું હતું. તેમણે ટૂલકિટ કેસમાં ધરપકડ કરાયેલી 22 વર્ષની ક્લાઈમેટ એક્ટિવિસ્ટ દિશા રવિ અને ખેડૂત આંદોલનના બીજા મામલે ધરપકડ  કરાયેલી 24 વર્ષની નવદીપ કૌરના છૂટકારાની માગણી કરી હતી. તેમણે આ ધરપકડને અધિનાયકવાદી સત્તા અને ફ્રી માર્કેટ આધારિત પૂંજીવાદ હેઠળ થઈ રહેલું દમન ગણાવ્યું હતું અને લોકોને ચૂપ ન રહેવાની અપીલ કરી હતી. 

Nodeep Kaur is 24; a labourer & Union activist

Both women were targeted, arrested & imprisoned for peacefully supporting the #FarmersProtest

This suppression is driven by authoritarianism & free market capitalism

Don’t Be Silent

— Claudia Webbe MP (@ClaudiaWebbe) February 15, 2021

ભારતે આપ્યો જવાબ
ભારતીય હાઈ કમિશને પોતાના ઓપન લેટરમાં ભારપૂર્વક કહ્યું છે કે કૃષિ સુધાર કાયદા ભારતીય ખેડૂતોને સુરક્ષિત અને સશક્ત બનાવવા માટે લાવવામાં આવ્યા છે અને તે અંગે અનેક સમિતિઓ સાથે ચર્ચા કરાઈ છે અને ગત 20 વર્ષોમાં ભારતીય કૃષિ ક્ષેત્રમાં આવી રહેલી સમસ્યાઓ પર વિચાર વિમર્શ કરવામાં આવ્યો છે. પત્રમાં એમ પણ કહેવાયું છે કે કૃષિ કાયદા પર ભારતીય સંસદમાં ચર્ચા થઈ હતી અને તેના આવતા જ લાખો ખેડૂતોને તરત લાભ મળવા લાગ્યા છે. સરકારે વિરોધ કરી રહેલા ખેડૂત સંગઠનો સાથે વાતચીત કરી છે. સરકારે કાયદાને ટાળવા કે સંશોધનના વિકલ્પ પણ આપ્યા છે પરંતુ ખેડૂતો તે માટે તૈયાર નથી. 

— India in the UK (@HCI_London) February 15, 2021

લેબર પાર્ટી સાથે જોડાયેલા છે વેબ
ક્લોડિયા વિપક્ષી લેબર પાર્ટીના સાંસદ છે. તેમણે ભારતમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શનને લઈને બ્રિટનની સરકારને નિવેદન જારી કરવાની અપીલવાળી ઈ-અરજીને સમર્થન આપ્યું છે. આ અરજી પર એક લાખથી વધુ લોકોએ હસ્તાક્ષર કર્યા છે. અત્રે જણાવવાનું કે કોઈ પણ અરજી પર હાઉસ ઓફ કોમન્સના વેસ્ટમિન્સ્ટર હોલમાં ચર્ચા માટે ઓછામાં ઓછા એક લાખ હસ્તાક્ષરની જરૂર હોય છે. ક્લોડિયાનું કહેવું છે કે જે પ્રકારે આ કેસમાં દિશા રવિ અને અન્ય એક્ટિવિસ્ટની ધરપકડ કરાઈ છે તે ખોટી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news