ઝી બ્યૂરો, અમદાવાદઃ અમેરિકાના નવા રાષ્ટ્રપતિ જો બાઈડેનને ભારતીયો પર સૌથી વધુ ભરોશો છે. ઉપરાષ્ટ્રપતિ તરીકે ભારતીય મૂળના કમલા હેરિસની પસંદગી કરવી એ વાતનો સૌથી મોટો પુરાવો છે. આ ઉપરાંત બાઈડેને પોતાની સરકારમાં મહત્ત્વના પદો પર ભારતીય મૂળના લોકોની વિશેષ પસંદગી કરી છે. બાઈડેન સરકારમાં 20 ભારતીયોને મહત્ત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. જે પૈકી 13 મહિલાઓ વ્હાઈટ હાઉસમાં મહત્વના પદો પર બિરાજમાન છે. ત્યારે હવે આ યાદીમાં વધુ એક નામ ઉમેરાયું છે. બાઈડેને દુનિયાની સૌથી મોટી સ્પેસ એજન્સી NASA ની કમાન ભારતીય મૂળના ભવ્યા લાલને સોંપી દીધી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


ભવ્યા લાલ પાસે આ પદ માટે બહોળો અનુભવ અને કાબેલિયત છે. ખુદ નાસા એ આ વાત કહી છે. સોમવારે રાતે NASA એ એક નિવેદનમાં કહ્યું- ભવ્યા દરેક રીતે આ પદ માટે કાબેલ છે. તેમની પાસે એન્જિનિયરિંગ અને સ્પેસ ટેકનોલોજીનો અનુભવ છે. સ્પેસ ટેકનોલોજી, સ્પેસ સ્ટ્રેટેજી એન્ડ પોલિસીમાં ખાસ્સો અનુભવ હોવાની સાથે તેમણે વ્હાઈટ હાઉસમાં પોલિસી અને નેશનલ સ્પેસ કાઉન્સિલમાં પણ કામ કર્યું છે. લાલ માત્ર ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સની જ નહીં, પણ સ્પેસ ઈન્ટેલિજન્સ કમ્યુનિટીની પણ ઊંડી જાણકારી ધરાવે છે. ઘણાં અમેરિકન પણ આ સ્થાન પર બિરાજવા માટે કતારમાં હતાં. જોકે, આ પદ માટે ભવ્યા બાઈડેનની પહેલી પસંદ હતાં.


બજેટમાં મોબાઇલ ફોન મોંઘા થવાની જાહેરાત, ફરી ચર્ચામાં આવી આઈફોનની માંગ કરનારી હીના, જુઓ memes
 


Nia Sharma એ ફ્લોન્ટ કર્યો લહેંગા લૂક, ફેન્સે કહ્યું- એકદમ હોટ!


ભારતીય મૂળના ભવ્યા લાલને સોંપાઈ NASA ની કમાન
ભારતીય મૂળનાં અમેરિકન ભવ્યા લાલને અમેરિકન સ્પેસ એજન્સી NASA નાં એક્ટિંગ ચીફ ઓફ સ્ટાફ એટલે કે કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત કરાયાં છે. રાષ્ટ્રપતિ જો બાઈડન સ્પેસ એજન્સીમાં કેટલાક ફેરફાર અને સમીક્ષા કરવા માગે છે, આથી તેમણે ભવ્યા લાલને આ મહત્ત્વની જવાબદારી આપી છે. 




કોણ છે ભવ્યા લાલ?
ભવ્યા લાલ ભારતીય મૂળના અમેરિકન છે. ભવ્યા મૂળભૂત રીતે સ્પેસ સાયન્ટિસ્ટ છે. તેઓ જો બાઈડેનની ટ્રાન્ઝિશન ટીમમાં પણ રહી ચૂક્યાં છે. તેમની પાસે સ્પેસ ટેકનોલોજી અને એન્જિનિયરિંગનો બહોળો અનુભવ છે. તેઓ 2005થી 2020 સુધી સાયન્સ એન્ડ ટેકનોલોજી પોલિસી ઈન્સ્ટિટ્યૂટ (STPI)ના ડિફેન્સ એનેલિસિસ વિંગમાં મેમ્બર અને રિસર્ચર રહ્યાં છે. ભવ્યા સતત બેવાર નેશનલ ઓસિયાનિક એડમિનિસ્ટ્રેશન કમિટીને લીડ કરી ચૂક્યાં છે. ભવ્યાએ માસાચ્યુસેટ્સ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી એન્જિનિયરિંગ કર્યું. એ પછી પબ્લિક પોલિસી એન્ડ પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં ડોક્ટરેટની ઉપાધિ મેળવી.

Budget 2021 ની 10 મોટી વાતો, જાણો કોને મળી છૂટ અને કોના પર લાગ્યો વધુ Tax


NASA ને અગાઉ પણ સલાહ આપતાં રહ્યાં છે ભવ્યા લાલ
ભવ્યા લાલ નાસામાં પહેલાં એડવાઈઝરી કાઉન્સિલ મેમ્બર પણ રહી ચૂક્યાં છે. સ્પેસ રિસર્ચના મામલે અમેરિકાની મોટી કંપની C-STPS LLCમાં પણ ભવ્યા કામ કરી ચૂક્યાં છે. ત્યાર પછી તેઓ એનાં પ્રેસિડન્ટ પણ બન્યાં. એ પછી તેમને વ્હાઈટ હાઉસમાં સ્પેસ ઈન્ટેલિજન્સ કમિટીનાં મેમ્બર બનાવાયાં હતાં. અમેરિકન ન્યૂક્લિયર સોસાયટી અને ઈમર્જિંગ ટેકનોલોજી સાથે જોડાયેલી બે સરકારી કંપનીઓએ ભવ્યાને એડવાઈઝર તરીકે પોતાના બોર્ડમાં જગ્યા આપી હતી. એસ્ટ્રોનોટ ટ્રેનિંગ પ્રોગ્રામમાં તેમના કહેવાથી ફેરફાર કરાયા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube